મરણ નોંધ

જૈન મરણ

રાધનપુરી જૈન
નીતાબેન શાહ (ઉં. વ. 78) તે જીતેન્દ્રભાઇ મણીલાલ જમનાદાસ શાહના પત્ની. હિમાંશુ તથા ભાવીનના માતુશ્રી. ભક્તિબેન અને રૂપાલીબેનના સાસુ. વંશ, યુગના દાદી. સ્વ. પનાલાલ ચુનીલાલ દલાલના સુપુત્રી. ગુરુવાર, તા.14-9-23ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનક્વાસી જૈન
થાનગઢ હાલ બોરીવલી સ્વ ચીમનલાલ ગુલાબચંદ દોઢીવાલાના પુત્ર નિરંજનભાઈ (ઉં. વ. 72) તા 11-9-23ના અરિહંત શરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. તે સ્વ અશ્વિનભાઈ, જયપ્રકાશભાઈ, પંકજભાઈ તથા રીનાબેન ભરતભાઈ શેઠના મોટા ભાઈ. તે ચિત્રાસણી નિવાસી સ્વ સૌભાગચાંદ ચેલાભાઇ મહેતાના જમાઈ. તે સ્વ શ્રેણિકભાઈ, સ્વ બિપીનભાઈ, અશોકભાઈ તેમજ શોભનાબેન પંકજભાઈ શાહ અને મધુબેન રજનીભાઇ શાહના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
થાનગઢ હાલ બોરીવલી ગં.સ્વ. લીલાવતીબેન (ઉં. વ. 92) તે સ્વ. ભાઈચંદ ગુલાબચંદ દોઢીવાલાના ધર્મપત્ની તા. 12.09.23ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતભાઇ, નયનાબેન નિરજનકુમાર તુરખીયા, મિલનભાઈના માતુશ્રી. સ્વ. નલીનીબેન અને રાજુલના સાસુ. તે લીંબડી નિવાસી સ્વ. ડાયાલાલ ત્રિભોવનદાસ શેઠના બહેન, તે જીતા, અમ્રીતા, મૃણાલ તથા દીપાલી, ઇશાનીના દાદી. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હાલ માટુંગા સ્વ. વિમળાબેન રતિલાલ પોપટલાલ શાહના પુત્ર, સ્વ મૃદુલાબેનના પતિ નરેન્દ્ર શાહ (બટુકભાઈ) (ઉં. વ. 85) તા. 14/9/2023 ના અરિહંતશરણ પામેલ છે. તે સૌ. મીતા તથા દેવાંગના પિતા, બિપીનભાઈ ગાંધી તથા સૌ. પ્રીતિના સસરા. જશ જેનિકા, ક્રિશાના દાદા-નાના. તે સ્વ બાબુલાલ મૂળશંકર અદાણી હાલ પૂનાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
પાણશીણા (લીંબડી) હાલ દેવલાલી, વાડીલાલ હરખચંદ શાહ (ઉં. વ. 85) તા. 12/09/2023 ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેષ, દિપેશ, સ્વ. રિટા બિપીન ગૂઢકાના પિતાશ્રી. તે જુલિ, નીતુના સસરા. તે પલક, ધ્રુવી, અનિકેત, તાનેશ, હીતાંશી, ચિંતન, માનશીના દાદા / નાના. તે સ્વ. માણેકલાલ, સ્વ. હિંમતભાઈ, સ્વ. ચીમનભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ. ધીભાઈના ભાઈ તથા સ્વ. કમળાબેન જગજીવનદાસ ડેલીવાળાના જમાઇ. બંને પક્ષ તરફથી પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
પાણશીણા (લીંબડી) હાલ દેવલાલી, સરોજબેન વાડીલાલ શાહ (ઉં. વ. 75) તા. 11/9/23ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેષ, દિપેશ, સ્વ. રિટા બિપીન ગૂઢકાના માતુશ્રી. તે જુલિ, નીતુ ના સાસુ. તે પલક, ધ્રુવી, અનિકેત, તાનેશ, હીતાંશી, ચિંતન, માનશીના દાદી / નાની. તે પ્રતાપરાય, હસમુખભાઈ, સ્વ. મુગટલાલ, સ્વ. હર્ષદરાય, મહેંદ્રભાઈ, દિલીપભાઈ ડેલીવાળા તથા અનસૂયા જયસુખભાઈ દોશીના બેન. તે સ્વ. હરખચંદ અમૃતલાલ શાહના પુત્રવધુ. બંને પક્ષ તરફથી પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
