આપણું ગુજરાત

દીવ જતા પ્રવાસીઓ માટે ગુજરાત-દીવ બોર્ડર પર બનશે નવો લાયન સફારી પાર્ક

અમદાવાદ: દીવમાં દરિયાની મજા માણવા જતા પ્રવાસીઓ હવે સિંહ દર્શન પણ કરી શકશે. ગુજરાત વન વિભાગે ગુજરાત-દીવ બોર્ડર પર આંબરડી અને દેવળિયા સફારી પાર્ક જેવો જ લાયન સફારી પાર્ક સ્થાપવાની યોજના બનાવી છે. રાજ્યના વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારે પાર્કની ડિઝાઇન માટે આર્કિટેક્ટની નિમણૂક કરી છે.

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ પાર્ક માત્ર દીવના મુલાકાતીઓ માટે જ નહીં, પણ કોસ્ટલ હાઇવે પરથી પસાર થતા પ્રવાસીઓ માટે પણ એક મુખ્ય આકર્ષણ બનશે. આ પાર્કમાં પ્રાણીસંગ્રહાલયમાં ઉછરેલા સિંહોને રાખવામાં આવશે. દીવ અને તુલસીશ્યામની મુલાકાત લેનારાઓ માટે ધારી નજીકના આંબરડી સફારી પાર્કનું તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ બાદમાં જણાયું હતું કે ઘણા મુલાકાતીઓ કોસ્ટલ હાઇવેથી દીવ જવાનું પસંદ કરે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે સફારી પાર્કમાં બે જોડી સિંહ, ચાર સિંહબાળ હશે, આ ઉપરાંત અન્ય પ્રાણીઓને પણ રાખવામાં આવશે જેથી સાસણ ગીર જેવો અનુભવ થાય. વન વિભાગને આ સફારી પાર્ક માટે જમીન સંપાદન કરવાની જરૂર નથી કારણ કે આ વિસ્તારમાં દિવથી માત્ર 7.7 કિમીના અંતરે વન વિભાગની જમીન છે. અહીં બસ અને જીપ બંને સફારી શરૂ કરવાની યોજના છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સફારી પાર્ક પ્રવાસનને વેગ આપવા માટે બનાવવામાં આવી રહ્યો છે, જે લોકો સોમનાથ અને દ્વારકા જવા માટે કોસ્ટલ હાઈવેનો ઉપયોગ કરે છે તેઓ આ સફારી પાર્કની મુલાકાત લઇ શકશે.

સરકાર કેવડિયા ખાતે એક ઓપન સફારી પાર્ક સ્થાપવાની પણ યોજના ધરાવે છે, જ્યાં મુલાકાતીઓ સિંહ અને વાઘને નજીકથી જોઈ શકે. સુવિધા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા લોકો માટે પહેલેથી જ આવો સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેવડિયામાં નવો પ્રસ્તાવિત સફારી પાર્ક નજીકમાં આવેલા સફારી પાર્ક કરતા બમણા વિસ્તારમાં ફેલાયેલો હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button