જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઈના સ્વ. પુષ્પા મનસુખ મોતા (ઉં. વ. ૫૪) સોમવાર, ૧૧-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. મીઠીબેન હિરજી મોતાના પુત્રવધૂ. સંચય, નેહલ, ધ્રુવી, સુહાની, પરિધીના માતુશ્રી. રાજેશ, અનુજ, વિશાલના સાસુ. જીયાંશીના નાની. ગામ સુવઈના સ્વ. વાલીબેન પોપટલાલ સાવલાની પૌત્રી. સ્વ. ગોમતીબેન વેલજીની પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: ૭૦૨, આનંદધામ, ધોબીઆળી, થાણા (વે.).
ગામ સામખીયાણીના સ્વ. વિસનજી ગાંગજી શિવજી ગડા (ઉં. વ. ૫૯) ૧૦-૧૨-૨૩ના મુંબઈ અવસાન પામેલ છે. તે રમાબેન શિવજી કરમણ ગડા ગેલાણીના પૌત્ર. સ્વ. લાધીબેન, ગં. સ્વ. મુરઈબેનના પુત્ર. પારૂલબેનના પતિ. સમીર, ભાવિનના પિતાશ્રી. પાર્શ્ર્વીના દાદા. આધોઈના સ્વ. પુરીબેન પોપટલાલ નરપાર ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: એ-૫૦૧, પાલ્ખી ઔરા ટાવર, દત્તપાડા રોડ, બોરીવલી (ઈ.).
ગામ પીપરાળા (હાલ ગાગોદર) સ્વ. પુનઈબેન અરજણ ભારમલ નિસર (ઉં. વ. ૭૬) શનિવાર, ૯-૧૨-૨૩ના મુંબઈ અવસાન પામેલ છે. સ્વ. પુરાબેન ભારમલના પુત્રવધૂ. અરજણ ભારમલના ધર્મપત્ની. સ્વ. લખદીર, સ્વ. ગોકળના ભાઈના ઘરેથી. સ્વ. દેમત, સ્વ. વેજીના ભાભી. રવજી, રમેશ, મણીલાલ, કમળા, કાન્તાના માતુશ્રી. ગામ ધાણીથરના સ્વ. ગડા ખિમઈબેન અરજણ મુરજીના દીકરી. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૫-૧૨-૨૩ના ૧૦ થી ૧૧-૩૦. પ્રા. સ્થળ: વિશ્ર્વકર્મા હોલ, આનંદનગર, વીરસાવરકર નગર, વસઈ રોડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
સ્વ. નરેશચંદ્ર શનીલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. ઉર્મિલાબેન (ઉં. વ. ૮૦) તે પરાગભાઈ, રૂપેશભાઈ, ફાલ્ગુનીબેનના માતુશ્રી. સંગીતાબેન, નેહાબેનના સાસુ. કુણાલી પાર્થ સવાઈ, વસ્તલ, પ્રિના અને ક્રીષાના દાદી. હિરાલાલ અમરચંદ કાપડિયાના પુત્રી. પ્રભાબેન બંસીલાલ ચોકસીના નાના બેન ૧૩-૧૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જસપરા હાલ મુલુંડ સ્વ. હર્ષદભાઈ રતિલાલ દીપચંદ શાહના ધર્મપત્ની સરોજબેન (ઉં. વ. ૬૮) ૧૨-૧૨-૨૩ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે શિલ્પેશ, જીંકલના માતુશ્રી. પૂર્વી, નિરવકુમારના સાસુ. ધ્રુશીલ ક્રીયાંશના દાદી તથા નાની. રંજનબેનના દેરાણી. સ્વ. રવિન્દ્રભાઈ, સ્વ. જયેશભાઈ, સ્વ. વિનોદીબેન, સ્વ. જયાબેન, સ્વ. મંજુલાબેન, ચંદ્રાબેન, સ્વ. રમાબેન, સ્વ. ઉષાબેન તથા રેખાબેનના ભાભી. તે ઘોઘા નિવાસી હાલ ભાવનગર સ્વ. રમણીકલાલ છોટાલાલ પારેખની દીકરી. ઠે. ૦૨, શ્રી નિવાસ બિલ્ડીંગ, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. (ચક્ષુદાન કરેલ છે.)
