જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિધેર (ભાવનગર) હાલ-મુલુંડ સ્વ. નગીનદાસ વેણીલાલ શાહના ધર્મપત્ની વસંતબેન (ઉં.વ. ૮૪) રવિવાર, તા. ૨૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અતુલ, રૂપા રમેશકુમાર શાહ, સોનલ પ્રકાશકુમાર ગાંધીના માતુશ્રી. પ્રતિભા અતુલના સાસુ. સ્વ. મનુભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. વિનુભાઈ તથા સ્વ. ચંદ્રકાંતભાઈના ભાભી. મીત અને વૃષ્ટિના દાદી. (પાલીતાણા) સ્વ. ખાંતીલાલ ભાયચંદ વોરાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળ: ૬૦૨, પારિજાતક સોસાયટી, ડે આઈના સ્કૂલની બાજુમાં, ડૉ. આંબેડકર રોડ, મુલુંડ (વેસ્ટ).
ઝા. સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ અંધેરી સ્વ. રસિકભાઈ છબીલદાસ વોરાના ધર્મપત્ની ઈન્દીરાબેન વોરા (ઉં. વ. ૯૩) તા.૨૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે પરેશભાઈ, મેહુલભાઈ ત્થા રૂપલબેનના માતુશ્રી. પારૂલ, દિપકભાઈ, માધવીના સાસુ. મોનલ-નિશાંતકુમાર, દેવલ, પરમ અને મહેંકના દાદી. પિયર પક્ષે છબીલદાસ લક્ષ્મીચંદ મહેતાના દિકરી. લૌકિક વહેવાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના કિશોર જેવત કેશવજી છેડા (ઉં. વ. ૬૬) તા.૨૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. રત્નાબાઈ વેલજી (કેશવજી) તેજપારના પૌત્ર. સ્વ.હાંસબાઈ (મકાંબાઈ) જેવત કેશવજીના સપુત્ર. કોડાયના દેવકાંબેન લધુ ગણશી લાલનના દોહિત્ર. સ્વ.લક્ષ્મીચંદ, સ્વ.રવિલાલ, હરખચંદ, સ્વ.કમલેશ, અમૃતબેન, રામાણીયાના સ્વ.સુંદરબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિ : અમૃતબેન જેવત છેડા ઈન્દુબાગ નં.૨, રૂમ નં.૨૧, સીતારામ જાધવ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-૧૩.
ડુમરાના માતુશ્રી જેતબાઇ તેજશી સાવલા (ઉં. વ. ૮૭) ૧૯-૧૦ના અવસાન પામેલ છે. નાનબાઇ મુરજી દેવરાજના પુત્રવધૂ. તેજશીના ધર્મપત્ની. કલ્યાણજી, ભરત, હરેશ, નયનાના માતા. ડુમરાના સુંદરબેન પ્રેમજી રવજી કારાણીના સુપુત્રી. તલકશી, જયંતીલાલ, લક્ષ્મીચંદ, રમણીકલાલ, ડુમરાના હાંસબાઇ ભવાનજી, કાંતા મણીલાલ, સાભરાઇના વેજબાઇ જેઠાલાલ, ભાનુમતી હીરજી, ચંચળબેન ટોકરશી, દેવપુરના જવેરબેન માવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હંસા સાવલા, એ-૧૦, પાર્વતી સદન, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ) ૭૭.
મકડાના શ્રી દેવજીભાઈ ગાલા (ઉં. વ. ૯૦) ૨૦-૧૦ના અવસાન પામેલ છે. પાલઇબાઈ હીરજીના પુત્ર. લીલબાઈના પતિ. અરવિંદ, ભાવેશ, લક્ષ્મી, કુસુમ, ચંદ્રિકાના પિતા. દામજી, સુંદરબેન, પ્રેમિલાબેન, કેસરબેન, કસ્તુરબેનના ભાઈ. કોટડા (રો) રતનબેન પાસુભાઈ પાસડના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર (ઈ), ટા. ૩ થી ૪.૩૦.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
બોટાદ નિવાસી હાલ નાલાસોપારા સ્વ.મણીલાલ છગનલાલ બગડિયાના સુપુત્ર નવીનભાઈ બગડીયાં (ઉં. વ. ૮૨) તે સરલાબેનના પતિ. સૌરભ-હેતલ, તુશાર-રીના, ચેતન -સુનીતાના પિતાશ્રી. શારદાબેન નગીનદાસ શાહ, ગુણીબેન સુરેન્દ્રભાઈ શાહના ભાઈ, વ્રજલાલ, સ્વ. મનહરભાઈના બનેવી. તા.૧૭.૧૦.૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. બી૭, સમ્રાટ શ્યામ બિલ્ડિંગ, એસ ટી ડેપો રોડ, ગલેક્સી હોટલની સામે, નાલા સોપારા વેસ્ટ.
