જૈન મરણ
મચ્છુકાંઠા વિસાશ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ-અંધેરી) કાંતિલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની કુમુદબેન (ઉં. વ. ૭૮) તે અલ્પેશ નીતા શાહ, નીતા ભાવેશભાઈ દોશી, મોના રોહિતભાઈ સોલાણીના માતુશ્રી. દિશા, પહેલ, દેવાંશ, વિનીતના દાદી/નાની તે પિયરપક્ષે સ્વ. વનચંદ અભેચંદ મહેતાની દીકરી શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. (પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.)
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ (મોરવાડ), હાલ બોરીવલી સ્વ. જયાબેન જાદવજી ન્યાલચંદ ગોસલિયાના પુત્ર અને રેખાબેનના પતિ રમેશભાઇ (ઉં. વ. ૭૪) તે મેહુલ, નિરવના પિતા. શીતલ અને દર્શિતાના સસરા. તે સ્વ. વિજયાબેન પાનાચંદ શાહ, સ્વ. નવીનભાઇ, કિશોરભાઇ અને જાગૃતિ અશ્ર્વિનભાઇ તુરખીયાના ભાઇ. તે સ્વ. તારાબેન શાંતિલાલ સંઘવીના જમાઇ. તા. ૧૬-૧૧-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૧૧-૨૩ના સવારના ૧૦થી ૧૧-૩૦. ઠે. શ્રી. સ્થા. જૈન સંઘ ઉપાશ્રય, એલ.ટી.રોડ, ડાયમન્ડ ટોકીઝ સામે, બોરીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દીહોર, હાલ ભાવનગર પારેખ જયંતીલાલ મેઘજીભાઇના પુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૬૪) તા. ૧૬-૧૧-૨૩ના ગુરુવારના અવસાન પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. તે ધવલના પિતાશ્રી. ખુશ્બુના સસરા. તે નવીનભાઇ, મહેન્દ્રભાઇ, મહાસુખભાઇ, ભાવનાબેન. સુરેશકુમારના ભાઇ. પુ. સા. ધ્યાન રેખાશ્રીજી તથા પુ. સા. દિવ્યેશ રેખાશ્રીજીનાં સંસારી ભાઇ. ખીમચંદભાઇ ગોપાળજીભાઇ શાહના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૧-૨૩ના રવિવાર સવારે ૯-૩૦થી ૧૧-૩૦. ઠે. લોકાગચ્છ જૈન સંઘની વાડી, ભીડભંજન ભાવનગર મુકામે રાખેલ છે.
પોરબંદર દશા શ્રીમાળી જૈન
પોરબંદર, હાલ ફોર્ટ મુંબઇ સ્વ. છોટાલાલ હરીલાલ શાહ તથા સ્વ.કાંતાબેન (નીમુબેન)ના સુપુત્ર અશ્ર્વિન શાહ (ઉં. વ. ૭૬) તે યશ્ર્વીના બેનના પતિ. મિનાક્ષી, ગુણવંતલાલ શાહ અને લેખા મધુકર શેઠના ભાઇ. પારૂલ, કિંજલના પિતા. અનિલકુમાર શાહ તથા ધ્વનીના સસરા. અમી, પલ, રિષીના નાના-દાદા. ગુરુવાર, તા. ૧૬-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી જૈન
ધ્રાગંધ્રા-જીવા હાલ મુંબઇ સ્વ. ધીરજલાલ પાનાચંદ મનોરદાસ શાહનાં ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૮) ગુરુવાર, તા. ૧૬-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અમિત, જૈમિન, સંગીતા તથા રૂપલના માતુશ્રી. તે સલોમી, અલ્પા, શ્રીધરકુમાર તથા અમિતકુમારનાં સાસુ. તે સ્વ. વિલાસબેન કાંતિલાલ, સ્વ. હંસાબેન દિનેશકુમાર, સ્વ. ઉષાબેન વિનયકુમાર, સ્વ. કુમુદબેન સુરેશચંદ્ર, સ્વ. સરોજબેન રમેશચંદ્ર શાહનાં ભાભી. તે સ્વ. ડો. એસ. રાધાક્રિષ્ણન, સ્વ. ગુણવંતભાઇ સંઘરાજકા, સ્વ. રમણીકભાઇ મહેતા, દયાલભાઇ જૈનનાં વેવાઇ. પિયર પક્ષે ધોલેરા નિવાસી સ્વ. શાંતિભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. નંદલાલભાઇ, સ્વ.અમૃતભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. સુભદ્રાબેન, સ્વ. સવિતાબેન બાવીસી, સ્વ. સદગુણાબેન બાવીસી, સ્વ. શારદાબેન બાવીસીના બહેન. પ્રાર્થનાસભા : રવિવાર, તા. ૧૯-૧૧-૨૩ના સવારના ૧૧થી ૧૨-૩૦. ઠે. એફ.પી.એચ.ગરવારે હોલ, રેસ ક્રોસ ટફ ક્લબની બાજુમાં, મહાલક્ષ્મી મુંબઇ.
