મરણ નોંધ

પારસી મરણ

ફરેદુન દીન્યાર ભરૂચા તે મરહુમો માનેકબાઇ તથા દીન્યાર ભરૂચાના દીકરા. તે સીલ્લુ વાડીયા તથા મરહુમો નરગીશ અસુનદરીયા, હોમાય શ્રોફ, મની વકીલ, બરજોર ભરૂચા ને ડોલી ગોદરેજના ભાઇ. તે ઝીન્યા બારીયાના ગ્રેન્ડ મામા. (ઉં. વ. ૯૨) રે. ઠે. ૨૯, જમશેદ દુબાશ બિલ્ડિંગ, ઓલ્ડ ખરેઘાટ કોલોની, હ્યુજીસ રોડ, આરટીઆઇની નજીક, બાબુલનાથ મંદિર, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૬-૨૪ના ૩-૪૦ કલાકે, હ્યુજીસ રોડ મધ્યે વાચ્છા ગાંધી અગિયારીમાં.
રૂમી કેકી ઉમરીગર તે નવાઝ રૂમી ઉમરીગરના ખાવીંદ. તે મરહુમો દીનુ કેકી રૂસ્તમજી ઉમરીગરના દીકરા. તે ફ્રેયાન ડી. ભરૂચા ને આશીશના પપ્પા. તે ડેલઝાદ સી. ભરૂચા ને ભારતી એ. ઉમરીગરના સસરા. તે નાયરા ડી. ભરૂચાના ગ્રેન્ડ ફાધર, તે મરહુમો જાલુ તથા મીનોચેર દુમસ્યાના જમઇ. તે રૂસી દારૂવાલાના કઝીન ભાઇ. તે આરમયતી સાયરસ ભરૂચા ને સવિતા અજય ચપહાનના વેવાઇ. (ઉં. વ. ૭૩) રે. ઠે. રૂસ્તમ પેલેસ, એ-બ્લોક, ફલેટ નં.૬, ૩જે માળે, તારદેવ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.
દીનાઝ રૂસી બુચીયા તે મરહુમ રૂસી બુચીયાના વિધવા. તે મરહુમ ફલી જીવનજી જાડાના દીકરી. (ઉં. વ. ૭૧) રે. ઠે. એન.એમ.પીટીટ વિડો ચાલ, રૂમ. નં.૩૪, મોદી સ્ટ્રીટ, મીન્ટ રોડની પાછળ, ફોર્ટ, મુંબઇ-૪૦૦૦૦૧. ચારમની ક્રિયા: તા. ૫-૬-૨૪ના સવારે ૪.૪૦ કલાકે ફોર્ટ, મધે ગોદાવરી અગિયારીમાં.
ધનજીશા હોરમસજી પટેલ તે ડેઝી ધનજીશા પટેલના ખાવીંદ. તે મરહુમો બાનુબાઇ તથા હોરમસજી પાલનજી પટેલના દીકરા. તે આદિલ ને આઝમીનના પપ્પા. તે અરશાન એસ. કીકાના સસરા. તે હોમાય, ડોલી, અદી, દારા ને મરહુમ પીલુ પટેલના ભાઇ. (ઉં. વ. ૭૧) ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે, જોગેશ્ર્વરી મધ્યે બહેરામબાગ અગિયારીમાં.
બેજી પીરોજશાહ ભરૂચા તે મરહુમ જરૂ બેજી ભરૂચાના ખાવીંદ. તે મરહુમો તેમીના તથા પીરોજશા ભરૂચાના દીકરા. તે તનાઝ દીન્યાર જીવાશા ને રોક્ષાન દારાયસ દેસાઇના પપ્પા. તે દીન્યાર માનેકશા જીવાશા ને દારાયસ સ્પીતમાન દેસાઇના સસરા. તે મરહુમો દીનશાહ ને પરવેઝના ભાઇ. (ઉં. વ. ૯૬) ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે લાલબાગ મધ્યે વાડીયા અગિયારીમાં.
રશીદા મેરવાન ખંભાતા (ઉં. વ. ૮૯) તા. ૨-૬-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ મેરવાનના વાઇફ. મરહુમ જેરુ અને મરહુમ નોશીરના દીકરા. શેરઝાદા અને હિસ્તાસ્પના મધર. પેપ અને નાઝનીનના સાસુ. મઇઆ અને કિયારાના ગ્રેન્ડ મધર. ઉઠમણું તા. ૪-૬-૨૪ના બપોરે ૩.૪૦ વાગ્યે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker