પારસી મરણ
વલસાડ
રોશન કેકી શ્રોફ. તે મરહૂમ કેકી ફિરોજશા શ્રોફના પત્ની. તે મરહૂમ સૂનામાઈ અને મરહૂમ ધનજીશા જસુમણીના પુત્રી. તે મરહૂમ જેરબાનુ અને મરહૂમ ફિરોજશા શ્રોફના વહુ. તે મરહૂમ કલી જસુમણી, મરહૂમ રુસી શ્રોફ અને આલૂ રુસી શ્રોફના સિસ્ટર ઈન લો. તે ફિરોઝ, ડિ સુનુ, માહરુખ, જાસ્મિન, પોરસના માતા. તે બઝિશ, કાઈવાન, કેલી, કરેન, ઝિયસ, ઝાયડોન, સાઈશાના ગ્રાન્ડમધર. ઉઠમણાંની ક્રિયા: ૨૫-૧-૨૦૨૪ મોટા શાપુર દરેમહેર, વલસાડ ખાતે ૩.૪૫ વાગે. ર.ઠે:- આઈમાઈ મેનશન, મોટા પારસીવાડ, વલસાડ.
સુરત
મરહુમ કેટી ગુસ્તાદજી ઈચ્છાપોરીયા (ઉં. વ. ૯૧) તે મરહુમ ગુસ્તાદજી જમશેદજીના ધણીયાણી. તે મરહુમ કુંવરબાઈ રતનશાહના દીકરી. તે મરહુમ શીરીનબાઈ જમશેદજીના વહુમાય. તે મરહુમ નાજામાય, ગુલામાય, મોટામાય, જરૂમાય તથા મીનોચરના બેન. તે વિરાફ, કાવસ, જેશમીનના મંમાજી. તે નિલુફર, યાસ્મીન, મેહર ફનીબન્દાના સાસુજી. ગામ ઈચ્છાપોર ૨૪-૧-૨૪ના ગુજર પામ્યા છે. ઉઠમણું અડાજણ અગિયારીમાં ૨૬-૧-૨૪ના બપોરે ૩.૪૦.