સ્થાનકવાસી જૈન
લાઢી-માલેગાવ હાલ મલાડ દિલીપભાઇ અમ્રતલાલ ભિમાણી (ઉં. વ. ૬૯) સ્વ. અમ્રતલાલ નરસિંહદાસ ભિમાણી તે સ્વ. પુષ્પલતા ભિમાણીના પુત્ર. તે સુધાબેનના પતિ. ભાવિ જીમીત ડેલીવાળા, દર્શીતા નીરવ ગાંધી, અંકિતના પિતાશ્રી. તે ભાઇ દીપક, ચંદ્રકાંત, હિતેશ તથા બહેન, સ્વ. નયનાબેન રણજીતભાઇ પારેખના ભાઇ. ધારી નિવાસી સ્વ. મોહનલાલ પ્રેમજીભાઇ દેસાઇના જમાઇ. ગુરુવાર તા. ૯-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૧-૨૩ના રવિવાર, ૧૦થી ૧૨ ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અગિયારીવાળા હાલ વાપી શેઠ પ્રકાશભાઇ મનસુખલાલના ધર્મપત્ની હર્ષાબેન (ઉં. વ. ૬૧) તે અરિહંતશરણ પામેલ છે. જે વૈભવ, જીનેશ, વિરલના માતુશ્રી. તથા દર્શનાબેનના સાસુ. તથા નીવના દાદી. હંસાબેન જયસુખભાઇ, ઉષાબેન ચંદ્રકાન્ત, વર્ષાબેન રમેશભાઇ તથા જયાબેન જયંતીલાલ, મંગળાબેન પ્રવીણચંદ્ર, મધુબેન જિતેન્દ્રકુમાર, જયોતીબેન હર્ષદરાયના ભાભી. પિયર પક્ષે હાથસનીવાળા જયંતીલાલ દોશી હાલ ભાવનગરવાળાના દીકરી. માતૃવંદના તા. ૧૯-૧૧-૨૩ના રવિવારે સવારના ૧૦થી ૧૨. ઠે. નૂતન સંકુલ, અજિતનાથ જિનાલય સામે, નેહરુ સ્ટ્રીટ, વાપી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયા (તુંબડી)ના રોહીત શામજી રાંભીયા (ઉં.વ. ૪૪) તા. ૧૬-૧૧-૨૩ના અવસાન પામેલ છે. દમયંતી શામજીના સુપુત્ર. મનપ્રિતના પતિ. આદિત્યના પિતા. ભાવના, પારૂલના ભાઇ. લંડનના ઇશ્ર્વરસિંહ ગરેવાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રોહીત શામજી, ૨૨૯/૩/૪, તનેયા સોસાયટી, સાગર નગર, અપર ડેપો પાડા, પાર્ક સાઇટ, વિક્રોલી (વેસ્ટ).
મોખાના ડિમ્પલ જીગ્નેશ ગંગર (ઉં.વ. ૫૦) ૧૨/૧૧/૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન મગનલાલ હીરજીના પુત્રવધૂ. જીગ્નેશના ધર્મપત્ની. જ્યોત્સના જાદવજી ગાલાની પુત્રી. જિતેન્દ્ર, લાખાપુરના નયના પ્રફુલ શેઠીઆ, ઉર્મિલા નાનજી શેઠીઆ, ચિપલુનના જ્યોતી અમીત ઘાણેકરના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કસ્તુર ગંગર, રૂમ નં. ૬, પહેલા માળે, ગણપત નિવાસ, લક્ષ્મી નેરૂલકર રોડ, સંગીતાવાડી, ડોંબીવલી (પૂર્વ ).
ઝાલાવાડી દશા શ્ર્વે. મુ. પુ. જૈન
થાનગઢ, હાલ કાંદિવલી સ્વ. ચંપાબેન તથા સ્વ. વાડીલાલ વીરચંદ વોરાના પુત્ર પ્રાણલાલભાઈ (ઉં.વ. ૮૭) તે ૯/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનના પતિ. સંદીપ-સોનલ તથા શિલ્પા કમલેશભાઈના પિતા. સ્વ. નવીનભાઈ, મહેન્દ્રભાઈ, વિનોદબેન, પુષ્પાબેન, ઉષાબેન, નીરુબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. રંભાબેન તથા સ્વ. શાંતિલાલ મૂળચંદ શાહના જમાઈ. તેમની શત્રુંજય ભાવયાત્રા ૧૯/૧૧/૨૩ના ૯.૩૦ થી ૧૨.૩૦ પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
વિસા પોરવાડ દેરાવાસી જૈન
ધોરાજી, હાલ કાંદિવલી સુધીર જેઠાલાલ શાહ (ઉં.વ. ૬૭), તે જેઠાલાલ પ્રભુદાસ અને હંસાબેનના સુપુત્ર તા. ૧૬/૧૧/૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વાતિ શાહના પતિ. દૃષ્ટિના પિતા. પ્રાપ્તિબેનના ભાઈ. હેમેન્દ્રભાઈ રમણલાલ શાહના જમાઇ. હિમાંશુભાઈ અને શ્ર્વેતાબેનના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા (ભંડારીયા) હાલ કિંગ સર્કલ રસિકલાલ કાલિદાસ શેઠના ધર્મપત્ની રસીલાબેન (ઉં.વ. ૯૦), તે શૈલેષ, કેતન, અજય, હર્ષાબેન રાજેન્દ્રકુમાર શાહ, ચારૂબેન જિતેન્દ્રકુમાર શાહનાં માતૃશ્રી. તે જયસુખભાઈ, મહેન્દ્રભાઇ, ખાંતીભાઈ, કિર્તીભાઇ, હંસાબેન શશીકાંત શાહ, દક્ષાબેન કિર્તીભાઇ શાહના ભાભી. તે વર્ષા, જાસ્મીન, સ્વાતીનાં સાસુ. પિયર પક્ષે ધનજીભાઈ પુરુષોત્તમભાઈ શાહની દીકરી. તા. ૧૫-૧૧-૨૩ અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થના તા. ૧૯-૧૧-૨૩ રવિવારના ૧૦.૩૦ થી ૧૨. : શ્રી રવજી જીવરાજ ચાંગડાઈવાળા હોલ (એસએનડીટી વુમન્સ કોલેજ) ૩૩૮, રફી અહેમદ કિડવાઈ રોડ, માટુંગા ઈસ્ટ.