મરણ નોંધ

જૈન મરણ

ધોરાજી હાલ કલકત્તા સ્વ. વિરેશકુમાર જયંતીલાલ ભણસાલીના ધર્મપત્ની ઉષાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૦-૧૧-૨૩, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે જિનેશ, સિદ્ધાર્થના માતુશ્રી. પાયલ, કાજલના સાસુ. ઉત્સવ, પ્રથમ, યુગમના દાદી. પિયર પક્ષે સ્વ. કાંતિલાલ રામજી વોરા અમરેલીવાળાના દિકરી. નલીનભાઈ, હિતેશભાઈના બેન.
મચ્છુકાંઠા વિશા શ્રી સ્થા જૈન
વાંકાનેર, હાલ ભાયંદર સ્વ. મધુકાન્તા છબીલદાસ પરસોતમ ગારડીના પુત્રવધૂ નિરૂપાબેન (નીલાબેન) તે નરેશભાઈ ગારડીના ધર્મપત્ની (ઉં.વ. ૬૦) તે રૂપાબેન શ્રેયાંશભાઈ ભીમાણી, તેજલબેન જીગ્નેશભાઈ શાહના માતુશ્રી. મીનાબેન મહેન્દ્રકુમાર મહેતા, સ્વ. સરોજબેન શૈલેષભાઇ દોશી, અજીતભાઈ, સ્વ. ભાવનાબેન મુકુંદરાય દોશીના ભાભી. પિયરપક્ષે સ્વ. મંજુલાબેન મનહરલાલ દોશીના પુત્રી. શોભનાબેન, દક્ષાબેન, યોગેશભાઈ, હિતેષભાઇના બહેન, ૨૦/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. : ૨૦૧, સાલાસર જ્યોત, બાગેશ્રી પાર્ક, શિવસેના ગલ્લી, ભાયંદર વેસ્ટ.
ગોડવાલ ઓસવાલ જૈન
ખુડલા, હાલ બોરીવલી સ્વ. ચંપાલાલજી છગનમલજી પરમાર (ઉં.વ. ૭૭) તે ૧૯/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નારંગીબાઈના પતિ. સ્વ. પોકીબાઇ શાંતિલાલજી, સ્વ. મોહિનીબાઇ કેસરીમલજી, સ્વ. ચંદાબાઇ હસ્તીમલજી, સુશીલાબાઈ વાસ્તિમલજી, દરિયાબાઈ જયંતીલાલજી, ઇન્દ્રાબાઈ રમેશજી, ફેન્સીંબાઇ કિશોરજીના ભાઈ. મમતા રાજેન્દ્ર, નીતા ચંદ્રકાન્ત, દિવ્યા રાકેશ, સીમા રોશન, રેખા મહિપાલના પિતા. ગુંજન મિતેષ, પિયુષ, દર્શિલ, મિત, નિધિ, વત્સલજી, કવિશા, ઝલક, ધ્વનિત, દ્રષ્ટિ, હાર્દિક, દર્શિતના દાદા. સસુરાલ પક્ષ: સ્વ. નંદાબાઇ ચુનીલાલજી ધોકા, રમેશલાલજી, કેવલચંદજી, ભવરલાલજી, કિરણરાજજી, સ્વ. ચંપાલાલજી ધોકા સાંડેરાવ હાલ બારસી તેમની શત્રુંજય ભાવયાત્રા તા. ૨૨/૧૧/૨૩ના ૧૧ થી ૧. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ. બંને પક્ષની ભાવયાત્રા સાથે રાખેલ છે.
સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
ગોંડલ, હાલ મલાડ સ્વ. દલપતભાઈ ડાહ્યાભાઈ મહેતાના પુત્રવધૂ તથા અશ્ર્વિનભાઇ મહેતાના ધર્મપત્ની ચંદ્રાવલી તે સ્વ. રજનીભાઇ, સુરેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ. ભારતીબેન જીતુભાઇ હેમાણી, ગં. સ્વ. તરલાબેન (તારાબેન) શાંતિલાલ ઘેલાણીના ભાભી. સ્વ. પુષ્પાબેન તથા સ્વ. ચંદ્રકાન્તભાઈ શાહના પુત્રી. રમેશભાઈ શાહ, સ્વ. અતુલભાઈ તથા ઉર્મિલાબેન શાહના બહેન. ૨૦/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વડીયા, દેવલી, હાલ મલબાર હીલ મુંબઇ સ્વ. પીયુષભાઇ રૂગનાથ દોશીના ધર્મપત્ની અરુણાબેન (ઉં. વ. ૭૬) સોમવાર, તા. ૨૦ નવેમ્બર ૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રીપલ-ધરા, તેજલ-અનિરુદ્ધના માતુશ્રી. કાંતિભાઇ-મંજુલાબેનના ભાભી. સ્વ. ચીમનલાલ કપૂરચંદ ટીંબડીયાના દિકરી. કેતન, કોનલ અને સેજલના કાકી. પ્રાર્થનાસભા, ગુરુવાર તા. ૨૩-૧૧-૨૩ના ૫-૩૦થી ૭. ઠે. સોફીયા ઓડિટોરિયમ, બ્રીચ કેન્ડી, મુંબઇ-૨૬.
