આપણું ગુજરાત

ગુજરાતમાં 12,000 પોલીસની પોસ્ટ પર ભરતી કરાશે, હાઈ કોર્ટમાં સરકારનું એફિડેવિટ

ગાંધીનાગર: પોલીસ ભરતીની (Gujarat Police Recruitment 2024) તૈયારી કરતાં ઉમેદવારો માટે એક ખુશ ખબર છે. પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે (Gujarat police bharti news). તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીએ પણ 12,000 વર્ગ 3 કર્મચારીઓની ભરતીને મંજૂરી આપી હતી. મંજૂરી બાદ સ્થાયી સમિતિએ આ નિર્ણય ગૃહ વિભાગને સોંપ્યો હતો.

મળતી માહિતી મુજબ, પોલીસ વિભાગ સિવાય અન્ય જગ્યાઓ પર પણ ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે. પોલીસ વિભાગમાં આગામી ભરતી અંતર્ગત બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ પોલીસ 687 (પુરુષ), જેલ કોન્સ્ટેબલ 57 (મહિલા)ની ભરતી કરવામાં આવશે. આ સાથે સ્થાયી સમિતિએ 2022માં બિનહથિયાર PSIની 325 જગ્યાઓને મંજૂરી આપી હતી. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 325 પોસ્ટમાંથી 273 નોન-આર્મ્ડ PSI ની ભરતી કરશે.

આપને જણાવી દઈએ કે રાજ્યમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલ્કત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો PILમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજાર જગ્યાઓ ખાલી છે. સરકાર દ્વારા એફિડેવિટ આપવામાં આવી છે કે સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યાઓ ખાલી છે. પોલીસ વિભાગમાં 23416 વિવિધ જગ્યાઓ ખાલી હોવાનું સરકાર દ્વારા બહાર આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને ભરતી ઝડપી બનાવવા આદેશ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker