આપણું ગુજરાત

ઈડર-હિંમતનગર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, એક જ પરિવારનાં પાંચ સભ્યના મોત

ઇડર: ગત મોડી રાત્રે ઈડર-હિંમતનગર હાઈવે (Idar-Himatnagar highway) એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો, ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 મહિનાની બાળકી સહીત એક જ પરિવાર પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે. મુંબઈમાં રહેતો પરિવાર ઇડર તાલુકામાં આવેલા તેના વતન નેત્રામલી ગામ ખાતે આવ્યો હતો, ગત મોડી રાત્રે હિંમતનગરથી નેત્રામલી આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો, મૃતકોમાં 2 મહિલા, 2 બાળકી અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

ઈડર-હિંમતનગર હાઈવે પર બનાવવામાં આવેલા ડાઈવર્ઝન રોડ જતી કાર સામેથી આવતા ટ્રક સાથે અને અથડાઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના બાળક સહિત પાંચ લોકોના મોત થતા, મૃતકોમાં 7 મહિનાની નાની બાળકીનો પણ સમાવેશ થાય છે, જેને કારણે નેત્રામલી ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

Read More: પુણે બાદ મુંબઇમાં હિટ એન્ડ રન, સગીરની બાઇકની ટક્કરથી એકનું મોત

ઈડર-હિંમતનગર હાઈવે પર કામ ચાલતું હોવાને કારણે એક રસ્તો બંધ કરીને વન વે બનાવવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી આ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે વારંવાર અકસ્માત થતા રહે છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે.

Read More: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંભીર માર્ગ Accident , 11 લોકોના મોત 25 ઘાયલ

નેત્રામલીનો જરીવાલા પરિવાર હિંમતનગરથી ઘરે આવી રહ્યો હતો. જાદર પોલીસ સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. હાલ મૃતકોના પરિવાર પરિવાર સહિત આખા ગામમાં ભારે શોક છવાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button