અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં એપ્લિકેશન્સમાં 50% વધારો
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીઓમાં અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં જવાનું ચલણ પહેલા કરતા પણ વધ્યું છે. અમદાવાદની ગુલબાઈ ટેકરા પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં આ વર્ષે અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં રેકોર્ડબ્રેક 7 લાખ એપ્લીકેશન સબમિટ થઇ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 50% નો વધારો દર્શાવે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ વિદેશમાં અભ્યાસની તકો શોધતા જતા યુવા વિદ્યાર્થીઓમાં વધારો થવાને કરાણે પાસપોર્ટ એપ્લીકેશનની સંખ્યમાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત કોવીડ પાનડેમિક બાદ વિદેશ પ્રવાસ માટે પણ લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે, જેને કારણે લોકો પાસપોર્ટ કઢાવી રહ્યા છે.
પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસરના જણાવ્યા મુજબ પાનડેમિકને કારણે 2021-22માં ઘણા લોકોને તેમનો પાસપોર્ટ મળી શક્યો ન હતો, જેને કારણે આ વર્ષે એપ્લીકેશનમાં ઓવરફ્લોમાં જોવા મળ્યો છે. આ વધારાને કારણે ઘણા પડકારો ઉભા થયા છે. થોડા સમય માટે નવા અથવા પાસપોર્ટ રિન્યુ માટે એપોઇન્ટમેન્ટ માટે વેઇટિંગ ટાઈમ 45 દિવસ સુધી પહોંચી ગયો હતો. જો કે, હાલમાં વેઇટિંગ ટાઈમ એક મહિના જેટલો છે.
પાનડેમિક પહેલા વર્ષ 2019 માં અમદાવાદ પ્રાદેશિક પાસ પોર્ટ ઓફીસ પાસે કુલ 6,91,794 અરજીઓ આવી હતી. પરંતુ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં જ આંકડો 7 લાખને વટાવી ગયો છે. આ વર્ષે અરજીઓની સંખ્યા ઓલ ટાઈમ હાઈલ રહેશે.
એક તરફ અરજીઓની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ અમદાવાદ પ્રાદેશિક પાસ પોર્ટ ઓફીસ 40% સ્ટાફની અછત સાથે ઝઝૂમી રહી છે, ઓફીસ તેના મંજૂર 138 કર્મચારીઓમાંથી માત્ર 75 થી 80 સાથે કાર્યરત છે. આ સ્ટાફની અછતને કારણે પ્રક્રિયાની ઝડપને અસર થાય છે.
અધિકારીના જણાવ્યા મુજબ મહિનાઓથી અમારા કર્મચારીઓ શનિવારે પણ કાર્યરત રહે છે. જો કે અમને ગ્રાન્ટિંગ અધિકારીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, અમે સંસાધનોનો એકઠા કરી રહ્યા છીએ, શનિવારે બહારની પોસ્ટિંગમાં રહેલા કર્મચારીઓને પણ બોલાવીએ છીએ.