મરણ નોંધ

જૈન મરણ

સ્થાનકવાસી જૈન
બરવાળા ઘેલાશાના હાલ મુંબઇ ભાવિન શાહ (ઉં. વ. ૫૯) બકુલાબેન અને સ્વ. અનિલ શાહના સુપુત્ર. મીનુ વિરેન કોઠારીના ભાઇ. પ્રિતીના પતિ અને આર્યનના પિતા. શુક્રવાર, તા. ૪-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ત્રિભોવનદાસ ઝીણાભાઇ મહેતાના સુપુત્ર વસંતભાઇ મહેતા (ઉં. વ. ૮૦) તા. ૪-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. શોભાબેન અંકિતકુમાર સંઘવીના પિતા. રૈવતના નાના. પૂનમચંદભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. વિજયાબેન, સ્વ. ચંદનબેન, સ્વ.નિરૂબેનના ભાઇ. નેમીચંદ ફૂલચંદ જૈનના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિશા પોરવાળ જૈન
શાંતિલાલ રિખવદાસજી જૈન (ઉં. વ. ૭૪) ગામ જાવાલ હાલ દાદર, સ્વ. મણીલાલજી, સ્વ. બ્રહ્મચારી વિમળાબેન તથા ભરતભાઇના ભાઇ. મનોરમાબેનનાં પતિ. કુંજલ તથા શીતલના પિતા. ભરતકુમાર તથા નિકીતાના સસરા. ખુશી તથા અરિહાનાં દાદા. અંશ તથા આર્યનના નાનાજી. પ્રાર્થનાસભા તા. ૭-૧૦-૨૪ના સોમવાર ૧૦થી ૧૨. ઠે. યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની સામે, દાદર સેન્ટ્રલ રેલવે સ્ટેશનની બાજુમાં, દાદર (ઇસ્ટ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ નાલાસોપારા પ્રતાપરાય ઉમેદચંદ શેઠના પુત્ર સતીષભાઇના ધર્મપત્ની અ. સૌ. ભાવનાબહેન (ઉં. વ. ૬૪) તા. ૪-૧૦-૨૪ના શુક્રવારના અવસાન પામેલ છે. તે અમી પ્રતિકભાઇ મંદોતના માતુશ્રી. ઘીયાની નાની. આત્મદર્શનાશ્રીજી મ. સા. ના પરેશભાઇ, સંગીતાબેન (અજિતકુમાર)ના ભાભી. પિયરપક્ષ પાલિતાણા નિવાસી સ્વ. જસીબેન ફતેચંદ શાહની દીકરી. બન્ને પક્ષની સાદડી રવિવાર તા. ૬-૧૦-૨૪ના ૩થી ૫. ઠે. સતિષભાઇ શેઠ ૩૦૩, રંગોલી એપાર્ટમેન્ટ, જૈન દેરાસરની પાછળ, સ્ટેશન રોડ, નાલાસોપારા (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ તિલક નગર (ચેમ્બુર) સ્વ. સુધાબેન રજનીકાન્ત વજેશંકર સંઘવીના પુત્ર મહેશભાઇ (ઉં. વ. ૭૧) તે સુરેખાબેનના પતિ. હર્ષરાજ, સેજલ મયુરભાઇ શાહ, મેઘા ભાવિનભાઇ શેઠના પિતાશ્રી. ગ્રીષ્માના સસરા. સ્વ. જયશ્રીબેન દિનેશભાઇ, અ. સૌ. આશાબેન ભુપેશભાઇ, અ. સૌ. તરુબેન મુકેશભાઇના જેઠ. વાંકાનેર નિવાસી સ્વ. હિંમતભાઇ નીમચંદભાઇ દલીચંદ શેઠના જમાઇ. તા. ૩-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગઢડા નિવાસી હાલ વસઈ સ્વ.સુરેશચંદ્ર પ્રભુદાસ શાહના પત્ની સ્વ.મિનાક્ષીબેન શાહ (ઉં. વ. ૭૮) તા.૩-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.રતિલાલ, સ્વ.મનહરલાલ, સ્વ.પ્રતાપરાય, રંજનબેન અનિલકુમાર, સ્વ.જ્યોતિબેન નટવરલાલના ભાભી. પિયરપક્ષે ભાવનગર નિવાસી સ્વ.હરિલાલ વિઠ્ઠલદાસના દિકરી. સ્વ.હસમુખરાય હરીલાલ, સ્વ.જૌમતિબેન એમ, સ્વ.હંસાબેન એચ, નલિનીબેન એમ.ના બહેન, કિર્તી સુરેશચંદ્ર શાહ, ઈલાબેન મનીષકુમાર કોઠારી, ગીતાબેન, નેહા પરેશકુમાર ગોડાના માતુશ્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના લક્ષ્મીબેન વિસનજી ભેદા (ઉં. વ.૮૨) તા.૪-૧૦-૨૦૨૪ના અવસાન પામેલ છે. સોનબાઈ રાઘવજી કુંવરજી ભેદાના પુત્રવધુ. ભુજપૂરના રતનબાઈ નરશી પત્રામલ દેઢિયાના પુત્રી. પરેશ, જયેશ, હિરેનના માતા. નેણબાઇ, મણિબેન, કુંવરબાઈ, જ્યોતિબેન, ચંદનબેન, મેઘજી, દામજી, કિશોરના બહેન. પ્રાર્થના સભા તા.૬-૧૦-૨૪,૨વિવાર સાંજે ૪ થી ૫. નુતનવાડી, ગાંધીધામ. એ. જયેશ ભેદા, ડી.બી. ઝેડ, સાઉથ-૫૧, ગાંધીધામ-કચ્છ. પીન-૩૭૦૨૦૧.

નવીનાળના ચંપાબેન ધીરજ ધરોડ (ઉં. વ. ૭૪)તા.૪-૧૦-૨૦૨૪ ના અવસાન પામેલ છે. મણીબેન દેવચંદના પુત્રવધૂ. ધીરજના પત્ની. રાહુલ, હેમાલીના માતા. લક્ષ્મીબેન હરશીના પુત્રી. નરશી, માલશી, નવીન, દેશલપુર કંઠી લીલાવંતીબેન દામજી, ડેપા વિમળાબેન પ્રેમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ : હેમાલી જયેશ શેઠિયા. બી/૩, ૭૦૪, વાધવા ધ એડ્રેસ, આર.સીટી.મોલની સામે, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વે), મું.૮૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button