જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ મુલુંડ. સ્વ. ભાયચંદભાઈ દુર્લભદાસ દોશીની દિકરી પદમાબેન ભાયચંદભાઈ દોશી (ઉં.વ.૭૫) તેઓ સ્વ હસમુખભાઈ, મહેન્દ્રભાઈ,હર્ષદભાઈ, સ્વ. વસુમતીબેન પ્રતાપરાય ગાંધી,સુધા રાજપાલ દોશી ના બેન તથા હિરાભાઇ અને ચિમનભાઇ ની ભત્રીજી, તારીખ ૧૮-૧૦-૨૦૨૪ અરીહંત શરણ પામેલ છે. સરનામું – બિજલ જીગર શાહ, ૩૦૨, નીલા એપાર્ટમેન્ટ, આરએચબી રોડ, જલારામ ડેરી સામે, મુલુંડ વેસ્ટ. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલા. દશા શ્રીમાળી સ્થા જૈન
ટીકર પરમાર નિવાસી હાલ બોરીવલી સ્વ. ગુણવંતરાય નગીનદાસ શાહ ના ધર્મપત્ની હંસાબેન (ઉમર:૭૫) તે ૧૯/૧૦/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તે જીજ્ઞેશ, હિરેન તથા વૈશાલીના માતુશ્રી, નીતુ, મોના તથા પુરવકુમારના સાસુ, સવિતાબેન શાંતિલાલ તથા દક્ષાબેન જયંતીભાઈના ભાભી, પિયરપક્ષે સ્વ. હીરાબેન કેશવલાલ ગાંધીના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગઢશીશાના શ્રી હસમુખ નાનજી દેઢિયા (ઉ.૬૬) તા. ૧૯-૧૦-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઈ નાનજીના પુત્ર. નીતાના પતિ. ટ્વીંકલ, સેજલના પિતાશ્રી. મુલચંદ, રમણીક, લક્ષ્મીબેન, મંજુલાબેનના ભાઇ. મણીબેન લાલજીના જમાઈ. પ્રાર્થના : શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. : ૪ થી ૫.૩૦.
સાભરાઇના ગંગાબાઈ રતનશી ગડા (ઉં.વ. ૯૧) તા. ૧૯-૧૦-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. ઉમરબાઈ મેઘજી લધાના પુત્રવધુ. રતનશીના ધર્મપત્ની. રાજેશ, ઝવેરબેન, ગુણવંતી, જ્યોતિ, નયનાના માતુશ્રી. ડુમરાના માલબાઈ ખીંયશી દેવજીના પુત્રી. નાનજી, પ્રેમજી, હાલાપરના ભાનુમતી વલ્લભજી, રાજકોટના શીલા ચુનીલાલના બેન. પ્રા. હાલારી વી.ઓ. સમાજ વાડી, ડી. એસ. ફાલકે રોડ, દાદર (ઈ.), ટા. ૩.૦૦ થી ૪.૩૦.
ફરાદીના સુધા (ખંતીલા) શામજી ગાલા (ઉ. ૭૦) તા. ૧૮-૧૦-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઈ રામજી માલશીના પુત્રવધૂ. શામજીના પત્ની. મયુર, પ્રીતિના માતા. કોડાયના ગોમીબાઈ મગનલાલ ગોગરીની દીકરી. વસંત, મણિલાલ, વેણીક, કાંતિ, કિરીટ, દમયંતી, પ્રભા, વિમળા, મીના, પ્રતિભાના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. મયુર ગાલા, ૪૨, ધર્મરાજ સોસાયટી, વિ. ૨, આર.સી. ટેકનીકલ રોડ, ઘાટલોડિયા, અમદાવાદ.
ભુજપુરના (કાનાણી શેરી) મગનલાલ માલશી દેઢિયા (ઉ.૮૫) ૧૯/૧૦/૨૪ના અવસાન પામ્યા છે. મા.પરમાબેન માલશી નરશી દેઢિયાના સુપુત્ર. ચંચળ (અમૃતબેન)ના પતિ. બીના, દીપ્તી, દીપકના પિતાશ્રી. નવિનાર સાકરબેન નાગજી પેથડ, નવિનાર ભાનુબેન કુંવરજી વોરા, ગણપત, વિનોદ, નવીનના ભાઇ. વડાલા ભાણબાઇ લખમશી ઉમરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દીપક દેઢિયા, ૩૨, ખાનભાઇ મેન્શન, આગરકર રોડ, ડોંબિવલી (ઇ).
વાગડ વિ.ઓ.જૈન
ગામ શીવલખા હાલે સામખીયારીના સ્વ.નવલબેન કાનજી વાલજી ગડાના (ઉં.વ.૭૩) તા.૧૬.૧૦.૨૦૨૪ બુધવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. પુંજીબેન વાલજીના પુત્રવધુ, કાનજી વાલજીના ધર્મપત્ની, મિતેશના માતુશ્રી, પ્રીતીના સાસુ, શીવજીભાઈના ભાઈના ઘરેથી, લાકડીયા સ્વ.સુરજબેન રતનશી ગાલાની દીકરી. પ્રાર્થના સભા સોમવાર તા.૨૧.૧૦.૨૦૨૪ના બપોરે ૩.૦૦ થી ૪.૩૦ સ્થળ. યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં દાદર-ઈસ્ટ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ લાકડીયાના સ્વ.ખીમજી ખાખણ ફુરીયા (ઉં. વ.૯૧) મુંબઈ મધ્યે તા.૧૮.૧૦.૨૦૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી સંતોકબેન ખાખણના સુપુત્ર, અમૃતબેનના પતિ, ભાણજી, ધીરજ, વિજય, ધર્મેન્દ્ર, મણી,ચંપા, ચંદ્રિકા, વનિતાના પિતાશ્રી, ખીમજી ગડા, નાનજી ગાલા, લાલજી ગડા, ભાનુબેન, મીના, કંચનના સસરા, દિવાળીબેન હરખચંદૃ ગાલાના જમાઈ. પ્રાર્થના સમય સવારના ૧૦.૦૦ થી ૧૧.૩૦ કલાકે સ્થળ.શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, બીજે માળે, શિવમણી બિલ્ડીંગ, રેલ્વે સ્ટેશન બસ ડેપોની બાજુમાં, શાંતાક્રુઝ-ઈસ્ટ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ નૂ.ત્રંબૌના સ્વ. નિલાબેન પ્રેમજી નિસર (ઉં. વ.૭૯) અવસાન પામેલ છે. સ્વ. મીઠીબેન જેઠાલાલના પુત્રવધુ, સ્વ. પ્રેમજીભાઈના ધર્મપત્ની, અમૃતલાલ, ભારતી, રમેશ, નયના, કિશોરના માતુશ્રી, પુષ્પા, નરેન્દ્ર, સ્મીતા, ઈશ્ર્વર, અમીતાના સાસુ, ધવલ, ભુમિત, દ્રષ્ટી, દિૃપ,પૂજા, રિયા, તન્વીના આદી, સુવઈના સ્વ. ખીમઈબેન નોંઘા મોતાની દિકરી. પ્રાર્થના સભા સોમવાર તા. ૨૧.૧૦.૨૦૨૪ના સવારે ૧૦.૩૦ થી ૧૨ પ્રાર્થના સ્થળ. શ્રી થાણા વર્ધમાન સ્થા. ૩ જે માળે, થાણા, ઠે. ૧૨૦૪, એસ્કોટ, રહેજા ગાર્ડન, થાણા-વેસ્ટ.