પેટ્રોલ ભરેલી માલગાડી ઓચિંતા પાટા પરથી ઉતરી, 3 કલાક રેલ વ્યવહાર ખોરવાયો

જેતલસર જંક્શન પાસે પોરબંદરથી રાજકોટ જઇ રહેલી ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી જતા રાજકોટ-વેરાવળ વચ્ચે પસાર થતી ટ્રેનોને અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. માલગાડીમાં પેટ્રોલ ભરેલું હોવાને કારણે નુકસાનના સંજોગો હતા, પરંતુ આ ઘટનામાં કોઇ મોટુ નુકસાન કે જાનહાનિ થઇ નથી.
રેલ વ્યવહારને પૂર્વવત કરવા માટે તાત્કાલિક ભાવનગર તથા રાજકોટ ડિવિઝનના અધિકારીઓ અને અનેક કર્મચારીઓએ સ્થળ પર પહોચી જરૂરી કામગીરી શરૂ કરી દીધી હતી. મુખ્ય રેલવે ટ્રેક બ્લોક થવાને કારણે વેરાવળથી રાજકોટ જતી અને રાજકોટથી વેરાવળ જતી ટ્રેનો 2થી3 કલાક મોડી પડી છે.

ટ્રેનનં- 09521- રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેન- રાજકોટથી સાંજે 6-20ના બદલે 7-20 કલાકે ઉપડી.
ટ્રેનનં- 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને રાજકોટમાં સાડા 3 કલાક રિસ્કેડ્યુલ કરવામાં આવી હતી.
ટ્રેનનં-09514 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન- વેરાવળથી 5 વાગ્યાને બદલે 8-30 કલાકે ઉપડી હતી.