જૈન મરણ
ભોકરવા (સાવરકુંડલા) હાલ કોલાલમપુર, મલેસિયા કાંતિલાલ હરિચંદ શેઠ (ઉં.વ. 96) તા. 3-9-23ને રવિવારે અરિહંતશરણ પામેલ છે તે સ્વ. શીલાબેનના પતિ. કલ્યાણી જયશ્રી, પ્રબોધના પિતા. મીતાના સસરા. તે સ્વ. ચુનીલાલ, સ્વ. બાલુભાઈ, સ્વ. દલીચંદભાઈ. સ્વ. ભોગીલાલ, સ્વ. રમાબેન કાંતિલાલ ઘેલાણીના ભાઈ તથા શોભગચંદ વીપાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના (ઓતરો ફરીયો) બીપીન કુંવરજી ફુરીયા (ઉં.વ. 64) તા. 9-9-23નાં અવસાન પામેલ છે. દેવકાબેન કુંવરજી ભીમશીના પુત્ર. ચંદનના પતિ. પ્રેમલ, અર્નેશના પિતા. મણીલાલ, જેઠાલાલ, નવાવાસના રતન મુલચંદ, કસ્તુર રતનશી, કોડાયના સુશીલા અમૃતલાલ, બેરાજાના જયશ્રી પ્રવિણના ભાઇ. ગુંદાલાના લક્ષ્મીબેન ગાંગજી કાકુભાઇ રાંભીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. બીપીન ફુરીયા, ઇ/12, કાંજુર ઇસ્ટેટ, સ્ટેશન રોડ, કાંજુર માર્ગ (વેસ્ટ).
ભીંસરા હાલે મેરાઉના કિશોર દેવરાજ નાગડા (ઉં.વ. 69) 9/9/23ના અવસાન પામેલ છે. રતનબેન દેવરાજના પુત્ર. ચંદ્રિકાના પતિ. રૂષભ, અમીના પિતા. પ્રવિણ, મુલચંદ, રસીકબાળાના ભાઇ. મોટા આસંબીયાના ઝવેરબેન જીવરાજ ખેતશી છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: કિશોર દેવરાજ નાગડા, રૂમ નં. 8, 2જે માળે, લક્ષ્મી નિવાસ, અંબા માતા મંદિર સામે, કાર્ટર રોડ નં. 3, બોરીવલી (ઇસ્ટ).
બાયઠના હીરાલાલ ધનજી છેડા (ઉં.વ. 80) તા. 10-9-23ના અવસાન પામેલ છે. સ્વ. ડાઇબાઇ/સ્વ. તેજબાઇ સ્વ. ધનજીના પુત્ર. સ્વ. જયાના પતિ. જ્યોતિ, ઉદય, છાયાના પિતા. કસ્તુર, જેઠાલાલ, રમણીક, પ્રદિપ, લતાના ભાઇ. શેરડીના મણીબેન લખમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. છાયા છેડા, પી-305, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.).
ઘોઘારી વિશા ઓસવાળ જૈન
શિહોર હાલ માટુંગા પનાલાલ મોહનલાલ શાહ (ઉં.વ. 95) તે સરસ્વતીબેનના પતિ. સ્વ. પૂનમચંદભાઈના નાનાભાઈ. રાજકોટ નિવાસી સ્વ. હિંમતલાલ અમીચંદ શાહના જમાઈ. સ્વ. નીતિન તથા ધર્મેન્દ્ર, ઉષા, આશા, લતાના પિતાશ્રી. રશ્મિ, જાગૃતિ, પ્રવિણચંદ્ર, જ્યોતિન્દ્ર, સ્વ. અજીતકુમારના સસરા. જીતુ, જયંત તથા કીર્તિના કાકા. 9/9/23ના અરિહંતશરણ પામેલ છે. સાદડી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ: રઘદેવ ભુવન, એડનવાલા રોડ, માટુંગા.
