મરણ નોંધ

જૈન મરણ

ધારી (કુબડા), હાલ વસઈ સ્વ. કુસુમબેન હીરાચંદ મોતીચંદ દેસાઈના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં. વ. ૭૬) ૨૧-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. ચૈતાલી, રીતેશ, પ્રિતેશના પિતા. મયુર, અ. સૌ. જોલી, અ. સૌ. પ્રિયંકાના સસરા. રમેશ, અશોક, પંકજ, સુભાષ, રાજેશ, નિરુપા, હર્ષા અને જસ્મીનાના ભાઈ. સ્વ. રતીલાલ ચત્રભુજ દોશીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૨૪-૧૨-૨૩ના ૧૦ થી ૧૨. ઠે: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર, વસઈ (વે.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધામેલ, હાલ વસઈ રોડ સ્વ. શાંતાબેન ભાઈચંદભાઈ વોરાના પુત્ર વિનોદરાય (ઉં. વ. ૭૩) ૧૯-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. સ્વ. દલીચંદભાઈ, સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. નટુભાઈ, સ્વ. સવાયલાલભાઈ, સ્વ. હસમુખભાઈ, જીતુભાઈ, સ્વ. ભાનુબેન અનંતરાય મગીયા, ગં. સ્વ. રમાબેન ભોગીલાલ મહેતા, સ્વ. કુમુદબેન વ્રજલાલ મકાણીના ભાઈ. ગૌરાંગ, સ્વેજલ, અલ્પા, તૃપ્તીના પિતા. નિખિલ વોરા, કલ્પેશ દોશી, બિરેન દેસાઈ, દિપિકાના સસરા. મહુવા નિવાસી બચુભાઈ બાવચંદભાઈ મહેતાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૨૪-૧૨-૨૩ના ૧૦ થી ૧૨. ઠે: વિશ્ર્વકર્મા હોલ, વીર સાવરકર નગર, આનંદનગર, વસઈ રોડ (વે.).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી, હાલ સાંતાક્રુઝ (વાકોલા) તે સ્વ. સરલાબેન ઇન્દ્રવદન શ્રોફના પુત્રવધૂ. તે કીર્તિભાઇ શ્રોફના ધર્મપત્ની દિપાલીબેન (દમયંતી) (ઉં. વ. ૬૮), તા. ૨૧-૧૨-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે વિશાલ, ગૌરવ, માનસીના માતુશ્રી. તે નીતુ, જીગીશા, પ્રથમેશના સાસુ. તે રૂપા રાજેશ શ્રોફના ભાભી. તે અમીશ્રીના મોટી મમ્મી. તે ધિયાનના દાદી. પિયર પક્ષે લક્ષ્મીબેન વસનજી આસુ છેડાના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૧૨-૨૩ના રવિવારે ૧૦થી ૧૨. ઠે. બીલાળા ભવન, ગુરુનારાયણ માર્ગ, આનંદ નગર, સાંતાક્રુઝ પૂર્વ, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા, હાલ ભાવનગર સ્વ. રમણીકલાલ ગોપાળજી કનાડીયાના ધર્મપત્ની પ્રભાવતીબેન તે ૧૯/૧૨/૨૩ના અવસાન પામેલ છે. તે નિલેશભાઈ, શૈલેષભાઇ, ભારતીબેન બકુલકુમાર, જ્યોતિબેન દિલીપકુમાર, સરોજબેન મનોજકુમાર, ધર્મિષ્ઠાબેન દિનેશકુમાર, વર્ષાબેન જયેશકુમારના માતુશ્રી. પ્રીતિ તથા દીપ્તિના સાસુ. મણીભાઈ, વિનુભાઈ, તારાબેન, ચંદ્રાબેન તથા ઇન્દુબેનના ભાભી. હીરાબેન તથા કાંતાબેનના જેઠાણી. પિયરપક્ષે કાંતિલાલ મગનલાલ દાઠાવાળાના દીકરી. ચક્ષુદાન, દેહદાન કરેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર, હાલ બોરીવલી, સ્વ. મુક્તાગૌરી વ્રજલાલ કુંભાણીના સુપુત્ર. તે સરોજબેનના પતિ ચંદ્રકાન્તભાઈ (ઉં.વ. ૭૬), તે વૈશાલી-કૌશલ, અમી-અમીતના પિતાશ્રી. તે સ્વપનિલના દાદા. તે સ્વ. રમેશચંદ્ર, હેમેન્દ્ર, રાજેન્દ્ર, કમલના ભાઈ. તે સાસરીયા પક્ષે પરશોત્તમ નરભેરામ માટલીયા (મહેતા)ના જમાઈ, તા. ૨૧-૧૨-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી (કુંબડા), હાલ વસઈ, સ્વ. કુસુમબેન હીરાચંદ મોતીચંદ દેસાઈના સુપુત્ર ચંદ્રકાન્તભાઈ (ઉં.વ. ૭૬), તા. ૨૧-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. ચૈતાલી, રીતેશ, પ્રિતેશના પિતા. શ્રી મયુર, અ.સૌ. જોલી, અ.સૌ. પ્રિયંકાના સસરા. રમેશ, અશોક, પંકજ, સુભાષ, રાજેશ, નિરૂપા, હર્ષા અને જસ્મીનાના ભાઈ. સ્વ. રતિલાલ ચત્રભુજ દોશીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૪-૧૨-૨૩ના ૧૦ થી ૧૨. સ્થળ- સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર, વસઈ-વેસ્ટ.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
નયનાબેન પુનાતર (ઉં.વ. ૮૪) દેવગામ, હાલ અંધેરી, તા. ૨૧-૧૨-૨૩ને ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. શ્રી. મગનલાલ રૂપચંદ પુનાતર (શાહ)ના ધર્મપત્ની. તે મનીષ, વિવેક, તરુણા વીરેન મહેતા, સંગીતા વિપુલ દોશી, રીટા કેતન શાહના માતુશ્રી. સોનલ તથા પ્રીતીના સાસુ. હિમાની ઉજવલ શાહ, પાર્થ તથા નિયતિના દાદી. તે બળેલ પીપરીયા નિવાસી દિનેશભાઈ, શાંતિભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈ ભીમાણીના બહેન. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૪-૧૨-૨૩ ૧૦ થી ૧૨. સ્થળ: ઋતુંભરા બેન્કવેટ હૉલ (કોલેજ), જેવીપીડી સ્કીમ, વિલે પાર્લા વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના ગુણવંતી રતનશી દેઢિયા (ઉં.વ. ૭૭) ૨૧-૧૨-૨૩ના અવસાન પામેલ છે સુંદરબેન ખીમજીના પુત્રવધૂ. રતનશી (બાબુ)ના ધર્મપત્ની. મંજુલા, પ્રજ્ઞા, રાજેશ, સ્મિતાના માતુશ્રી. ભુજપુરના મઠાંબાઇ શીવજી પાલણ શેઠિયાના પુત્રી. નરેન્દ્ર, વિરેન્દ્ર, ભાવનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: ગુણવંતી દેઢીયા, બી-૧,૨૦૪, વિશ્ર્વ ભારતી, કાંદરપાડા, દહીસર (વેસ્ટ) ૬૮.
