આપણું ગુજરાત

ACBને આરોપી સાગઠિયા પાસેથી મળી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત

રાજકોટ: રાજકોટના જધન્ય એવા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં થયેલા મોત અને તપાસના ધમધમાટમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના ઘણા કારનામાં ખૂલ્યા હતા. આ મામલે SITની સાથે લાાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ (ACB) પણ કાર્યવાહી કરી હતી. ACBએ ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનાના આરોપી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા વિરુદ્ધ રૂ.૧૦ કરોડ થી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે.

રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આ દુર્ઘટનામાં સંડોવાયેલા ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા આરોપી મનસુખ સાગઠિયાના અપ્રમાણસર મિલકતની તા.૦૧/૦૪/૨૦૧૨ થી તા.૩૧/૦૫/૨૦૨૪ ના સમયગાળાના ચેક પિરિયડ દરમિયાન તેના દ્વારા વસાવવામાાં આવેલ મિલકતોની તપાસ કરતાં સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.

તપાસના અંતે મળેલ તમામ મિલકતોનું એ.સી.બી. ના નાણાાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલ. આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ગેરકાયદેસર રીતે,ભ્રષ્ટાચારથી નાણા મેળવીને તેનો ઉપયોગ પોતાના તથા સાથીદારોના નામે મિલકતમાં રોકાણ કર્યાનું એસીબીને જણાયું હતું.

આ પણ વાંચો: TRP ગેમ ઝોન કરૂણાંતિકામાં જવાબદાર લોકોને છોડતા નહીં, અસ્મિતા મંચ સુરેન્દ્રનગરની રજૂઆત

આરોપી મનસુખ સાગઠિયા પાસેથી તેની કાયદેસરની આવક રૂ. ૨,૫૭,૧૭,૩૫૯ના પ્રમાણમાં તેના તથા તેના પરિવારજનોના નામે રૂ. ૧૩,૨૩,૩૩,૩૨૩નું કરોડનું રોકાણ કર્યું હોવાનું તપાસ દરમ્યાન ખૂલ્યું હતું. એસીબીને સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે અને આરોપીની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવતા એસીબીએ ગાળ્યો કસ્યો છે. એસીબીએ સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ અને તેના વતનમાં પણ દરોડા પાડયા હતા.

એસીબીએ મનસુખ સાગઠિયા પાસેથી મળેલી આ સંપતિ :

1 – જય બાબારી પેટ્રોલ પંપ સોખડા તા.જી. રાજકોટ
2- ઇન્ડસ્ટ્રિયલ ગોડાઉન-૩ સોખડા તા.જી. રાજકોટ
3- જય બાબારી પેટ્રોલ પંપ ગોમટા તા.ગોંડલ
4- હોટલ અંડર કન્સ્ટ્રક્શન ગોમટા તા.ગોંડલ
5- ફાર્મ હાઉસ ગોમટા તા.ગોંડલ
6- ખેતીની જમીન ગોમટા તા.ગોંડલ
7- ખેતીની જમીન ચોરડી તા.ગોંડલ
8- ઉર્જા ઇન્ડસ્ટ્રિયલમાં ગેસ ગોડાઉન શાપર તા.કોટડા સાાંગાણી
9- બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ મોવૈયા તા.પડધરી
10- અનામીકા સોસાયટીમાાં અંડર કન્સ્ટ્રક્શન બંગલો, રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર
11- આસ્થા સોસાયટીમાાં ટેનામેન્ટ રાજકોટ શહેરમાં માધાપર ખાતે
12- સી-૧૭૦૧, એસ્ટર ફ્લેટ અદાણી શાાંતીગ્રામ ટાઉનશીપ અમદાવાદ
13- બી-૭, ૮૦૨, લા મરીના અદાણી શાાંતીગ્રામ ટાઉનશીપ અમદાવાદ
14- વાહનો કુલ-૬ હોન્ડા સીટી-૨ સહીત
15- આઠ વિદેશ પ્રવાસ : દુબઈ, યુરોપ, સાઉથ આફ્રીકા, ઓસ્ટ્રેલીયા,
યુ.કે., મલેશીયા, માલદીવ, શ્રીલંકા

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker