જૈન મરણ
દેરાવાસી જૈન
રોહિંડા સમાજના, મુંબઈ નિવાસી રાહુલ શાહ (સ્વ. છોટાલાલ કપૂરચંદ શાહ અને સ્વ. અશ્રુમતી છોટાલાલ શાહના પુત્ર) (ઉં. વ. ૭૨) ૨૮-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. દક્ષા શાહના પતિ. અમિત શાહના પિતા. લૌકિક વ્યવહાર બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
હાલ ગોરેગામ નિવાસી સ્વ. કનૈયાલાલ પન્નાલાલ મોરખીયાના ધર્મપત્ની ગં.સ્વ. કર્ણિકાબેન (ઉં. વ. ૮૨) તે સંજુ, રાજુના માતુશ્રી. કિરણ તથા દિપકકુમારના સાસુ. આજ્ઞા ચિરાગકુમાર, જયણા હાર્દિકકુમારના દાદી. પ્રતિક, પ્રશમના નાની. પિયર પક્ષે સ્વ. માણેકલાલ જગજીવનદાસ શાહના દીકરી ૨૮-૧૦-૨૪ સોમવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિજાપુર સત્તાવીસ વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
માણસા નિવાસી (હાલ મુંબઈ) મણિલાલ વાડીલાલ શાહના સુપુત્ર ભાઈ રસિકભાઈ તે પ્રવીણ, રમેશ, કુમુદ, જશવંત, હર્ષદ, બેન મંજુલા, દર્શનાના ભાઈ. કંચન, હંસા, હર્ષિતા, ભાવનાના દિયર. હેમાંસુ, પ્રીતી, દીપાલીના કાકા. ફાલ્ગુનીના કાકાજી. રવિવાર ૨૭-૧૦-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ બેચોવીસી સ્થા. જૈન
સ્વ. પુષ્પાબેન શૈલેષભાઈ મોરબીઆ મુંબઈ દાદર નિવાસી (મુળ રવના) પ્રભાબેન ચુનીલાલ મોરબીઆના પુત્રવધૂ. શૈલેષભાઈના ધર્મપત્ની. વૃત્તિ (હસ્તી)ના મમ્મી. અશ્ર્વીન, રસીલા, ચંદ્રીકા, જયશ્રીના ભાભી તથા રામવાવના શાંતાબેન રમણીકલાલ મહેતાના સુપુત્રી. જયેશ તથા અશ્ર્વીનના બહેન. ૨૯-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નવાવાસના માતુશ્રી ભાણબાઇ દામજી શામજી મોતા (ઉં. વ. ૮૮) તા. ૨૮-૧૦-૨૪ના અવસાન પામેલ છે. દામજીના ધર્મપત્ની. ગીરીશ, રાજેશ, સ્વ. મુકેશના માતુશ્રી. ગોધરા ઉમરબાઇ લખમશી નાંગશીના દિકરી. વલ્લભજી, ખેતબાઇ હંસરાજ, ભીંસરા મણીબેન મેઘજી, લાયજા નેણબાઇ ગાંગજી, પુરબાઇ હીરજી, ચંચલબેન નાનજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : રાજેશ દામજી મોતા, સ્વામી સ્વયંમ પ્રકાશ આશ્રમ, મુ.પો. નિર્મળ, તા. વસઇ, નાલાસોપારા (વેસ્ટ).
ભારાપુરના દેવજી ગેલા સાવલા (ઉં. વ. ૯૪) ૨૮-૧૦ના અવસાન પામેલ છે. ભાણબાઇ ગેલા પુંજાના પુત્ર. સુંદરબેનના પતિ. પ્રફુલા, ચંદન, ભાવના, બીના, જયેશ, દિપક, ધર્માના પિતા. નવાવાસ પાનબાઇ ગેલા, કુંવરબાઇ દેવજી, નેણબાઇ ગેલા, વસનજી ગેલાના ભાઇ. ડોણ તેજબાઇ હીરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. એ. દિપક સાવલા, બી-૧૦૧, હેમનગર, આંબાવાડી, નાલાસોપારા (ઇ) ૪૦૧૨૦૯.
