પારસી મરણ
નરીમાન દીનશા દુધા તે મરહુમ ખોરશેદ નરીમાન દુધાના ખાવિંદ. તે મરહુમો આઈમાય તથા દીનશા દુધાના દીકરા. તે બખતાવર સામ પુનાવાલા તથા મરહુમ કેરસી દીનશા દુધાના ભાઈ. તે ખુશરૂ, રોહિન્ટન તથા મહેરનાઝનાં મામાજી. તે દોલસી અને એઈમીના કાકાજી. તે ફરહાદ તથા ફરેદુનના માસાજી (ઉં. વ. ૯૩) રે. ઠે.: પી-૩૦ ખુશરૂ બાગ, એસ.બી.એસ. રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: ૧૭-૨-૨૪એ બપોરના ૩.૪૫ વાગે, કરાની અગિયારીમાં છેજી. (કોલાબા-મુંબઈ).
એરવદ મર્ઝબાન જહાંગીરજી ભેસાનીયા તે ઓસ્તી પરવીન મર્ઝબાન ભેસાનીયાના ખાવીંદ. તે એરવદ ફરહાદ અને એરવદ આદીલ મ. ભેસાનીયાના બાવાજી. તે મરહુમો ઓસ્તી જરબાનુ તથા એરવદ જહાંગીરજી પી. ભેસાનીયાના દીકરા. તે ઓસ્તી અનાહીતા ફરહાદ ભેસાનીયા અને ઓસ્તી અનાઈતા આદીલ ભેસાનીયાના સસરાજી. તે મરહુમો દીનુ તથા હોમી વાન્ડ્રીવાલાના જમાઈ. તે એરવદ આરશ આદીલ ભેસાનીયા, યુહાન ફરહાદ ભેસાનીયા તથા મીથ્રેમ ફરહાદ ભેસાનીયાના બપાવાજી. (ઉં.વ. ૭૫) ર.ઠે: બી/૧૪, ગોદરેજ બોગ, ઓફ નેપીયનસી રોડ, કમબાલા હીલ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૨-૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
દોલી ખુરશેદ કાતરક તે મરહુમ ખુરશેદ દારબશૉ કાત્રકના વિધવા. તે મરહુમો રતનબાઈ તથા નોશીરવાન લાકડાવાલાના દીકરી. તે મરહુમો જાઈજીમાઈ તથા દારબશૉ કાત્રકના વહુ. તે મરહુમો મરઝબાન લાકડાવાલા અને હોમાય એલાવીયાના બહેન. તે બેહરોઝ યઝદી કુપરના માસીજી. તે જેનીફર અને મહીયાર કુપરના મોટા માસીજી. (ઉં.વ. ૯૦) ર.ઠે: રૂમ નં.-૨૭, પમે માલે, સી બ્લોક, યુનાઈટેડ ચેમ્બર્સ, ગ્રાંટ રોડ (ઈ) મુંબઈ- ૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૧૭-૨-૨૪એ બપોરનાં ૦૩.૪૫ વાગે. ભાભા બંગલી નં. ૨માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).
બેહેરોઝ મીરઝા તે મરહુમો પરવીઝ તથા દાદી દારૂવાલાના દીકરી. તે યઝદ મીરઝા, જહાંગીર મીરઝા તથા ડેલગીન ભમગરાના માતાજી. તે રેચલ, હીરલ તથા રીશાદ ભમગરાના સાસુજી. તે જેયદન તથા આરીયાનાના બપઈજી. તે રાયન તથા ઝેનના મમઈજી. તે પાલન દારૂવાલાના બહેન. (ઉં.વ. ૭૨) ર.ઠે: ફલેટ નં.૭, પટેલ પેલેસ/તેહમી મહલ, ૫૮૦ જામે જમશેદ રોડ, પ ગાર્ડન્સ પાસે, માટુંગા (પૂ), મુંબઈ-૪૦૦૦૧૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૨-૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.