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. સુરેશ રતનશી રાયશી ગડા (ઉ.વ. ૬૦) તા. ૧૯-૧૧-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. ગોમતીબેન રતનશીના સુપુત્ર. લીલાના પતિ. નિકુલ, ધવલના પિતાશ્રી. રમેશ, હસમુખ, વિનોદ, ચંદ્રકાન્ત, પ્રકાશ, સ્વ. મંજુલા, ગં. સ્વ. મણી, પ્રભા, શારદાના ભાઇ. નેહલ, મિતાલીના સસરા. હલરાના રામજી લખમણ છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બી-૬૦૨, વિશ્ર્વવિલા બિલ્ડિંગ, રામચંદ્ર લેન, મલાડ (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. મણશી ભચુ કારા ગડાના (ઉં. વ. ૮૩) તા. ૧૯-૧૧-૨૩ના રવિવારના અવસાન પામેલ છે. તે માતુશ્રી અરઘાબેન ભચુના સુપુત્ર, કેસરબેનના પતિ. નાનજી, વિનય, કંચનના પિતાશ્રી. કકરવાના મનિષ નંદુ, સારિકાના સસરા. કાનજી, પુનશી, અમરશી, ચુનીલાલ, દેવશી, ગં. સ્વ. રત્નાબેન, ગં. સ્વ. અમૃતબેનના ભાઇ. વેલુબેન, મંજુલાબેન, મંજુલાબેન દમયંતીના જેઠ. સ્વ. જીવતીબેન ખેરાજ ફરીયાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. અમીના બેગમ ચાલ, મકરાની પાડા, રાણી માર્ગ, મલાડ (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના જૈનમ ધર્મેશ મામણીયા (ઉં.વ. ૧૬) તા. ૨૦-૧૧-૨૩ના અવસાન પામેલ છે. રશ્મી પ્રફુલ્લના પૌત્ર. કલ્પા ધર્મેશના સુપુત્ર. યુવાંશ મામણીયા, ભાગ્ય સાવલા, તીર્થ ગાલાના મોટા ભાઇ. ચંદન મહેન્દ્રના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રફુલ મામણીયા, ૪૦૨, જૈનમ ટાવર, ક્રોસ વાય.આર. તાવડે રોડ, બેંક ઓફ મહારાષ્ટ્રની પાછળ, દહીંસર (ઇ.).
કુંદરોડીના મુકેશ મેઘજી છેડા (ઉં.વ. ૬૧) તા. ૧૮-૧૧-૨૩ના અરિહંતશરણ થયેલ છે. માંકબાઇ મેઘજીના પુત્ર. અનિતાના પતિ. મીહીર, નિયતીના પિતાશ્રી. હરીલાલ, હસમુખ, ગીરીશ, હરીશ, લાખાપરના ઝવેરબેન નેમજી, ભાનુબેન પ્રેમજી, ભોરારાના કુસુમબેન નાનજી, સમાઘોઘાના વનિતાબેન ધીરજ, ભુજપુરના કોકીલાબેન કેશવજી, ગુંદાલાના પુષ્પાબેન જયંતીના ભાઇ. જ્યોતિબેન વસનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મુકેશ મેઘજી છેડા, ૩૦૬/સી, પરમાર કો.ઓ.હા.સો., પરાંજપે નબીથ સ્કીમ નં. ૨, પારલા (ઇસ્ટ).
