મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
મુંદ્રાના હસમુખ ચાંપશી વીરજી કેનીયા (ઉં. વ. ૭૦) તા. ૨૩-૧૨ના અવસાન પામેલ છે. માતુશ્રી સુંદરબેન ચાંપશીના સુપુત્ર. કુસુમબેનના પતિ. કોમલ, નિકુંજના પિતાશ્રી. માતુશ્રી લીલાવંતીબેન જીવરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિકુંજ હસમુખ કેનીઆ, ૪૧૧, ઓમકાર એન્કલેવ, જુની બાડાવાલી ચાલ, શિવમંદિર રોડ, ડોંબીવલી (પૂર્વ) ૪૨૧૨૦૧.
ડુમરાના કુસુમબેન લક્ષ્મીચંદ આસારીયા ગોસર (ઉં. વ. ૬૩) તા. ૨૨-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. કંકુબેન આસારીયાના પુત્રવધૂ. કો. મહાદેવપુરીના જવેરબેન રવજીના પુત્રી. સ્વ. લક્ષ્મીચંદના ધર્મપત્ની. હિતેશ, કપિલ, રૂષભના માતા. મો. આસંબિયાના સ્વ. દક્ષા, રેખા બિપીન, મંજુલા રવજી, નાંગલપુરના પ્રિતી હસમુખના બેન. પ્રા.શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. જૈન સંઘની નારાણજી શામજીવાડી, માટુંગા (સે.રે.) ટા. ૪ થી પ.૩૦. નિ. હીતેશ ગોસર, સી-૪૦૩, ડેફોડીલ સો., યશવંતનગર, વિરાર (પ).
રતાડિયા (ગણેશવાલા)ના માતુશ્રી લક્ષ્મીબેન વસનજી આસુ લાલજી છેડાના સુપુત્રી દમયંતી (દિપાલી) કિર્તીકુમાર શ્રોફ (ઉં. વ. ૬૮) તા. ૨૧-૧૨-૨૦૨૩ના અવસાન પામેલ છે. ગામ લીંબડીના સરલાબેન ઈન્દ્રવદન શ્રોફના પુત્રવધૂ. કિર્તીકુમારના પત્ની. વિશાલ, ગૌરવ, માનસીના માતુશ્રી. રતાડિયા (ગણેશવાલા)ના મુકેશના બેન. પ્રાર્થના સભા : રવિવાર, સવારે ૧૦.૦૦ થી૧૨.૦૦, સ્થળ: બીલાવર ભવન, ૪થે માળે, ગુરૂનારાયણ માર્ગ, આનંદ નગર, વિજય સ્ટોરની સામેની ગલીમાં, સાંતાક્રુઝ (ઈસ્ટ). ઠે. કિર્તીકુમાર શ્રોફ, ૧૦૨, પ્રેમ આંગણ સોસાયટી, અશોક નગર, વાકોલા પાઈપલાઇન, સાન્તાક્રુઝ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૫.
મંજલ રેલડીયાના ડો. રમણીકલાલ ખીંયશી ગડા (ઉં. વ. ૭૮) તા. ૨૧-૧૨-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઇ ખીંયશી શીવજીના પુત્ર. ભારતીના પતિ. વિરેન, ઉપેનના પિતા. મગનલાલ, ડો. ઉદય, હેમચંદ, મણીલાલ, દિનેશ, રજનીકાંત, ગોધરાના વિમળા/ચંચળ અમૃતલાલ ગોસરના ભાઇ. ડુમરાના ખેતબાઇ મેઘજી મુરજી કારાણીના જમાઇ પ્રા. : યોગી સભાગૃહ, દાદર (ઈ). ટા. : ૧.૩૦ થી ૩. નિ. : ઉપેન ગડા, ૨-જી, ઉત્તુંગ, સોનાવાલા ક્રોસ રોડ, સામંતવાડી, ગોરેગામ (ઈ), મું-૬૩.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાજપરા જેસર, હાલ સાંતાક્રુઝ રાજેન્દ્રભાઇ રમણીકલાલ ફુલચંદ મહેતા (ઉં. વ. ૬૨) તે ભાવનાબેનના પતિ. નીલ-અ.સૌ. રિંકી, આલીશા દર્શનકુમાર શાહના પિતાશ્રી. પ્રકાશભાઈ- તરુણાબેન, છાયાબેન સુરેશકુમાર, કૌશિકાબેન વિજયકુમાર, જાગૃતિબેન અતુલકુમારના ભાઈ. તે સાસરાપક્ષે વલ્લભીપુરવાળા હાલ બોરીવલી સ્વ. ખાંતીલાલ રમણીકલાલ શાહના જમાઈ. પંકજભાઈ, હર્ષદાબેન કિરીટભાઈ, અલ્કાબેન શરદભાઈ, જાગૃતિબેન મહેશભાઈ તથા સંગીતાબેન રાકેશભાઈના બનેવી. તેમની બંને પક્ષની સાદડી ૨૪/૧૨/૨૩ ના ૩ થી ૫. નિવાસસ્થાન: બી/૧૭, શિલ્પા બિલ્ડીંગ, પહેલે માળે, બેસન્ટ સ્ટ્રીટ, સાંતાક્રુઝ વેસ્ટ.
