પુણે બાદ મુંબઇમાં હિટ એન્ડ રન, સગીરની બાઇકની ટક્કરથી એકનું મોત
મુંબઇઃ પોર્શ કાર ચલાવતા પૂણેના માલેતુજાર નબીરાએ કલ્યાણી નગર વિસ્તારમાં ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનાની સ્યાહી હજી સુકાઇ નથી અને હવે આવા જ હિટ એન્ડ રન કેસના સમાચાર આર્થિક રાજધાની મુંબઇમાંથી જાણવા મળ્યા છે. ટુ-વ્હીલર પર સવાર એક સગીરે ટક્કર મારતા 32 વર્ષીય યુવકનું મોત થયું હતું.
Read More: પુણેમાં કાર અકસ્માતનો કેસ: આરટીઓ પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરશે
ગુરુવારે સવારે 7 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મુંબઈના મઝગાંવ વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરે 32 વર્ષીય યુવકને ટક્કર મારી હતી. છોકરો મઝગાંવ ડોક સર્કલથી નેસબિટ બ્રિજ થઈને જેજે રોડ તરફ આવી રહ્યો હતો ત્યારે સામેથી આવતી બાઇકને તેણે ટક્કર મારી હતી. આ ઘટનામાં ઈરફાન નવાબ અલી શેખ (32) ને ગંભીર ઇજા થઇ હતી. તેને તુરંત હૉસ્પિટલમાં સાારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, પણ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Read More: ‘પૂણે પોર્શ કેસના આરોપીઓને પોલીસ કસ્ટડીમાં પિઝા-બર્ગર આપવામાં આવ્યા’, સુળે અને રાઉતનો આક્ષેપ
પુણેમાં રવિવારે એક ભયાનક અકસ્માત થયો હતો. 17 વર્ષના છોકરાએ તેની અનરજિસ્ટર્ડ પોર્શ કાર વડે ટુ-વ્હીલર સવારી કરી રહેલા બે એન્જિનિયરોને કચડી નાખતા તેમના કરૂણ મૃત્યુ થયા હતા. બંને મૃતક મધ્યપ્રદેશના રહેવાસી હતા અને પુણેમાં નોકરી કરતા હતા. આ કેસમાં સગીરના બિલ્ડર પિતાને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સગીરને આપવામાં આવેલા જામીન રદ કરવામાં આવ્યા છે અને તેને બાળ સુધાર