જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
સાયલા, હાલ દહિસર અલ્કેશભાઈ તારાચંદ શાહ (બટુક) (ઉં. વ. ૬૦) તે ૮/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતિબેનના પતિ. સૌમિલના પિતા. સુરેશ, સુનિતા લલિતકુમાર, મીના હેમંતકુમાર, નીલમ શરદકુમાર, કલા અતુલકુમારના ભાઈ. પન્નાબેનના દિયર. સાસરાપક્ષે વઢવાણ નિવાસી ભરતભાઈ, સ્વ. દિનેશભાઇ સૂર્યકાન્ત, શોભના હરીશકુમાર, રક્ષા કમલેશકુમાર, ભાવના જયેશકુમાર તથા આરતી રાજેશકુમારના બનેવી. મોના તથા સ્વ. દર્શનાના નણદોઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી (મહા)ના ઉત્તમચંદ રાયશી ગોસર (ઉં. વ. ૭૧) તા. ૧૦-૧૨-૨૦૨૩ના અવસાન પામેલ છે. ગોરબાઇ રાયશીના સુપુત્ર. મધુના પતિ. ધીરેન, અમિત, દિપેશ, પ્રીતેશના પિતા. મેરાવા કેસરબેન મોરારજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મધુબેન ગોસર, બી-૬૦૧, ડી.એસ.કે. સરસ્વતી, અન્નાભાઇ સાઠે માર્ગ, પારેખ નગર, મલાડ (ઇ.), મું. ૯૭.
ભોરારા હાલે પુનાના બિપીન ગાંગજી દેઢિયા. (ઉં. વ. ૬૧) તા.૯-૧૨-૨૩ના પુનામાં અરિહંત શરણ પામેલ છે. શાંતાબેન ગાંગજીના સુપુત્ર. રીનાના પતિ. આકાશ, તપનના પિતાશ્રી. કપાયા સુશીલા જયંતિલાલ મામણીયા, પત્રી નયના અજીત ગડા, પ્રકાશ, રમેશના ભાઈ. સેલવાસ ચંચળબેન ખંડુભાઈ મોરારજી પટેલના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. બિપીન ગાંગજી દેઢિયા. મહર્ષિનગર, સંગમપાર્ક સો., ગોવર્ધન સો., એ-૧, બિ., ફ્લેટ નં.૨૨, પુના-૩૭.
દેશલપુર (કંઠી)ના કિરણ લખમશી વીરા (ઉં. વ. ૬૨) તા. ૧૦-૧૨-૨૩ના અવસાન પામ્યા છે. માતુશ્રી જયવંતી લખમશીના સુપુત્ર. ઉષાના પતિ. માનસી, રોહનના પિતા. મીનાક્ષી, શીલા, ભાવના, ભારતી, હીનાના ભાઇ. કપાયાના નિર્મળા હીરજી ખીંયશીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈ. શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. ઠે. કિરણ વીરા, ૫૦૧, એ વિંગ, આદિનાથ એપાર્ટમેન્ટ, ૨૮૧, તાડદેવ રોડ, ગ્રાન્ટ રોડ (વે.) ભાટીયા હોસ્પીટલની ગલીમાં, મું. ૭.
રાયણના અ.સૌ. જયાબેન ગડા (ઉં. વ. ૭૫) તા. ૧૦-૧૨-૨૦૨૩ના અવસાન પામેલ છે. ઉમરબાઇ કરમશી વેલજી ગડાના પુત્રવધૂ. કાંતીલાલના ધર્મપત્ની. જયેશ, મેહુલના માતુશ્રી. કુંવરબાઇ દેવરાજના સુપુત્રી. નાગજી, કલ્યાણજી, વસનજી, ડેપા દિવ્યા મુલચંદ, કોડાય નિર્મળા અમૃતલાલના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડ્રેસ: કાંતીલાલ કરમશી, એ-૩૦૧, ઓમ સૃષ્ટી સોસાયટી, ડમ્પીંગ રોડ, બુધ્ધ વિહારની સામે, મુલુંડ (વે.), મું. ૮૦.
