મરણ નોંધ

જૈન મરણ

વિશા નીમા જૈન
કપડવંજ નિવાસી હાલ મુંબઈ વિલે પારલે રહેવાસી સ્વ. વિમળાબેન ચંપકભાઈ તેલીના પુત્ર શ્રી ગૌતમભાઈ ચંપકલાલ તેલી જેઓ તા. ૫ /૧૦ /૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓ મહેસાણા નિવાસી સ્વ. ચંપકલાલ ભોગીલાલ શાહના જમાઈ, કુમુદબેનના પતિ, તથા સિદ્ધાર્થ અને પ્રિયંકાના પિતાશ્રી. નિરંજન ભાઈ, યોગેશભાઈ, અજયભાઈ, અતુલભાઇ, દિવ્યાબેન તથા તિલોતમાબેનના ભાઈ તથા જીગરભાઈ અને નિધીબેનના સસરા. પ્રાર્થનાસભા તા. ૭/૧૦/૨૪ ના રોજ સાંજે ૪થી ૬ના રાખેલ છે. ઠે. શ્રીમતી હીરાબેન મણીલાલ નાણાવટી સ્કૂલ. દીક્ષિત ક્રોસ રોડ નંબર, ૧ વિલે પારલે (ઇસ્ટ )મુંબઈ ૪૦૦૦૫૭.

કચ્છી વિશા ઓશવાળ જૈન
નવાવાસના પ્રફુલ નાનજી ગડા (ઉં.વ.૫૮) તા.૩-૧૦-૨૪ અવસાન પામેલ છે. માતુશ્રી ઝવેરબાઈ નાનજી લાલજીના સુપુત્ર. સરલાબેનના પતિ. કોમલ, હિતેશના પિતા. મહેન્દ્ર, વસંત, પ્રવિણ, જયા, રંજન, નીમા, ચેતનાના નાના ભાઈ. ગામ નવિનાળના રતનબેન મેઘજી વોરાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રફુલ ગડા, બીબી-૦૦૨, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઈ) .

સાડાઉના સુશીલાબેન લક્ષ્મીચંદ રામજી ગાલા (ઉં.વ.૮૩) તા. ૪-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ વેલબાઇ રામજી જીવરાજના પુત્રવધૂ. લક્ષ્મીચંદના ધર્મપત્ની. કમલેશ, મોહિત માતૃશ્રી. લાખાપરના માતૃશ્રી વેલબાઈ ખીમજી જીવરાજ સંગોઈના સુપુત્રી. મણિલાલ, લક્ષ્મીચંદ, પોપટલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કમલેશ ગાલા, ૨૦૧/૨૦૨ ગૌતમ પાર્ક, પાંચ પખાડી, થાણા (વેસ્ટ).

દેશલપુર (કંઠી)ના હંસરાજ વેરસી શાહ (સાવલા) (ઉ.વ. ૯૨) તા. ૫-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. કારીબાઈ, મઠાંબાઈ વેરસી ખીયશીના પુત્ર. સ્વ માધુરીબેનના પતિ. સ્વ સલીલ, સોનાલીના પિતા. મુંબઈના ચંચળબેન જગન્નાથ પંડ્યાના જમાઈ. બેરાજાના દિવાળીબેન મોણશી, હીરજી (બાબુભાઈ), બા.બ્ર. લક્ષ્મીબેન નાગજીના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હંસરાજ શાહ, ડી-૬૦૨, ગણેશ આંગન, ઠાકુર વિલેજ, કાંદીવલી (ઈ).

સંબંધિત લેખો

વિશા પોરવાલ જૈન
પેથાપુર નિવાસી હાલ ગોરેગામ મુંબઈ દિપક ચંદ્રકાંતભાઈ શાહ (ઉં.વ.૬૬) તા. ૬-૧૦-૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્નેહલબેનના પતિ, કેજુલભાઈ અને જયનાબેનના પિતા, સ્વ. કાંતિલાલ વાડીલાલ પરીખના જમાઈ, તુષારભાઈ, મુકેશભાઈ તથા સ્વ. આશિતભાઈના ભાઈ, પૂજાબેન, કૌશલકુમારના સસરા, પ્રિઅવી અને ધિઆંશના દાદા. ભાવયાત્રા ૭-૧૦-૨૪ સોમવાર સવારે ૧૦થી ૧૨. રાજસ્થાન ભવન હોલ, આરે રોડ, ગોરેગાંવ (વેસ્ટ), મુંબઈ.

દશા શ્રીમાળી જૈન
પાટણ નિવાસી ખડાખોટડીના પાડાના નૌતમભાઈ ચીનુભાઈ શ્રોફ (ઉં. વ. ૭૫) જે પદમાબેન ચીનુભાઇ શ્રોફના સુપુત્ર, રીટાબેનના પતિ અને જય, દીપ અને મેઘાના પિતા. બોસકી, નિકીતા અને હિતેનભાઇના સસરા. હિદય, જિયા અને રાયકાના દાદા, શીલાબેન નરેન્દ્રભાઇ અને હર્ષાબેન પંકજભાઇના ભાઇ, તારીખ ૦૫/૧૦/૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે.

દેરાવાસી જૈન
અ.સૌ. બીના, તે લલિતભાઈના ધર્મપત્ની, બાલંભા નિવાસી સ્વ. સવિતાબેન અમૃતલાલ મહેતાના પુત્રવધુ, જૂનાગઢ નિવાસી સ્વ.મંજુલાબેન હરિપ્રસાદ દવેના સુપુત્રી, શુક્રવાર તા. ૫-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button