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુલતાનપુરના હાલ ધારી સ્વ. ભગવાનજીભાઈ હિરાચંદ જસાણીના પુત્ર ડો. જયસુખભાઈ (ઉં. વ. ૯૧) તે રાધાબેનના પતિ ૧૧-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીચંદભાઈ, સ્વ. કેશવલાલભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. રતિભાઈ, સ્વ. નાગરદાસભાઈ, સ્વ. કાશીબેન, સ્વ. ચંપાબેન તથા મુકતાબેનના ભાઈ. તે સ્મીતાબેન દિલીપભાઈ, કલ્પનાબેન પ્રફુલભાઈ, અતુલભાઈ, અમીતાબેન જોનુભાઈના પિતાશ્રી. તે હીનાબેનના સસરા અને તે સ્વ. કલ્યાણજીભાઈ ડુંગરસી માવાણીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૧૨-૨૩ના ધારી મુકામે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના રવિલાલ વેલજી દેઢિયા (ઉં.વ. ૭૦) તા. ૧૨/૧૨ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઈ વેલજી વેરશીના સુપુત્ર. લક્ષ્મીના પતિ. સમાઘોઘાના ગુણવંતી મનસુખ ગાલા, ધીરજ, મેરાવાના તરલા સંજય ભેદાના ભાઈ. સાભરાઈના બુધ્ધિબાઇ વિશનજી રતનશી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રવિલાલ દેઢીયા, શ્રીપાલ કોમ્પ્લેક્ષ, એ-૧, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈ.).
કાંડાગરાના પોપટલાલ ગાંગજી ગાલા (ઉં.વ. ૭૮) તા. ૧૨-૧૨-૨૩ના દેશમાં દેહત્યાગ કરેલ છે. તે ગંગાબેન ગાંગજીના સુપુત્ર. મગનલાલ, રતનશી, ખેતશી, રવિલાલ, બિદડાના મણીબેન વીરજી, ભુજપુરના દેવકાબેન કરમશી, રામાણીયાના લક્ષ્મીબેન તેજશી, નાના ભાડીયાના ચંચળબેન લક્ષ્મીચંદના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચંચળબેન લક્ષ્મીચંદ, ગાલા ફરીયો, કાંડાગરા મોટા, તાલુકો: મુંદ્રા/માંડવી.
દશા શ્રીમાળી જૈન
દામનગર, હાલ કફપરેડ ગુણવંતભાઈ (નાનાભાઈ) ઉત્તમચંદ અજમેરા (ઉં.વ. ૮૮) તે ૧૧/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાનુબેનના પતિ. ઉત્તમચંદ મોરારજીના પુત્ર. ધીરજલાલના ભત્રીજા. રસિકભાઈ, રમેશભાઈ, ઇન્દુબેન રસિકભાઈ કોઠારી, મધુબેન જયંતભાઈ સંઘરાજકા, કુસુમબેન કનુભાઈ દોશી, સુધાબેન કિશોરભાઈ જોબાલીયાના ભાઈ. જમનાદાસ પ્રભાશંકર શેઠના જમાઈ. પ્રાર્થનાસભા ૧૪/૧૨/૨૩ના ૫.૩૦ થી ૭.૦૦. ભારતીય વિદ્યા ભવન, ચોપાટી, મુંબઈ.
શ્રી દશાશ્રીમાળી દેરાવાસી જૈન
માળીયા મિયાણા, મોરબી હાલ મલાડ સ્વ. કિશોર મણિલાલ મહેતાનાં ધર્મપત્ની દક્ષાબેન મહેતા (ઉં.વ. ૭૫) તા. ૯/૧૨/૨૩ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નવલબેન લક્ષ્મીદાસ લાધાભાઈ શાહ, વેરાવળ હાલ કાંદિવલીનાં સુપુત્રી. અંકિત, પ્રતીક, કરિશ્માના માતા. મોનિકા, રિધ્ધી, મિતેષના સાસુ. સ્વ. દિનેશભાઈ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. નવીનભાઈ, રમેશભાઈ, સ્વ. ગિરીશભાઈ, મુકેશભાઈ, હંસાબેન રમેશચંદ્ર, નિરૂપમા જિતેંદ્ર, કાજલ બીપીનચંદ્રનાં ભાભી. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૧૫-૧૨-૨૩ શુક્રવાર ૩ થી ૫ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).