સ્થાનકવાસી જૈન
પાલનપુર હાલ બોરીવલી અ.સૌ. રંજનબેન ભરતભાઈ મહેતા (ઉં.વ. 70) તે 10/9/23ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઘૂડાલાલ ઉજમલાલ શાહના દીકરી. ભરતભાઈ કાંતિલાલ મહેતાના ધર્મપત્ની. પ્રિતેશ-ખુશ્બૂ, રિકેન-જૈનિકાના માતુશ્રી. સ્વ. ભદ્રેશ, સ્વ. રાજેશ, હર્ષદા પ્રફુલભાઇ, નયના મુકેશભાઈના ભાભી. સ્વ. સંજય, સંદીપ, શિલ્પા જીતેન્દ્રભાઈના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અરવિંદભાઇ પ્રતાપભાઇ ગાંધી (ઉં. વ. 75) તા. 10-9-23ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રતાપભાઇ ભૂરાલાલ ગાંધી અને સ્વ. નિર્મળાબેનના સુપુત્ર. વનબાળાબેનના પતિ. દેવાંગભાઇ અને જાગૃતિબેનના પિતાશ્રી. માલતીબેન, અશોકભાઇ તથા કિરણભાઇના ભાઇ. સ્વ. કાંતિભાઇ દેસાઇના જમાઇ. શેફાલીબેન અને પ્રકાશભાઇના સસરા. પ્રાર્થના સભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. 603, સનફલાવર સોસાયટી, ફ્રેન્સીસ રોડ, વિલેપાર્લે (વે.), મુંબઇ-56.
દશા શ્રીમાળી દે. જૈન
પોરબંદર, હાલ કાંદિવલી (ઈસ્ટ) ગીરીશભાઈ હરકીશનદાસ ભણશાલી (ઉં.વ. 86) તે કુસુમબેનના પતિ. સ્વ. વીજુભાઈ, સ્વ. ચંપકભાઈ, હિરાલાલભાઈ, સ્વ. લલિતાબેનનાં ભાઈ. તે દેવીદાસ પરમાણંદદાસના જમાઈ. તે મનીષ, ચિન્મય, હિમાંશુ,દર્શિકાના પિતાશ્રી. તથા ચેતના, નેહલ, અવની, કેતનભાઈનાં સસરા શનિવાર, તા. 9-9-23ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પાલનપુરી જૈન
ચંદીસર નિવાસી હાલ મુંબઇ સુવર્ણાબેન ગિરધરભાઇ સોમાણી (ઉં. વ. 81) તા. 11-9-23ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે નિલેશ, મનીષ, સંગીતાના માતુશ્રી. કાકા અરવિંદભાઇ ચંદુલાલ સોમાણી તથા સરોજબેન, પીંકીબેન, અતુલભાઇના સાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશ્રા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધોરાજી હાલ નાલાસોપારા ગં. સ્વ. મુક્તાબેન મડિયા સ્વ. અમિલાલ ફૂલચંદ મડિયાના ધર્મપત્ની (ઉં. વ. 77) તા. 10-9-23ના અરિહંતશરણ પામેલ છે. તે પિયર પક્ષે સ્વ. અમૃતલાલ ઓધવજી દલાલના પુત્રી. નયનાબેન પંકજકુમાર અજમેરા, મહેન્દ્ર તથા વિજયના માતુશ્રી. તેજસના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નંદાસરના સ્વ. રમેશ હરખચંદ નંદુ (ઉં. વ. 61) અવસાન પામેલ છે. તે સ્વ. જશુબેન વીરજીના પૌત્ર. ચંદ્રાના પતિ. સ્વ. ચેતન, મિતેશ, મિત્તલના પિતા. સ્વ. મોંઘીબેન ભાણજીના પૌત્ર. મણીલાલ, સ્વ. રમણીક, નવીન, ગિરીશ, જયંતી, પ્રવીણ, તારા, કાન્તાના ભાઇ. દિવાળીબેન પૂંજાલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. 601, ન્યુ યશવંત બિલ્ડિંગ, ગોવિંદ બચ્ચાજી રોડ, ચરઇ થાણા, વેસ્ટ.