મરણ નોંધ
પારસી મરણ
હોસી ફરામરોઝ મીી તે મરહુમ કેટી હોસી મીીના ખાવિંદ. તે ઝહીર અને પરસીસ મીસ્ત્રીના બાવાજી. તે મરહુમો રતી તથા ફ્રામરોઝ મીીના દીકરા. તે રૂખશાના ઝ. મીી તથા અમીત શરમાના સસરાજી. તે કૈવાન અને ફ્રીયાનાના બપઈજી. તે રોહન અને રીયાના મમઈજી. તે મરહુમો ફ્રેની તથા જમશેદજી એન્જિનિયરના જમાઈ (ઉં. વ. ૮૬) રે. ઠે.: તાતા બ્લોક્સ, સર દોરાબ તાતા બિલ્ડિંગ નં. ૩, ફલેટ નં. ૯, એસ. વી. રોડ, બાંદ્રા (પ), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૧૬/૨/૨૪એ બપોરના ૩.૪૫ વાગે ટાટા અગિયારીમાં છેજી. (બાંદ્રા-મુંબઈ)
કેટી ચાંગકાકોટી (ઉં. વ. ૭૧) ૧૪-૨-૨૪ એ ગુજરી ગયા છે. તે મરહુમ બોબીના વાઈફ. મરહુમ મહેરુ અને મરહુમ નવલના દીકરી. બિનીતાના મધર. જેસના ગ્રેન્ડ મધર, મરહુમ હોસી અને કેરમેનના બહેન. ઉઠમણું: તા. ૧૬-૨-૨૦૨૪ બપોરે ૩.૪૦.