જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ભચાઉના સ્વ. મણીબેન હંસરાજ કારીયા (ઉં.વ.૬૦) તા. ૧-૧૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. મોંઘીબેન દેશર કારીયાના પુત્રવધૂ. હંસરાજના ધર્મપત્ની. રીમેશ-શીતલ, પ્રીતિ, ચાર્મીના માતુશ્રી. સ્વ. દેવાંગી, વિપુલ છેડા, પરેશ ફુરિયા, વૈભવ ગાલાના સાસુ. દીપ, દિવ્ય, હેત, દર્શી, ધન્વીના નાની. પ્રાર્થના રાખેલ નથી. સ્વ. બુદ્ધિબેન થાવર છેડાના દીકરી. પ્રાર્થન રાખેલ નથી. ઠે. ૫૧૨-એ, પાનબા નગર, નાલાસોપારા (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા વાવેરા હાલ મુલુંડ દોશી મનસુખલાલ હરજીવનદાસના ધર્મપત્ની મધુબેન (ઉં. વ. ૭૭) તા. ૩-૧૧-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિન, સોનલ જગદીપ શાહ, આશા પરેશ શાહ, હેમલ ચિરાગ મહેતા, જયોતિ હિરેનકુમાર શાહના માતુશ્રી. તેજલ (પિન્કી)ના સાસુ. વિહા-યુવરાજના દાદી. તે સ્વ. ધીરજલાલ, સ્વ. વિનોદકુમાર, ભૂપતભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ તથા જીતુભાઇના ભાભી. તથા પિયર પક્ષે સ્વ. ચુનીલાલ ફાવચંદ મણિયાર પાલીતાણાવાળાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે). ઠે. એ-૨૦૫, તારા ટાવર, પાટીલ પેરેડાઇઝ, સરોજીની નાયડુ રોડ, મુલુંડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા હાલ ગ્રાન્ટરોડ બળવંતરાય મોહનલાલ દોશીના પત્ની તથા બગસરા નિવાસી જમનાદાસ દુર્લભજી ઝાટકીયાના સુપુત્રી. ધર્મવત્સલા મધુબેન (ઉં. વ. ૮૩) તા. ૩-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પના, કૃણાલના માતુશ્રી. મંજુના સાસુ અને સંયમીના દાદી. તે ચંદ્રકાન્ત, નટુભાઇ, રસિકભાઇ, રંજનબેન, ચંદ્રીકાબેન, જયોતિબેનના ભાભી. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલા દશા શ્રી દિગંબર મુમુક્ષુ જૈન
ચુડા હાલ (યુ.એસ.એ.) પ્રવીણકાન્ત (ઉ. વ. ૮૫) તે સ્વ. કાન્તાબેન જેચંદભાઇ શિવલાલ ગોસલિયાના સુપુત્ર. દમયંતીબેનના પતિ. તે સ્વ.ચંપાબેન ભાઇચંદ દેવચંદ ડગલીના જમાઇ. તા. ૨૭-૧૦-૨૩ના યુ.એસ.એમાં દેહપરિવર્તન થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
બેલા રંગપર, હાલ ભાયંદર સ્વ. વાલીબેન ત્રિભોવનભાઈ સવજી સંઘવીના પુત્ર પ્રવિણચંદ્ર (ઉં. વ. ૬૬) તે ભારતીબેનના પતિ. અમનના પિતા. સ્વ. છોટાલાલના ભાઈ. સ્વ. છોટાલાલ ગુલાબચંદ શાહના જમાઈ તે તા.૨/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુર હાલે પુણેના શ્રી કમલ તલકશી ભેદા (ઉં. વ. ૭૭) ૧-૧૧-૨૩ ના અવસાન પામેલ છે. માતુશ્રી જયવંતીબેન તલકશીના પુત્ર. કુસુમના પતિ. જીગ્નેશ, ભોજાયના પૂજા હેમંત નાગડા, બારોઈના મોના હેમલ કેનિયાના પિતાશ્રી. અરવિંદ, કુમુદ, રસીક, ભરત, ભાગ્યવંતી / ભદ્રા હરખચંદ રામજી દેઢિયા, નવીનાર મણીબેન /ભાનુબેન ગાંગજી વોરાના ભાઈ. બીદડા માતુશ્રી લક્ષ્મીબેન હિરજી પાસુ ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જીગ્નેશ ભેદા, ટ્રેઝર પાર્ક એફ-૭૦૧, ૬૦ સંત નગર, વાલ્વેકર લોનની બાજુમાં, પાર્વતી, પુણે ૪૧૧૦૦૯.
ત્રગડી (સંભવપુર)ના માતુશ્રી લલિતાબેન દેવચંદ ગડા (ઉં. વ. ૮૩) તા. ૩/૧૧ ના અરિહંતશરણ પામ્યા છે. પાંચીબાઈ ઠાકરશીના પુત્રવધૂ. દેવચંદના પત્ની. શશીકાંત, શૈલેશ, મનીષ, કલ્પેશના માતુશ્રી. બિદડાના રતનબેન રામજી પાસુ નંદુના સુપુત્રી. ત્રગડી ચુનીલાલ, દિનેશ, નવિન લાલજીના બેન. પ્રા. જય મંગલ ભવન, થાણા-વે. ટા. ૩ થી ૪.૩૦. નિ. મનીષ ગડા : ૩૦૨, ગૌરવી, એમ.એફ. રોડ, થાણા (વે)-૬૦૨.