‘એક્સટેન્શન’ સાથે પાટિલના અધ્યક્ષીય કાર્યકાળના 4 વર્ષ પૂરા; હજુ પણ પાટિલ જ સંગઠન ‘સરકાર’ ?
ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ અને નવસારીથી સતત ત્રણ ટર્મથી જંગી લીડ સાથે લોકસભાની ચૂંટણી જિતતા આવતા સી આર પાટિલ હવે કેન્દ્રિય મંત્રી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષા તરીકે તેમની ટર્મ એક વર્ષના એક્સટેન્શનની હતી તે પણ પૂર્ણ થઈ છે.ત્યારે બોટાદ જિલ્લાના સાળંગપુરમાં મળેલી પ્રદેશ કારોબારી બેઠકમાં પાટિલે ખુદે કહ્યું હતું કે,મારો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો છે હવે નવા અધ્યક્ષ આવશે.
પરંતુ,હજુ સુધી નવા અધ્યક્ષ ના નિમાતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટિલ યથાવત રહેવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જો કે આ વચ્ચે, ભાજપની રાષ્ટ્રીય પાર્લામેંટરી બોર્ડની બેઠક 25થી 30 જુલાઈ સુધીમાં દિલ્લીમાં મળનાર છે. તેમાં ગુજરાત પ્રદેશના નવા પ્રમુખ જાહેર થશે કે કેમ ? અથવા તો દિવાળી સુધી,જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઑ પૂર્ણ ના થાય ત્યાં સુધી પાટિલ જ સંગઠન ‘સરકાર’ બની રહે તેવી સંભાવનાઓને નકારી શકાય નહીં.
આ પણ વાંચો: ગુજરાત ભાજપમાં ઉકળતો ચરું -જનાધાર ગુમાવતાં નેતાઓ છંછેડાયા
દિલ્લીમાં રાષ્ટ્રીય પાર્લમેન્ટરી બોર્ડની બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણીમા ભારતીય જાણતા પાર્ટીએ 156 જેટલી બેઠકો જીતી રાજનીતિક ઇતિહાસની તવારીખોમાં એક સુવર્ણ પૃસ્ઠ ઉમેર્યું છે .જેનો સઘળો યશ નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને અપાયો. લોકસભા ચૂંટણીમા ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે ભાજપે માત્ર એક બેઠક ગુમાવી તે બનાસકાંઠાની. હવે ભારતીય જાણતા પાર્ટીની રાષ્ટ્રીય પાર્લમેન્ટરી બોર્ડની બેઠક આગામી સપ્તાહ માં તારીખ 25થી 30 જુલાઈ સુધી દિલ્હી મળશે.
આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના પાર્લમેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેનાર છે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી, જેમાં બધો દારોમદાર મહારાષ્ટ્ર પર છે સાથે જ હરિયાણા રાજ્ય પર મંથન થશે. ઉપરાંત અન્ય પણ અનેક મહત્ત્વના નિર્ણય આ બેઠકમાં લેવાશે. કહેવાય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.