બાડાના માતુશ્રી કેસરબેન ગાંગજી (મંગલ) મુરજી ગાલા (ઉં.વ. ૯૩) તા. ૧૯-૧૨-૨૩ના અવસાન પામેલ છે. ખીમઇબાઇ મુરજીના પુત્રવધૂ. ગાંગજી (મંગલ)ના ધર્મપત્ની. ઉમેદ, મણીબેન, લક્ષ્મી, વિશનજી, મંજુલા, વિરચંદ, ભરતના માતુશ્રી. ગોધરાના સુંદરબેન ધનજી છેડાના પુત્રી. કલ્યાણજી, પ્રેમજી, બાડાના રતન રામજી, જવેર નેમચંદના બેન. પ્રાર્થના: યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર (ઇ). ટા. ૨ થી ૩.૩૦. નિ.: વિશનજી ગાલા, ૩૦૧, પ્રેમ ઠાકર, આર.એચ.બી.રોડ, મુલુંડ (વે).
દેશલપુર (કંઠી)ના મણીબેન ટોકરશી ઉમરશીના સુપુત્રી લીલાવંતી શાહ (ઉં.વ. ૭૬) તા. ૨૦-૧૨-૨૩ના રાત્રે ૧૧.૧૫ કલાકે દેહ ત્યાગ કરેલ છે. ડિસા હાલે વિલેપાર્લાના નટવરલાલ શાહના પત્ની. દીપક, રાજેશ, ગીરીશ, ત્રિલોચના, જ્યોતિ, દિપ્તી, દર્શનાના માતા. જાદવજી, દમયંતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જાદવજી ટોકરશી બોરીચા, ૨૧૦૨, ઉતુંગા આરાધના, કસ્તુરબા ક્રોસ રોડ નં.૧, અભ્યુદય બેંકની સામે, બોરીવલી (ઇ.).
નરેડી હાલે અંબરનાથના બા.બ્ર.ધનજી ખીંયશી નાગડા (ઉં.વ. ૯૨) ૨૦-૧૨-૨૩ના સંથારો સીજેલ છે. લક્ષ્મીબેન ખીંયશી ભુલાના પુત્ર. ખેરાજ, ચુનીલાલ, વેલબાઇ, લીલાવંતીના ભાઇ. કોટડા (રો) જેઠીબાઇ લખમશીના દોહીત્ર. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. રાજેશ નાગડા, ૬૭, યશોધન નિવાસ, કાનસાઇ સેક્શન, અંબરનાથ (ઇ) ૪૨૧૫૦૧.
કાળધર્મ
ગુરુમાતા બા.બ્ર.પૂ. સરોજ સુજાતાસતી વૃંદના પૂ. સુધાજી મ.સ.પૂ. જ્યોત્સનાજી મ.સ. આદિ ઠાણા-પ, પાસે ૬૭ વર્ષની ઉંમરે પ.પૂ. સુપદમાજી મ.સ.જીનો સંથારો તા. ૨૦-૧૨-૨૦૨૩નાં થયેલ છે. તેઓશ્રી સંસાર પક્ષે સ્વ. કમલાબેન ચંદુલાલ શાહના પુત્રવધૂ. મહેન્દ્ર ચંદુલાલ શાહનાં ધર્મપત્ની. દિવમ અને અમિના માતુશ્રી. તેઓ પાળીયાદ નિવાસી પ્રભાબેન દલિચંદભાઈ હિરાચંદ ગોપાણીના પુત્રી, (સંસારી નામ સુધાબેન મહેન્દ્રભાઈ શાહ)ની ગુણાનુવાદ સભા તા. ૨૪-૧૨-૨૦૨૩નાં સવારે ૯.૩૦થી ૧૦.૩૦ કલાકે નીચેના સ્થળે રાખેલ છે. શ્રી મહાવીર સ્થા. જૈન સંઘ. ૧, સતિષ સોસાયટી, પાંડુરંગ વિદ્યાલયની સામે, માનપાડા રોડ, ડોમ્બિવલી (પૂર્વ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker