આપણું ગુજરાત

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર, અમદાવાદથી દોડતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલ મુસાફરો માટે ખુશ ખબર છે. અત્યાર સુધી અમદવાદથી ઉપડતી અને અમદવાદ સુધી આવતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવશે. કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જર્દોશે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી.

ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ, ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ, ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ, ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ તેમજ ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જે અમદવાદથી ઉપડતી અને અમદાવાદ સુધી જ આવતી હવે રાજકોટ સુધી લંબાવવામાં આવશે.

આ ટ્રેન રાજકોટ થી શરુ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળી રહેશે. આ છ ટ્રેનનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વાસીને ક્યારે મળશે તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button