આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ બાદ ACB એક્શનમાં, TPO સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં દરોડા

રાજકોટ: રાજકોટમાં અગ્નિકાંડ બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એક્શન મોડમાં આવી છે. ACBએ સ્પેશિયલ ઓપરેશન ચલાવી ભ્રષ્ટ કર્મચારીઓ પર તવાઈ પોકારી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડ્યા છે. રાજકોટમાં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા હડકંપ મચી ગયો છે. માહિતી મળી રહી છે કે રાત સુધીમાં અનેક સ્થળોએ ACB ત્રાટકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટના ફાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે ACB દ્વારા તપાસ શરૂ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત એમ.ડી.સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડ્યાની વાત સામે આવી છે. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBએ ધામા નાખ્યાં છે. એમ.ડી.સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે. એમ ડી સાગઠીયાને TPOના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સાંજે 6 વાગ્યાના સુમારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ કાટી નીકળી હતી. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા. અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ભયાનક ઘટના બાજ રાજ્ય સરકારે ફાયર એનઓસી ન ધરાવતા તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના આપી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગેમઝોનમાં આગના સમાચારની માહિતી ફાયર કંટ્રોલ રૂમને મળતાં ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આગના કારણે માળખું ધરાશાયી થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