દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ અંધેરી સ્વ. નંદનબેન કેશવલાલ ભીમાણીના સુપુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૮૧) ૨૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ શિલ્પાબેનના પતિ. બીજલ, વિરલ, પારુલના પિતાશ્રી. બીનાબેન, અલ્પેશભાઈ, દિવ્યેશભાઈના સસરા. વનિતાબેન, હસમુખભાઈ, ભૂપેન્દ્રભાઈ, સ્વ. રેખાબેનના ભાઈ. નીવ, હિરત્વીના દાદા. સ્વ. લીલાવંતીબેન જગમોહનદાસ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ મુંબઈ, જસવંતરાય લાલચંદ કોઠારી (ઉં. વ. ૮૨) મંગળવાર, ૨૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ ઊર્વશીબેનના પતિ. બીના સંજયભાઈ શાહના પિતા. અ.સૌ. યાશના હર્ષિલભાઈ શાહ, નિધિના નાના. કાકુભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ. નિમુબેન, સ્વ. નીરૂબેનના ભાઈ. સ્વ. સુશીલાબેન રમણિકલાલ શાહના જમાઈ. સ્વ. કીર્તિબેનના પતિ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
પાટણ નિવાસી ડક મહેતાના પાડાના હાલ મુંબઈ પ્રાર્થના સમાજ નિવાસી સ્વ. વિજયકુમાર સુરજમલ શાહ અને સુમિત્રાબેન શાહના પુત્ર પ્રજ્ઞેશ શાહ (ઉં.વ. ૬૪) તા. ૨૪-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે કામિનીબેનના પતિ. ખુશ્બુબેન, જીનલબેન, યશભાઈના પિતાશ્રી. નીશાંતભાઈના સસરા. ધિરેનભાઈ, પ્રણયભાઈના ભાઈ. કેસરબેન ચંદુલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૬-૯-૨૪ના ૪ થી ૬ પાટણ જૈન મંડળ હોલ, ૭૮, મરીન ડ્રાઈવ, એફ રોડ, મરીન ડ્રાઈવ, મુંબઈ-૨૦.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોખા હાલે વાંકીના મણીબેન વશનજી ભેદા (ઉં.વ. ૮૭) ૨૪-૯ના અરિહંતશરણ પામ્યા છે. તે વશનજી માણશીના ધર્મપત્ની. અશોક, કીશોરના માતુશ્રી. વાંકીના ભાણબાઇ ભવાનજી દેવનના સુપુત્રી. કુંવરજી, ભાનુમતી, કાંતિ, કિરીટ, સુરેશ, કમલેશના બેન. ગુણાનુવાદ સભા તા. ૨૬-૯ના પત્રી ઉપાશ્રયમાં રાખેલ છે. ઠે. કીશોર ભેદા, એ/૧૩, શ્રીરામ એપાર્ટમેન્ટ, કેશરબાગ, મુલુંડ (ઇ).
રાયણના કંચનબેન જયંતીલાલ ગડા (ઉં.વ. ૬૪) તા. ૨૪-૯-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન રતીલાલના પુત્રવહુ. જયંતીલાલના પત્ની. ભાવેશ, કીંજલના માતુશ્રી. કપાયાના દેવકાબાઇ મેઘજી ભેદાના સુપુત્રી. ધનજી, નેમજી સંસારપક્ષે પૂ. ઝરણાબાઈ મ., પુ. સમૃધ્ધિબાઇ મ.ના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાવેશ ગડા, ૨૭/૨૦૩, કર્મયોગ બિ., વીરા દેસાઈ રોડ, અંધેરી (વે).
રામાણીયાના કાંતીલાલ રામજી સાવલા (ઉં.વ. ૭૮) તા. ૨૨-૯ના અવસાન પામેલ છે. વેલબાઇ ડો. રામજી રણશીના સુપુત્ર. પુષ્પાના પતિ. નયન, દર્શિતના પિતાશ્રી. પ્રેમજી, લાલજી, લક્ષ્મીબેન, ઠાકરશી, નાનજીના ભાઇ. હાલાપર લક્ષ્મીબેન પ્રેમજી રામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. એડ્રેસ: કે.આર. શાહ, ૭૪, સ્વપ્સ્ત્રલોક, લો ગાર્ડન, અમદાવાદ-૩૮૦૦૦૬.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ સાયન સ્વ. લીલાવંતીબેન મનસુખલાલ શાહના પુત્ર રોહિતભાઈ (ઉં.વ. ૭૩) તે સ્વ. વસંતભાઈ, સ્વ. જસવંતભાઈ, સ્વ. નવીનભાઈ તથા જ્યોતિબેન ભરતભાઈ, દામિનીબેન રમણિકભાઈ, રમીલાબેન પ્રવીણકુમારના ભાઈ. સ્વ. મંજુલાબેન વસંતભાઈના દિયર. ભાવેશ- રૂપા તથા હેમલ – અનીશાના કાકા. સ્વ. મનીશ- સેજલ, દેવાંગ, વિરલ, વૈશાલી-દિપક, જેનિસ-રિદ્ધિના મામા. તા. ૨૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દેહદાન કરેલ છે. ઠે. ૧૮૪/૨૪, મણીબાઈ ટ્રસ્ટ હાઉસ, સાયન.
ઝાલાવાડ શ્ર્વે. મુ પુ જૈન
ઝીંઝુવાડાનિવાસી હાલ કાંદિવલી સ્વ. કાંતાબેન હરિલાલ ગાંધીના પુત્ર પ્રવિણચંદ્ર (ઉં.વ. ૭૪) ૨૪/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુધાબેનના પતિ. સ્વ. નિલેશભાઈ, મિતુલભાઈ, નિપુળાભાઈના પિતા. તૃપ્તિ, જીનલ, મેઘનાના સસરા. પૂર્વાંગી સાગર શાહ, ધ્રુમિલ, રીયા, શ્રેયા, હીરના દાદા. સાસરાપક્ષે સ્વ. કાંતિલાલ નારણદાસ દફતરીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સી ૨, ટી ૧૧૭/૧૨૦ મહાવીરનગર સોસાયટી, શંકરગલી કાંદિવલી વેસ્ટ.
