મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈન
હારીજ નિવાસી હાલ કાંદિવલી સ્વ. કસ્તુરીબેન પાનાચંદ ગાંધી ના પુત્ર મનહરભાઈ ગાંધી (ઉમર:૭૦) તે ૪/૧૧/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણાબેન ના પતિ, હેમાંગ, હેનલ, ખુશ્બુ મિહિર શાહ ના પિતા, સ્વ. અશોકભાઈ, વનીતાબેન રસિકભાઈ સંઘવી, ઉષાબેન અશોકભાઈ સંઘવી ના ભાઈ, વિરમગામ નિવાસી હાલ ભાયંદર સ્વ. હરિલાલ શાંતિલાલ શાહ ના જમાઈ. પ્રાર્થનાસભા ૬/૧૧/૨૩ ના રોજ ૧૦ થી ૧૧.૩૦ કલાકે પાવનધામ મહાવીર નગર, એમ. સી. એ ગ્રાઉન્ડ ની સામે, સત્ય નગર કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા હાલ ઘાટકોપર ગં. સ્વ. મંજુલાબેન પ્રભુદાસભાઇ નાગજીભાઇ કપાસીના સુપુત્ર કેતનભાઇ (ઉં. વ. ૫૫) તે સંગીતાબેનના પતિ. તે પ્રિયંકા તથા પ્રિયાંશીના પિતાશ્રી. તે ભાવનાબેન વિનોદરાય મહેતા, અલકાબેન દિપકભાઇ પારેખ તથા મનિષભાઇના ભાઇ. તે જાગૃતિબેનના જેઠ. તે ગં. સ્વ. તરુણાબેન નાથાલાલ રતિલાલ ગાંગાણીના જમાઇ. તા. ૪-૧૧-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૩ના સોમવારના બપોરે ૩થી ૫. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોરચુપણા હાલ ડોમ્બિવલી શાહ રમણીકલાલ રતિલાલના ધર્મપત્ની વિલાસબેન (ઉં. વ. ૭૬) તા. ૪-૧૧-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે મગનલાલ ગુલાબચંદ શાહ તથા મણિલાલ ગુલાબચંદ શાહના ભત્રીજાવહુ. તે હરેશ, અનિલ, બીના ભૂપેન્દ્રકુમાર, વનિતા મનિષ કુમારના માતુશ્રી. પ્રવિણાના સાસુ. ભાવિ અને ભવ્યના દાદી, અભિષેક, નમ્યાપુર્ણાશ્રી મસા (ધૃવિબેન), યશના નાની. પિયરપક્ષે બાડીપડવાળા સ્વ. અમરચંદ આણંદજીના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છ ગુર્જર જૈન
ગામ મુંદ્રા (કચ્છ) હાલે દાદર, વિનોદરાય મોતીલાલ શાહ (ઉં. વ. ૮૧) તે હેમલતાબેનના પતિ. હર્ષના પિતાજી. ડોલીબેનના સસરા. ગુલાબબેન મગનલાલ શાહના જમાઇ. નવનીતભાઇ ચંદુલાલ મહેતાના વેવાઇ. તા. ૫-૧૧-૨૩ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૬-૧૧-૨૩ના ૪થી ૫.૩૦. ઠે. માટુંગા કચ્છી મૂર્તિપૂજક શ્ર્વેતાંબર જેન સંઘની શ્રીનારાણજી શામજીની વાડી, શ્રીપ્રેમજી જેઠાભાઇ હોલ, ૧લે માળે, ભાઉદાજી રોડ, માટુંગા (સે.રે.) રાખેલ છે.

વાગડ વિ. ઓ. જૈન
આધોઇ હાલ વિલેપાર્લે ઇસ્ટના નેમચંદ મુલજી બુરીચા (ઉં. વ.૮૬) તા. ૧-૧૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. પુરાંબેન મુલજી વિજપારના પુત્ર. કેસરબેનના પતિ. ગીતા, કિશોર, નરેન્દ્ર, ચિરાગના પિતા. સ્વ. પોપટલાલ, સ્વ. જશુ, સ્વ. મોંઘી, સ્વ. સંતી, મણીના ભાઇ, રૂક્ષમણી, પ્રેમિલા, મનિષાના સસરા. આધોઇના સ્વ. ચંપાબેન કોરશી દેસર ડાઘાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ છે. તા. ૬-૧૧-૨૩ના સોમવારે ૨થી ૩-૩૦. ઠે. યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ),

વિજાપુર વિશા ઓશવાલ જૈન
સ્વ.શારદાબેન કાંતિલાલ ડા. શાહના પુત્ર રમેશભાઇ (ઉં.વ.૮૨) તા. ૩-૧૧-૨૩ના અવસાન થયેલ છે. તે પન્નાબેનના પતિ. અ. સૌ. પૂર્વીબેન કમલકુમારના પિતા. પાર્થ, કૃપાના નાના. સ્વ. અરવિંદભાઇ, શૈલેષભાઇ, ભરતભાઇ, સ્વ. ભારતીબેન પનાલાલ, સ્વ. મીનાબહેન હસમુખલાલના ભાઇ. પિયર પક્ષે સ્વ. બાબુલાલ વાડીલાલ શાહ (અમદાવાદ)ના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી હાલ વિલેપાર્લે મુંબઇ, સ્વ. ગિરધરલાલ પાનાચંદ ઘેલાણીના પુત્રવધૂ. સૌ. પ્રતિભા (પ્રફુલ્લા) (ઉં. વ. ૭૪) તે ચીમનલાલ ગીરધરલાલ ઘેલાણીના ધર્મપત્ની. સ્વ. પ્રાણલાલ પરમાણંદ ચિતાલીયાના દીકરી. મિતા, (હિના) જયેશ ભાયાણી, અમિતા રાહુલ બાટવિયા અને આશિષના માતુશ્રી. તથા સૌ. ઇશાના સાસુ. ધેમિરા-વરાના દાદી. તા. ૫-૧૧-૨૩ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૩ના મંગળવારના સાંજે ૪થી ૬. ઠે. સરદાર પટેલ બાગ, પાર્લેશ્ર્વર રોડ, વિલેપાર્લે (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન
કરેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…