ક. દ. ઓ. જૈન
શાંતિલાલ નાગડા (ઉં. વ. ૭૯) ગામ નલિયા હાલ મુલુંડ તા. ૨૨-૧૨-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી વાલબાઇ ખીમજી નાગડાના સુપુત્ર. માતુશ્રી લક્ષ્મીબાઇ લખમશી પોલડિયાના જમાઇ. (ડુમરા-વસઇ) પ્રેમિલાબેનના પતિ. સ્વ. સુશીલા શીવજી લોડાયા, સ્વ. મણિલાલ, મહેન્દ્ર, ખિરતીન, સ્વ. ભરત, હેમા નલિનકાંત લોડાયા, કલ્પના દેવેન્દ્ર ખોનાના ભાઇ. ગં. સ્વ. હંસા મણિલાલ નાગડાના દિયર તથા ચંદન મહેન્દ્ર નાગડા, રંજન ખિરતીન નાગડાના જેઠ. તેમની ભાવયાત્રા તા. ૨૫-૧૨-૨૩ના સોમવારના ૩-૩૦થી ૫. ઠે.ગોપુરમ હોલ, જ્ઞાન સરીતા સ્કૂલની બાજુમાં, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન
ગામ ભુજપુર હાલ માટુંગા જયંત રસિકલાલ ફોફલીયા (ઉં. વ. ૭૨) ગુણાબેનના પતિ. મયણા વિશાલ મહેતા તથા સ્વ. નિરવના પિતા. કામાક્ષીના સસરા. દૃષ્ટિ, જય, કેયાના દાદા-નાના. શિરીષભાઇ, હંસાબેન, વર્ષાબેન, લતાબેનના ભાઇ. લક્ષ્મીચંદ લાલજી શાહના જમાઇ. તા. ૨૨-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. ઠે. ૩૦૨-૩, પાલ રેસીડેન્સી, માટુંગા (સે.રે.), મુંબઇ-૧૯. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
પીપળવા નિવાસી હાલ થાણા સ્વ. વનેચંદ ભુરાભાઇ બિલખીયાના ધર્મપત્ની સમતાબહેન (ઉં. વ. ૯૨) તા. ૨૩-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વિભાકરભાઇ, નરેશભાઇ, ઉર્મિલાબેન ત્રંબકલાલ, નિરંજનાબેન નાથાલાલ, સરલાબેન કમલેશભાઇ, કોકિલાબેન અજયભાઇ, વર્ષાબેન હર્ષદભાઇના માતા. મધુબેન અને પ્રતિમાબેનના સાસુ. આલોક, ધ્રુવીન, મિલી સંજય, વિન્તી પરાગ, ડોલી કરીમના દાદી. પિયર પક્ષે રોહીશાળા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ચંપકલાલ તથા તનસુખલાલ મોહનલાલ કોઠારીના બેન. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૫-૧૨-૨૩ના ૧૦થી ૧૧.૩૦. ઠે. પારસધામ, ૩જે માળે, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
પાલનપુરી જૈન
રોહિતભાઇ કોઠારી (ઉં. વ. ૭૮) તે સ્વ. નિર્મલાબેન અને રમણિકભાઇના સુપુત્ર. સ્વ. ગીતાબેન કોઠારી તથા ભાવનાબેન કોઠારીના પતિ. કિંજલ-કક્ષેન કોઠારી, માનસી મણીયારનાં પિતાશ્રી. શીતલ, શીતલ, દુપલ મણીયારના સસરા. સ્વ. ઇલા શેઠ, કેતન કોઠારી, શ્રેયા જવેરીના ભાઇ. આરવ, રીઆન, રણવીર, વિવાનનાં દાદા. તા.૨૨-૧૨-૨૩ના શુક્રવારના સ્વર્ગસ્થ થયા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૪-૧૨-૨૩ના સવારે ૧૦-૩૦થી ૧૨. ઠે. સોફિયા કોલેજ ઓડિટોરિયમ, બ્રીચકેન્ડી, મુંબઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker