નવસારી સબ જેલમાં કેદીને સનેપાત ઉપડ્યો, ઝાડ પર ચડી હોબાળો મચાવ્યો

નવસારી સબજેલ(Navdsari Sub Jail)માં એક કાચા કામના કેદીએ ઝાડા પર ચડીને હોબાળો મચાવ્યો હતો, જેને કારણે જેલ પ્રસાશન દોડતું થઇ ગયું હતું. અહેવાલ મુજબ કેદીને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે કેદી પોલીસ કર્મીઓની નજરમાંથી છટકી ઝાડ ઉપર ચડ્યો હતો, તેને નીચે ઉતારવા નવસારી ફાયર વિભાગની મદદ લેવાની ફરજ પડી હતી. .
અહેવાલ મુજબ નવસારી સબ જેલમાં કેસ કાચા કામના કેદીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો, પોલીસ કર્મચારીઓ તેને હાથકડી લગાવે એ પહેલા કેદી ભાગીને મહિલા વિભાગ નજીક આવેલા ઝાડ ઉપર ચડી ગયો હતો.
આ પણ વાંચો: માવતરના મહત્વને લાંછન: નવસારીમાં TRB જવાને જ તેના દસ વર્ષના પુત્રની હત્યા કરી
કેદી ઝાડ પર ત્રીસ ફૂટથી વધુ ઊંચાઈએ ચડી ગયો હતી, અધિકારીઓએ તેને સમજાવ્યા છતાં એ નીચે ઉતારવા તૈયાર થયો ન હતો. પોલીસ અધિકારીએ નવસારી ફાયર વિભાગને ફોન કરી રેસ્ક્યુ ટીમને જેલમાં બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે સીડી લગાવી મહામહેનતે કેદીને નીચે ઉતાર્યો હતો. કેદીનું રેસ્કયું થતા નવસારી સબજેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
21 વર્ષીય કેદીને ઉમરગામમાં મારામારીના મુદ્દે જેલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો. જેલમાં તેને અચાનક સનેપાત ચડ્યો હતો. આખી જેલમાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. કેદીની આ હરકતને કારણે સમગ્ર જેલ પ્રશાસન દોડતું થયું હતું.