દશા શ્રીમાળી પાંત્રીસી જૈન
મૂળ વતન ખાંભેલ હાલ બોરીવલી સ્વ.હંસાબેન શાહ તે સ્વ.રમણલાલ શાંતિલાલ શાહના ધર્મપત્ની. વિનય, પરેશ, વર્ષા, નીલમનાં માતુશ્રી. મીના, પારુલ, જયેશ, પિનાશનાં સાસુ. ચાર્મી મનોજ, રિચા ભાવિક, ઋતુ-મિતનાં દાદી. રિપન, ક્ષિતીજ, ધ્રુવ, પાર્થનાં નાની. શુક્રવાર તા.૧૮-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
અગિયાળી નિવાસી હાલ વાલકેશ્ર્વર સેવંતીભાઈ મુલચંદભાઈ શાહના ધર્મપત્ની જ્યોતિબેન (ઉં. વ. ૮૧) ચન્દ્રકાંતભાઈ, સૂર્યકાંતભાઈના ભાભી. રાજેશ, જયદીપ, કાશ્મીરા, ભરત જોબનના કાકી. પિયરપક્ષે તણસા નિવાસી હાલ નવસારી રમણીકભાઇ મોહનલાલ વોરાના સુપુત્રી રવિવાર તા.૨૦ ઓક્ટોબર ૨૪ વાલકેશ્ર્વર મુકામે અરિહંતશરણ પામેલ છે. ઠે. ૭ આર્યવ્રત નારાયણ ડાભોલકાર રોડ, વાલકેશ્ર્વર, મુંબઈ. લૌકિક વહેવાર બંધ છે.
જામનગર હાલાર વીશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગર નિવાસી હાલ મુલુંડ સ્વ. મુક્તાબેન પ્રભુલાલ હરીલાલ શાહના સુપુત્ર બીપીનચંદ્ર શાહ (ઉં. વ. ૮૩) રવિવાર, ૨૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. ઠાકરશીભાઈ લાલચંદ શેઠના જમાઈ. તેઓ કુમારભાઈ, મહેન્દ્રભાઈ, યોગેશભાઈ અને સુધાબેનના ભાઈ. અશોકભાઈ-ભાવનાબેન, સંદીપભાઈ-શીલ્પાબેન અને રૂપલબેન-કીરણભાઈના પિતાશ્રી તથા ધ્વની-મનન-પ્રથમ-શુભમ-રાખી-રવીના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રી માળી જૈન
રાળગોન નિવાસી, હાલ ઘાટકોપર સ્વ. પ્રવિણચંદ્ર નેમચંદ શાહના ધર્મપત્ની અરૂણાબેન (ઉં. વ. ૭૬) ૧૯/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિમેષ, સંકેતના માતુશ્રી. વિભા, શ્ર્વેતાના સાસુ. તે બળવંતભાઈના ભાઈના પત્ની. રમેશભાઈ, સ્વ. ચંદ્રકાંત, સુર્યકાંત, અરવિંદ, દિનેશ, સુશીલાબેન, મીતાબેન, સ્વ. કિરણબેન, રંજનબેનના ભાભી. તે કીળીયાકવાળા સ્વ. હરીલાલ તારાચંદ શાહના દીકરી. ૨૩-૧૦-૨૪ બુધવાર ૯.૩૦થી ૧૧.૩૦ માતૃવંદના રાખેલ છે. એડ્રેસ: ગ્રાન્ડ નાલંદા બેંકવેટ, ડો. બાબા સાહેબ આંબેડકર કોલેજ, પી.કે. લોખંડે માર્ગ, ચેમ્બુર રેલવે સ્ટેશનની બાજુમાં, ચેમ્બુર (વેસ્ટ).
ઝાલા દશાશ્રી. સ્થા. જૈન
ચુડા નિવાસી હાલ માલાડ સ્વ. અંબાલાલ શાહના પત્ની વસુમતી (ઉં. વ. ૯૩) ૨૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મહેશ, બિંદુ, ધીરેનના માતુશ્રી. તે રમીલા, અશોકકુમાર, વીણાના સાસુ. રીના સંકેત, વિધિત, પ્રાચી, મિહીર, જીલના દાદી. તે શ્ર્વેતા, સચીનભાઈ, કૃપાના મોટા સાસુ. રાજભાઈના નાની સાસુ. સ્વ. છોટાલાલ મોહનલાલ ગોસલિયાના દીકરી. સાદડી પ્રથા બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મૂ. પૂ. જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ મલાડ સ્વ. અમુલખભાઈ ભવાનભાઈ ચિકાણીના સુપુત્ર તરૂણભાઈ શાહ (ચિકાણી) (ઉં. વ. ૭૪) તે સ્વ. પ્રેમિલાબેનના પતિ. તે હિમાંશુ તથા મયુરના પિતા. સ્વ. પ્રાણભાઈ, સ્વ. મણીભાઈ, સ્વ. વિનુભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. ગુણીબેન તથા યશોમતીબેનના ભાઈ. મેઘા તથા પ્રિતિના સસરા. વાગરા નિવાસી જગજીવનદાસ લક્ષ્મીચંદ ગાંધીના જમાઈ ૨૦-૧૦-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.