નવાવાસ (દુર્ગાપુર)ના માતુશ્રી કુસુમબેન રામભાઈ સાવલા (ઉં. વ. ૯૦) તા. ૨૭-૧૦-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. રામભાઈ લખમશી સાવલાના ધર્મપત્ની. માતુશ્રી રતનબેન લખમશી ઘેલાભાઈના પુત્રવધૂ. અમર, સુનિલના માતુશ્રી. હરસોલના માતુશ્રી કાંતાબેન શાંતિકુમાર ચંદુલાલ બેંકરના સુપુત્રી. જીતેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, રજનીભાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. શ્રીમતી કુસુમબેન રામભાઈ સાવલા, એ-૨૧૨, ગ્રાન્ડ પરાડી એપાર્ટમેન્ટ, કેમ્પસ કોર્નર, મું.૩૬.
નાંગલપરના નાનજી ગાંગજી સાવલા (ઉં. વ. ૮૪) તા. ૨૮-૧૦-૨૪ના અવસાન પામેલ છે. લધીબાઈ ગાંગજીના પુત્ર. સાકરના પતિ. હેમા, દિપક, ભાવનાના પિતાશ્રી. બીદડા મેઘબાઈ ખીમજી ફુરિયા, પાનબાઈ ખીમજી નંદુના ભાઈ. દેઢીયા મૂલબાઈ લખમશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિપક નાનજી સાવલા, ૩૦/૨ બારા ચાલ નં-૮, એસ.જે.માર્ગ, લોઅર પરેલ, મું-૧૩.
લાખાપુરના કેવલ સતીષ ગુલાબચંદ ગાલા (ઉં. વ. ૨૪) તા. ૨૮-૧૦-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ગુલાબચંદના પૌત્ર. કમલા સતિષના પુત્ર. ડોણના દેવકીબેન શામજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ.: સતિષ ગાલા, ટી-૭૦૪, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઈ)-૪૨૧૨૦૪.
પોરબંદર દશા શ્રીમાળી સ્થા જૈન
પોરબંદર નિવાસી હાલ સાંતાક્રુઝ ગં. સ્વ. હંસાબેન શાહ (ઉં. વ. ૯૩) તે સ્વ. જયંતીલાલ વલ્લભદાસ નાનજી શાહના ધર્મપત્ની. મીના દિનેશકુમાર શાહ, સાધના મુકેશભાઈ કામદાર, અજયના માતુશ્રી. દિનેશકુમાર, સ્વ.મુકેશભાઈ, દીપ્તિના સાસુ. કેનીલ, જીમિતિ, ચિંતન, રીમ્પલના બા. સ્વ.મણીબેન ભાઈચંદ શાહના દીકરી. સ્વ.રસિકભાઈ, સ્વ.જયંતીભાઈના બહેન ૨૮/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગઢડા (સ્વામિનારાયણ) નિવાસી હાલ મુંબઈ સ્વ.હરેશભાઈ પ્રાણભાઈ સખપરાની સુપુત્રી પૂજાબેન (ઉં. વ. ૪૪) સોમવાર તા.૨૮/૧૦/૨૪ના મુંબઈ મુકામે અવસાન થયેલ છે. તે રૂપાલીબેન ભાવેશભાઈ ઘેલાણી તથા અંકિતભાઇ હરેશકુમાર સખપરાના બેન. શ્રુતિ ભાવેશભાઈ ઘેલાણીની માસી. કીર્તિભાઈ, મિલન ભાઈ, મનીષ ભાઈ તથા ચેતન ભાઈ ની ભત્રીજી થાય. અને લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના વર્ષાબેન સતરા (ઉં.વ. ૬૧) તા. ૨૬-૧૦-૨૪, શનિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. તે ગં. સ્વ. કસ્તુરબેન હિરજી રણમલના પુત્રવધૂ. મહેન્દ્રના ધર્મપત્ની. નિમેષના માતુશ્રી. શિલ્પાના સાસુ. ખિલતી, ગ્ંરથીના દાદી. સ્વ. વેજબાઈ અરજણ ટોકરશી ગાલાના દિકરી. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૩૦-૧૦-૨૪ના ૧૦.૩૦ થી ૧૨. પ્રા. સ્થળ: એમ. એમ. પ્યુપલ સ્કૂલ, ખાર વેસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના નિસર સ્વ. ધરમશી (ઉં.વ. ૭૦) સોમવાર, તા. ૨૮-૧૦-૨૪ના અક્ષરનિવાસી છે. તે સ્વ. લક્ષ્મીબેન/ગં. સ્વ. દિવાળીબેન ખીમજીના પુત્ર. ઝવેરબેનના પતિ. પિયુષ, નિતીન, ભાવિકાના પિતાશ્રી. રેખા, પૂર્વી, તન્મયના સસરા. જયંતીલાલ, ઘનશ્યામ, જમનાબેન, કમળાબેન, સ્વ. દમયંતીબેન, જયોતિબેન, તૃપ્તી, દિશાના ભાઈ. વીરાબેન દેવજી શિવજીના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૩૦-૧૦-૨૪ના ૩ થી ૪.૫૦. સ્થળ: યોગી સભાગૃહ, દાદર.