જામનગર વિશા ઓશવાળ જૈન
હિંમતલાલ છોટાલાલ પારેખ (હાલ મુંબઈ), (ઉં. વ. 96, બુધવાર તા. 13-9-2023ના અરિહંતશરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ. તે હરેશ, નરેશ તથા આશાના પિતાશ્રી. તે નયનાબેન, જયશ્રીબેન તથા જયપ્રકાશના સસરા, તે નીરવ, હેતલ, હાર્દિક તથા ધરાના દાદા, તે સ્નેહલભાઈ, પ્રતિકભાઈ તથા શ્રદ્ધાના દાદાસસરા, લોકિક વ્યવહાર બંધ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
ગેલડાના મોહનલાલ વેરશી સૈયા (ઉં. વ. 72) તા. 14-09-23ના અવસાન પામેલ છે. ગંગાબાઇ વેરશીના સુપુત્ર. હેમલતાના પતિ. પાયલ, સ્વ. દિપ્તી, નેહલના પિતા. ટોડાના મણીબાઇ દામજી, કાંડાગરાના મંજુલા મુલચંદ, ના. તુંબડીના ભાનુ કાંતી, બિદડાના વસુમતી કિશોર, મો. આસંબીયાના નયના જયસુખ, લક્ષ્મીચંદ, બગડાના આશા ગીરીશના ભાઇ. રામાણીયાના મોંઘીબેન નથુના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડે્રસ : મોહનલાલ સૈયા, 702, અભિષેક એપાર્ટમેન્ટ, મલાડ જીમખાનાની બાજુમાં, માર્વે રોડ, મલાડ (વેસ્ટ), 64.
ગેલડાના જીનલ જગદીશ પ્રેમજી સૈયા (ઉં. વ. 36) તા. 11-9ના અવસાન પામેલ છે. કેસરબેન પ્રેમજી ખેતશીની પૌત્રી. રશ્મી (રૂક્ષ્મણી) જગદીશની પુત્રી. ભાવિન, જેનીશ, નેહાની બેન. ફરાદી રતનબેન વીરજી કાનજી વીરાની દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જગદીશ સૈયા, 1507, બી.નં. 16, લવંડર, રીજન્સી અનંતમ, ડોંબીવલી (ઇ.).
મોટા આસંબીયાના કાંતિલાલ હીરજી છેડા (ઉં. વ. 84) તા. 14/09/23ના દેહ પરિવર્તન કરેલ છે. લધીબાઇ હીરજી જાધવના સુપુત્ર. જવેર (જયાબેન)ના પતિ. વિપુલ, મનીષા સ્વ. પ્રજ્ઞેશના પિતાશ્રી. ના. ભાડીયા કાનબાઇ રતનશી ડુંગરશી, ના. આસંબીયા કુંવરબાઇ/ કેસરબાઇ ગાંગજી ચાંપશી, ફરાદ્રી મણીબાઇ મોરારજી વીરજી, દેવચંદ, શામજીના ભાઇ. મો. આસંબીયા સુંદરબાઇ ખીમજી શામજી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કાંતીલાલ છેડા, સી-903, સાઇબાબા બિલ્ડીંગ, સેક્ટર-9, ચારકોપ-કાંદીવલી વેસ્ટ.
બિદડાના શ્રી જાદવજી (જખુભાઈ) મુરજી વોરા (ઉં. વ. 95) તા. 14.9.23 ના દેહપરિવર્તન કરેલ છે. પરમાબાઈ મુરજી જેઠાના પુત્ર. સ્વ. સાકરબેનના પતિ. હેમલતા, વિજય, દિનેશ, મહેન્દ્ર, મહેશના પિતા. કાંડાગરા ઉમરબાઈ લખમશી, મો.આસંબીયા લક્ષ્મીબેન માવજી, ના. ભાડિયા મકાંબાઈ વેલજી, બિદડા લક્ષ્મીબેન શામજીના ભાઈ. બિદડા વેલબાઈ પતુ રણધીરના જમાઈ. દેહપરિવર્તન (બ્રહ્મલીન) મહોત્સવ : યોગી સભાગૃહ, દાદર. ટા. 2 થી 3.30. નિ. દિનેશ વોરા : 1201, ગંગા હેરીટેજ, દેવધર રોડ, માટુંગા-સે.રે., 19.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker