મરણ નોંધ
પારસી મરણ
ફ્રામરોઝ જમશેદ ભામગરા તે જીનીવીવ ફ્રામરોઝ ભામગરાના ખાવીંદ. તે પરવીન તથા મરહુમ જમશેદ ભામગરાના દીકરા. તે મરહુમો પીરોજા તથા ફરામરોઝ ભામગરા તથા મરહુમો કેટાયુન તથા સોરાબ વાડયાના ગ્રાંડસન. (ઉં. વ. ૫૦) રે. ઠે. એ-૨૦૩, ત્રીમૂર્તિ એપાર્ટમેન્ટસ, એમ. ટી. એન. એલ. રોડ, શીતલ નગર, મીરારોડ, થાણે-૪૦૧૧૦૭.
બજી હોમી અવારી તે શેરનાઝ બજી અવારીના ખાવીંદ. તે અનાહીતા અને એરીકના બાવાજી. તે મરહુમો દોલી તથા હોમી અવારીના દીકરા. તે શેરઝીન અવારી તથા પોરસના સસરાજી. તે પરવીઝ કાપડીયા તથા મરહુમો રૂસી અવારી તથા હોમાય સેઠનાના ભાઇ. તે કેટરીના તથા કરીનાના મમાવાજી. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૭ ગનબો સ્ટ્રીટ, ફોર્ટ, ફાયર બ્રીગેડ પાસે, ફોર્ટ, મુંબઇ-જી.પી.ઓ. મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૯-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, ગોદાવરા અગિયારી, ફોર્ટમાં થશેજી.