વાગડ વિ. ઓ. જૈન
ગામ કકરવાના સ્વ. વીરજી માંઈયા મેઘજી કારીયા (ઉં.વ. ૮૫) સોમવાર, તા. ૨૮-૧૦-૨૪ના મુંબઈમાં અવસાન પામેલ છે. તે સ્વ. ગોરીબેન માંઈયાના પુત્ર. ચાંપુબેનના પતિ. પ્રવિણ, વિનોદ, કસ્તુર, કંચનના પિતાશ્રી. મીના, દમયંતી, રમેશ, અમરશીના સસરા. સ્વ. લક્ષ્મીબેન, રાજીબેનના ભાઈ. ખારોઈના સ્વ. કોરઈબેન માલશી નારણ નંદુના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૩૦-૧૦-૨૪ના ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: કોશીશ હોલ, દફતરી રોડ, મલાડ ઈસ્ટ.
નૃસિંહપુરા દિગંબર જૈન
અણોર નિવાસી હાલ મુંબઈ મલાડ વસ્તુપાળ જીવણલાલ શાહ (ઉં.વ. ૮૮) તા. ૨૮-૧૦-૨૪ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હંસાબેનના પતિ. સ્વ. લીલાબેન જીવણલાલ શાહના પુત્ર. દેવેન, લીનાબેન, પારૂલબેન, બિન્દેશભાઈ, સ્વાતિબેન, સ્વ. પરેશભાઈ, ધ્રુમાબેન, નિમેષભાઈના પિતાશ્રી. પ્રિયલ, મિહિર, રિશિથ, નેહલ, ધ્રુવ, જશ, પ્રાજકતાના દાદા. સ્વ. રમણિકભાઈ, સ્વ. ઈન્દ્રવદનભાઈ, સ્વ. પ્રભાવતીબેન મોહનલાલ શાહ, સ્વ. ઈન્દિરાબેન જયકુમાર શાહના ભાઈ. સ્વ. બાબુલાલ ચંદુલાલ વખારીયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ખાખી જાળીયા નિવાસી (હાલ વસઈ) સ્વ. શાંતિલાલ ઉત્તમચંદ બાટવીયાના પુત્ર અનિલભાઈ (ઉં.વ. ૭૪) તા. ૨૭-૧૦-૨૪, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. ભાવિક, હીરેનના પિતાશ્રી. ભાવિની, સોનલના સસરા. દેવના દાદા. સ્વ. જીતેન્દ્રભાઈ, રમેશભાઈ, સ્વ. કોકિલાબેન પારેખ, જયબાળા મહેતા, ચંદ્રિકાબેન હેમાણીના ભાઈ. સ્વ. વનમાળીદાસ અમરશી રવાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.: અનિલભાઈ બાટવીયા, ફલેટ નં. સી/૧૦૩, વસંત મહેલ, સમતાનગર, વસઈ વેસ્ટ.