મરણ નોંધ

જૈન મરણ

ખંભાત વીશા શ્રીમાળી જૈન
હાલ બોરીવલી દિલીપભાઇ કાન્તીલાલ શાહ (ઉં. વ ૭૦) તા. ૭-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. જેઓ સ્વ. ભુપેન્દ્રભાઇ, વિજયભાઇ અને સુચીતાબેન જયેશભાઇ શાહના મોટાભાઇ. સ્વ. રક્ષાબેન અને વર્ષાબેનના જેઠ. નિક્કી, વૈદેહી, વિક્રમ, હિનલના કાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
રાણપુર ભેસાણ, હાલ મીરારોડ અ. સૌ. ચારુલતાબેન (ઉં. વ. ૭૬) શુક્રવાર તા. ૮-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અશોકભાઇ મકનજી કોરડીયાના ધર્મપત્ની. મનસુખલાલ, નગીનભાઇ, મહેન્દ્રભાઇ, મહાસુખભાઇ, મંજુબેન, રસીલાબેનનાં ભાઇનાં પત્ની. તે હેમાલી મનીષભાઇ મહેતા, કવિતા હિતેશભાઇ મહેતાના માતુશ્રી. પિયર પક્ષે વૃંદાવનદાસ મોતીચંદ શેઠના પુત્રી. બિપીનભાઇ, જયોત્સનાબેન, નયનાબેનના બહેન. શત્રુંજય ભાવયાત્રા રવિવાર તા. ૧૦-૧૨-૨૩ના ૩થી ૫. ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (પશ્ર્ચિમ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ. રમેશ જીવરાજ ગડા (ઉં.વ. ૬૪) તા. ૬-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. જોમાબેન મુરજી હેમરાજના પૌત્ર. સ્વ. વેજીબેન જીવરાજ મુરજીના પુત્ર. નયનાબેનના પતિ. અનિતાના સસરા. કુંવરજી, કસ્તુર, પ્રવિણના ભાઈ. ભચાઉના સ્વ. ભચીબેન રણધીર નાથા છાડવાના જમાઈ. પ્રાર્થના સ્થળ: અચલગચ્છ જૈન સંઘ, જોગેશ્ર્વરી-ઈસ્ટ, પ્રાર્થના તા. ૯-૧૨-૨૩, ટાઈમ. ૧૦થી૧૧.૩૦.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દેપલા, હાલ ઘાટકોપર દોશી જમનાદાસ ગુલાબચંદના સુપુત્ર જીતેન્દ્ર (ઉં.વ. ૬૪) તે સ્વ. દક્ષાબેન અને હિનાબેનના પતિ. ધારા દર્શનકુમાર, દિશા મયંકકુમારના પિતાશ્રી. કિર્તીભાઈ, પદ્માબેન મનસુખલાલ, અરુણાબેન રમેશભાઈ, રમીલાબેન ચેતનકુમારના ભાઈ. રચનાબેનના જેઠ. શ્ર્વસુર પક્ષે દલીચંદ હીરાચંદ શાહ, મનસુખલાલ કાળિદાસ શાહના જમાઈ. (સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણી હાલે વડાલાના રામજી દેવજી ધરોડ (ઉં. વ. ૭૩) તા. ૭/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. મઠાબાઇ / મુરીબાઇ દેવજી વજપારના પુત્ર. હંસાના પતિ. હેતલ, પાયલના પિતા. લક્ષ્મીબેન, વેલજીભાઇના ભાઇ. ડેપાના કેસરબેન ભવાનજી દેવરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રામજી દેવજી ધરોડ, ૧/૨૨, ગલીયાકોટ, લક્ષ્મી કોલોની, ચેમ્બુર, મુંબઇ-૭૪.
લાખાપરના ભાનુમતી (ઝવેર) મારૂ (ઉં. વ. ૭૭) તા. ૬-૧૨-૨૩ના અવસાન પામેલ છે. મેઘબાઇ ગણપત ખેરાજ મારૂના પુત્રવધૂ. કુંવરજીના ધર્મપત્ની. હંસા હીના નીલેશ મંજુના માતુશ્રી. વેલબાઇ ભાણજીના પુત્રી. ધનજી મહેન્દ્ર પ્રવીણ હસમુખ શાંતીલાલ ભરત જ્યોત્સનાના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. (નેત્રદાન, ત્વચાદાન કરેલ છે) નિ. મંજુલા દેઢીયા, બી/૧૦૧, શિવ સિધ્ધી, જીવ્હી સ્કીમ રોડ નં.૧, મુલુંડ (ઇ.).
બાડાના દામજી રતનશી ગડા (ઉં. વ. ૬૭) તા. ૬-૧૨-૨૦૨૩ના બેંગલોર મધ્યે અવસાન પામેલ છે. ગંગાબાઈ રતનશી વેલજીના સુપુત્ર. નયના (નિર્મળા)ના પતિ. નિલેશ, રાહુલના પિતા. બચુબાઈ, પ્રેમજી, રામજી, તલકશી, પ.પૂ. સા.શ્રી નમ્રગુણાશ્રીજીના સંસારપક્ષે ભાઈ. ઉનડોઠના તેજબાઈ/લક્ષ્મીબેન વલ્લભજી ખેરાજના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. સં. કરશન લધુ નિસર હોલ (દાદર). ટા. ૨ થી ૩.૩૦.
સૂરત વીશા ઓસવાલ મૂર્તિપૂજક જૈન
સૂરત નિવાસી હાલ મુંબઈ દિનેશ જવેરી (ઉં. વ. ૮૦), તે પાનાચંદ ગુલાબચંદ ઝવેરી અને મમતા જવેરીના પિતાશ્રી. તે નયનાબેન, સ્વ. ભારતીબેન અને રાજેન્દ્રભાઈના ભાઈ. તે પ્રગ્નેશ રમણીકલાલ જવેરી અને પ્રેમલ અશોક જવેરીના સસરાજી. વત્સલ, સજીલ અને હર્ષિલના નાના, ગુરૂવાર તા. ૭-૧૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button