પારસી મરણ
દીનયાર દારબશા કરમા તે આલુ દીનયાર કરમાના ધણી. તે મરહુમો પુતલામાઇ અને દારબશા રતનજી કરમાના દીકરા. તે ડેજીના બાવાજી. તે મરહુમો રોડા, જેસંગ, મની વાઘછીપવાલા અને રતન કરમાના ભાઇ. તે નેવીલના મામા. ફરજાના અને નીના ના કાકા. તે જરીર, જુબીન, રોશન, નરગીસ તથા મરહુમો નાજુ અને નોશીરના માસા. તે મરહુમો એરવદ સોરાબજી અને જાલામાઇ પંથકી (સરોનદાવાલાના જમાઇ). (ઉં.વ. 82) રે. ઠે. 707, ધ પેનોરામા, ટાવર કોપ. હા. સો. લી. પ્રથમેશ કોમ્પ્લેક્સ, એવરશાઇન પાર્કની સામે, વીરા દેસાઇ રોડ, અંધેરી (વે), મુંબઇ-400053. ઉઠમણાંની ક્રિયા : તા. 4-10-23 બપોરે 3-45 વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી.
યાસ્મીન શામ સિબલ, તે મરહૂમ સામતા ધનિયાની. મરહૂમ ફ્રેની અને મરહૂમ કુરુસના પુત્રી. અનિતા અને રૂબીનના માતા. નવીનના સાસુ (ઉં. વ. 84). તેમનું ઉઠમણું: તા. 4-10-23ના 3-40 વાગ્યે. રે. ઠે. 508/બી, મેપલ લીફ બિલ્ડિંગ, ચાંદીવલી, રાહેજા વિહાર કોમ્પ્લેક્સ, મુંબઇ-400072.