સાબરમતી રિવરફ્રન્ટના નવા પ્લાનમાંથી એક કબ્રસ્તાન ગાયબ

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) એ વિકાસ યોજનાઓના આયોજન માટે બનાવેલા નકશામાં વાડજ સ્મશાન નજીક આવેલું એક કબ્રસ્તાનને દર્શાવવામાં આવ્યું નથી. અમુખ હિંદુ સમુદાયો દ્વારા ત્રણ વર્ષથી નાના મૃત બાળકોને દફનાવવા આ પ્લોટનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રિવરફ્રન્ટની સીમાઓનું સીમાંકન બાદ આ પ્લોટ પ્લાન પરથી ગાયબ છે.
આ પ્લોટ SRFDCLના 2011ના ડેવલપમેન્ટ પ્લાન પર હતો. તંત્રએ આ ઓક્ટોબરમાં સીમાંકન માટે સર્વે કરાવ્યો હતો, અને હવે આ પ્લોટ પ્લાન પર અલગ એન્ટિટી તરીકે અસ્તિત્વમાં નથી. ઘણા હિંદુ સમુદાયો ત્રણ વર્ષથી નાની ઉંમરમાં મૃત્યું પામનાર બાળકોને અહીં દફનાવે છે. રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાનમાંથી ગાયબ થયેલા 2,000 ચોરસ મીટરના પ્લોટમાં અનેક કબરો છે.
રિવરફ્રન્ટ માટેનો અગાઉનો ડેવલપમેન્ટ પ્લાન જૂન 2011માં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો અને તેમાં 202.79 હેક્ટરના આપ્લોટનો સમાવેશ થતો હતો. એએમસીની સ્થાયી સમિતિએ 2011ના વર્ષના ઓગસ્ટમાં યોજનાને મંજૂરી આપી હતી.
આ વર્ષે ઓક્ટોબરમાં SRFDCL બોર્ડે સાબરમતી લેન્ડ ડિસ્પોઝેબલ પોલિસી 2023ને મંજૂરી આપી હતી અને પ્લોટ વેચવા માટે ઉપલબ્ધ કુલ જમીનને આઠ વેલ્યુ ઝોનમાં વિભાજિત કરી હતી. આ માટે, તંત્રએ પ્લાનમાં સુધારો કર્યો અને રેસિડેન્શિયલ હેતુની જમીનમાં ઘટાડો કરી અને કબ્રસ્તાનની જમીનને કાઢી નાખીને રસ્તાઓ માટે ફાળવવામાં આવેલી જમીનમાં વધારો કર્યો.