કોટડા (રોહા)ના અ.સૌ. વાસંતી સતીષ હીરજી ગાલા (ઉં. વ. ૭૮) તા. ૧૦-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન (ખેતબાઇ) હીરજી હેમરાજ ગેલાના પુત્રવધૂ. ધીરેન (રાજા)ના માતા. દેવપુર નેણબાઇ શામજીના પુત્રી. દિપક શામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. ધીરેન એસ.ગાલા, ૯, ધનંજય કૃપા, રામનગર, ડોંબીવલી (પૂર્વ) ૪૨૧૨૦૧.
વાંકીના પ્રભાવતી (કુંવરબાઈ) કુંવરજી છેડા, (ઉં. વ. ૮૪), (તા.૧૦/૧૨)ના અવસાન પામેલ છે. લાખણીબાઈ નાનજી હીરાના પુત્રવધૂ. કુંવરજીના પત્ની. કિશોર, સંજય, નિર્મળા, ભારતી (જીગ્ના), ભાવનાના માતુશ્રી. પત્રી લક્ષ્મીબેન વશનજી નેણશીના પુત્રી. જયંતી, સાકર, ઝવેર, હેમલતા (મીના)ના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: હીના છેડા, બી-૪/૧૨, કૈલાશચંદ્ર હા. સો. (મહેન્દ્રનગર), ડા. પ. રોડ, મલાડ (ઈ.), મું-૯૭.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
બાજરડા, હાલ કાંદિવલી રજનીકાંત શાંતિલાલ શાહના ધર્મપત્ની ઇંદુબેન (ઉં. વ. ૭૮) તે ૯-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હેમાંશુના માતુશ્રી. નીતાના સાસુ. રોનકના દાદી. સ્વ. દીપચંદભાઇ ભુરાભાઇ દેસાઇના દીકરી. રમેશચંદ્ર નંદલાલ શાહના વેવાણ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
પાટણ લખિયારવાડાના હાલ વિલેપાર્લા જનકભાઇ શાહ (ઉં. વ.૫૯) તે સ્વ. અરવિંદકુમાર બાપુલાલ શાહ તથા સ્વ. સરલાબેન શાહના સુપુત્ર. તે ભાવિનિબેનના પતિ. તે બિંદિ ધ્રુવકુમાર શાહ તથા હર્ષિલના પિતા. તે હિનાબેન નેમિકુમાર, પન્નાબેન દાનેશકુમારના ભાઇ. તથા મોરબી નિવાસી વાસંતીબેન મહેન્દ્રકુમાર દફતરીના જમાઇ. તા. ૧૧-૧૨-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૨-૨૩ના મંગળવારે ૩થી ૫. ઠે. આજીવાસન હોલ, જુહુ તારા રોડ, એસ. એન. ડી. ટી. કોલેજની બાજુમાં, સાંતાક્રુઝ (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ મુલુંડ મહાસુખભાઇ નેમચંદ વોરાનાં ધર્મપત્ની ચંદ્રિકાબેન (રેખાબેન) (ઉં. વ. ૭૩) સોમવાર તા. ૧૧-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સમીર, પિંકીના માતુશ્રી. આરતી તથા હરેશકુમાર પૂનમચંદ લાખાણીના સાસુ. ધુ્રવના નાની. સ્વ. હિરાભાઇ, અનંતરાય, સ્વ. કાંતાબેન તલકચંદ શાહ, ચંદ્રાબેન ભોગીલાલ શાહ, વિલાસબેન ભુપતરાય શાહના ભાભી. પિયર પક્ષે શિહોર (પાર્લા) નિવાસી વાસા કેશરીચંદ ઠાકરશીનાં દિકરી. સાદડી તથા લૌકીક વ્યવહાર રાખેલ નથી.
ક. વિ. ઓ. જૈન
ગામ દેશલપુર (કંઠી)ના કિરણ વીરા (ઉં. વ. ૬૨) તા. ૧૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી જયવંતી લખમશીના સુપુત્ર. માતુશ્રી હિરબાઇ શામજીના પૌત્ર. ઉષાના પતિ. માનસી, રોહનના પિતા. એકતા અને સુરતના યશ ચોકસીના સસરા. મિનાક્ષી, શીલા, ભાવના, ભારતી, હિનાના ભાઇ. કપાયાના નિર્મળા હિરજી ગોગરીના જમાઇ. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૨-૧૨-૨૩ના ૨થી ૩-૩૦. ઠે. ૫૦૧ એ, આદિનાથ એપાર્ટમેન્ટ, ૨૮૧ તારદેવ રોડ, ગ્રાન્ટરોડ, (વેસ્ટ).