આપણું ગુજરાત

16 વર્ષના સગીરે બેફામ સ્કોર્પિયો ભગાવી 6 વાહનચાલકોને અડફેટે લીધા

ભાવનગર: 18 વર્ષથી નાના તમારા પુત્ર કે પુત્રી બર્થડે, સ્કૂલ રિઝલ્ટ જેવા ટોપિક પર ઇમોશનલ થઇને તમારી પાસે મોંઘીદાટ ગાડીની ચાવીની માગણી કરશે તો તમે આપી દેશો? એ ખ્યાલ હોવા છતાં કે તેની પાસે લાયસન્સ નથી, તેનો અને અન્ય નાગરિકોનો જીવ જોખમમાં મુકાશે, શું તમે કાયદાની કોઇપણ બીક રાખ્યા વગર તેને કાર ચલાવવા આપી દેશો? જો એક માબાપ તરીકે તમે તમારા બાળકને શિસ્તમાં ન રાખી શકતા હોવ તો તેનું પરિણામ શું આવે તે આ ઘટના પરથી તમે સમજી શકશો.

ભાવનગરમાં એક 16 વર્ષના સગીરે રસ્તા પર આડેધડ સ્કોર્પિયો ચલાવીને 6 વાહનચાલકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ આશરે 6થી 7 વાહનચાલકો ઇજાગ્રસ્ત થયા છે. સ્કોર્પિયો કારને પણ સારું એવું નુકસાન પહોચ્યું છે.

કાર ચલાવતી વખતે આ સગીર સાથે તેના જેટલી જ ઉંમરનો તેનો દોસ્ત પણ તેની સાથે હતો. સગીરે રસ્તામાં આડીઅવળી કાર ચલાવવાને પગલે કેટલાક રાહદારીઓને પણ સામાન્ય ઇજા પહોંચી હતી જેમણે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તેની ગાડીનો પીછો કર્યો હતો અને તેને તેના દોસ્ત સાથે પકડી પાડી પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો. પોલીસે પૂછપરછ હાથ ધરતા તેના જન્મદિવસ નિમિત્તે માતપિતાએ ગાડી ચલાવવા આપી હોવાનું તેણે જણાવ્યું હતું. સગીરે સર્જેલા અકસ્માતમાં 6 વાહનચાલકોને ઇજાને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જગુઆર કાર વડે અકસ્માત કરીને 19 વર્ષના તથ્ય પટેલે 9 લોકોને મારી નાખ્યા હતા. એ ઘટના પરથી સૌથી વધુ જો કોઇએ બોધપાઠ લેવાનો હોય તો એ માતાપિતાએ લેવાનો છે. સંતાનની ઇચ્છાને કે જીદને વશ થઇ તેને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓમાં તેનો સાથ આપવો તે કરતા તેને શિસ્તનું મહત્વ સમજાવી યોગ્ય માર્ગે વાળવામાં જ તેની ભલાઇ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?