કોડાયના લક્ષ્મીચંદ નાનજી રવજી વિસરીયા (ઉં.વ. ૮૧) તા. ૨૦/૧૧/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. માતુશ્રી મઠાબાઈ નાનજી રવજી (શીવડીવાલા)ના સુપુત્ર. શોભનાબેન (સુંદરબેન)ના પતિ. પ્રશાંત, બીનાના પિતાશ્રી. નવિનચંદ્ર, સ્વ. પોપટલાલ, અરવિંદ, મહેન્દ્ર, સ્વ. કસ્તુરબેન, ધનવંતી (ઉષા), ઉર્મિલા, ભારતીના ભાઈ. દેશલપુરના સ્વ. મેઘબાઈ આણંદજી ભુલા ગંગરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મીચંદ વિસરીયા : ૧૩૧, અંતરિક્ષ, કાકાસાહેબ ગાડગીલ માર્ગ, પ્રભાદેવી, મું. ૨૫.
વડાલાના રતનશી લાલજી નિસર (ઉં.વ. ૮૪) તા. ૧૯-૧૧-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. તેજબાઈ લાલજીના પુત્ર. જવેરબેનના પતિ. પરેશ, વર્ષા, નીતાના પિતા. લક્ષ્મીચંદ, બેરાજા સાકરબેન વલ્લભજી, સમાઘોઘા રૂક્ષ્મણીબેન કેશવજીના ભાઈ. લક્ષ્મીબેન પુનશી વિસરીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: પરેશ રતનશી નિસર. સી-૯૦૨, પ્રથમ ગણેશા બિલ્ડીંગ, પ્રથમ સર્કલ, ગ્રીન સીટી રોડ, પાલ, સુરત-૩૯૪૫૧૦.
પત્રીના સુશીલાબેન (સાકરબેન) વિશનજી છેડા (ઉં.વ. ૮૮) તા. ૨૦-૧૧-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. જીવીબેન કાનજી ડુંગરશીના પુત્રવધૂ. વિશનજીના પત્ની. જીતેન્દ્ર, રસિક, હેમંત, અરૂણા, નીતાના માતા. લાખાપુર જેઠીબાઈ ધારશી વરજાંગ શેઠિયાના પુત્રી. ભવાનજી, લક્ષ્મીચંદ, પત્રી લક્ષ્મી હેમચંદના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ : હેમંત વિશનજી છેડા. એ-૭, શ્રેયસ, બીજી હસનાબાદ લેન, સાંતાક્રુઝ (વે).
રામાણીયાના અમૃતબેન રાંભિયા (ઉં.વ. ૮૬) તા. ૧૯-૧૧-૨૩ના અવસાન પામેલ છે. જેઠીબાઇ માલસી ભારમલના પુત્રવધૂ. ડેપાના લધીબાઇ વેલજી હંસરાજના સુપુત્રી. સ્વ. લક્ષ્મીચંદના પત્ની. નવીન, બીપીન, પ્રદિપ, જ્યોત્સનાના માતુશ્રી. મોરારજી, ગાંગજી, રાઘવજી, ખીમજી, ભવાનજી, કેસરબેન, લક્ષ્મીબેનના બેન. પ્રા.: બપોરે ૨.૩૦ થી ૪.૦૦ સ્થળ : માનવ સેવા સંઘ, સાયન, નિવાસ : નવીન રાંભીયા, ૪૦૨, ક્લેમસન ક્રોફટ, નવીન ઠકકર રોડ, પાર્લે (પૂર્વ).
દેશલપુર (કંઠી)ના શાન્તાબેન ધનજી ભારાણી (ઉં.વ. ૯૦) તા. ૨૦-૧૧-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન કેશવજી ભારાણીના પુત્રવધૂ. ધનજીના ધર્મપત્ની. દીપ્તિ, હીતેનના માતા. ભુજપુરના દેવજી રતનશી દેઢિયાના સુપુત્રી. હરીલાલભાઇ, જયંતિલાલભાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિતેન ભારાણી, ૨, માલા એપાર્ટમેન્ટ, સરસ્વતી રોડ, સાંતાકુઝ (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દામનગર, હાલ ઘાટકોપર ચંદ્રવદન ધીરજલાલ અજમેરાના ધર્મપત્ની અ.સૌ. કુમુદ (ઉં.વ. ૭૪), તે જીતેશ, દીપેશના માતુશ્રી. અ.સૌ. હેમાલી, પ્રિતીના સાસુજી. તે ચિ. નિધી, હિનલના દાદી. તે સ્વ. વિનોદભાઈ, રમેશભાઈ, સ્વ. મંજુબેન, સ્વ. મધુબેન, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. હંસાબેન, આશાબેન, વિણાબેનના ભાભી. તે મોટીમોણપરી નિવાસી સ્વ. દલીચંદ ભુરાભાઈ કમાણીના દિકરી, રવિવાર, તા. ૧૯-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૩-૧૧-૨૩ના ૪.૩૦ થી ૬.૩૦ પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button