જૈન મરણ
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ દોશી ભગવાનજી મેઘજીભાઇના સુપુત્ર. વલ્લભદાસના ધર્મપત્ની જયાલક્ષ્મી (ઉં. વ. ૮૩) સોમવાર, તા. ૨૩-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હિતેન્દ્ર, વિરેન્દ્રના માતુશ્રી. તે જાગૃતિ, પ્રજ્ઞાના સાસુ. પિયર પક્ષે સ્વ. ભાયચંદ નાનચંદ દોશીના દીકરી. મંગળાબેન નવીનચંદ્ર, સૂરજબેન છગનલાલ, પુષ્પાબેન ભોગીલાલ, સુમનબેન મહેન્દ્રભાઇ, કલ્પનાબેન હર્ષદરાય, રેખાબેન શાંતિલાલ, નિર્મળાબેન હસમુખરાયના ભાભી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કવિઓ જૈન
કચ્છ ગામ મોટા લાયજા (હાલે મુંબઈ માટુંગા)ના કાંતિલાલ તેજૂકયા (ગાલા) (ઉં.વ. ૯૦) રવિવાર, તા. ૨૨-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે વિમળાબેન ખીમજી તેજૂકયાના પુત્ર. અલકા, જિતેનના પિતા. હિરાંશી જિતેનના નાના. દૌલતબેન રમણીકલાલ, પ્રવીણભાઈ, ઉર્મિલાબેન શાંતિલાલ, પ્રમોદભાઈ, ચંદનબેન પ્રવિણ વિક્રમના ભાઈ. રતનબેન નાગજી મેકોનીના જમાઈ. જીજ્ઞા, શિલ્પાગૌરી નારાયણ, બંસરી મિલિન્દ, દેવકી ભાવેશ, પ્રણવ પ્રમોદના બાપુ. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૫-૯-૨૪ના ૪ થી ૫.૩૦ યોગી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિર પાછળ, દાદર ઈસ્ટ.
પાંત્રીસ ગામ વિશા શ્રીમાળી સમાજ જૈન
કાંદિવલી નિવાસી સવિતાબેન મણીલાલ શાહના પુત્રવધૂ ફાલ્ગુનીબેન ભૂપેન્દ્રભાઇ શાહ (ઉં. વ. ૭૨) તા. ૨૨-૯-૨૪ને રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે પૌમીલ, દર્શી, જીમીતના માતુશ્રી. તે સેતલ, તેજસ, સ્મિતાના સાસુ. પિયર પક્ષે સ્વ. તરુલતાબેન નવીનચંદ્ર મહેતાના સુપુત્રી. તે યોગેશ, મૈત્રેય, દીપીકા, રૂપા, છાયાના બહેન. તે દેવાંશ, હીતાંશ, આરવ, આયુષ્યના દાદી-નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.ચંચળબેન હેમતલાલ શાહના સુપુત્ર પ્રફુલભાઈ (ઉં. વ. ૭૮) તા.૨૩-૦૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે, તે ઉષાબેનના પતિ. સ્વ.રસિકભાઈ, પ્રવિણભાઇ, સ્વ.નીલમબેન રસીકલાલ મહેતા, મંજુલાબેન સૂર્યકાંત ઠકકર, રંજનબેન ચંદ્રકાન્ત મહેતાના ભાઈ, વૈશાલી જયેશકૂમાર મહેતા, હેમા ચેતનકુમાર શાહ, શ્રેણિકના પિતા, રૂચિતાના સસરા, રજનીકાંત મનહરલાલ શાહના જમાઈ, પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૨૧/૨, દિવ્ય દર્શન, જગડુશા નગર, ઘાટકોપર વેસ્ટ.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મૂળ વતન ગઢડા સ્વામીના હાલ ડોમ્બિવલી સ્વ.ચંપાબેન સવાઇલાલ ગોસલીયાના સુપુત્ર પ્રકાશભાઈ (ઉં. વ. ૭૧) તા.૨૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. દક્ષાબેનના પતિ. કિરણ, ચિરાગ તથા ભાવિકાના પપ્પા. ધર્મેશ હસમુખભાઈ ગોડા, અ.સૌ કિનશાના સસરા, સ્વ.રમેશભાઈ, જવાહરભાઈ, સ્વ.શોભનાબેન મનસુખભાઈ, જયોત્યસનાબેન જસવંતભાઈ, રેખાબેન ભરતભાઈ, આશાબેન હરેશભાઈના ભાઈ. સ્વ.કંચનબેન મનસુખલાલ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા ૨૬-૦૯-૨૪ ગુરુવારના ૧૦થી ૧૨.ઠે. રુણવાલ માયશિટી ક્લબ હાઉસ, ફેર્સ-૨, રાયન સ્કૂલની સામે ડોમ્બિવલી (ઈસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
કચ્છ મુન્દ્રાના હાલે હૈદરાબાદ નિવાસી ગં.સ્વ.દીપાબેન સંઘવી (ઉં. વ. ૫૮) શુક્રવાર તા.૨૦.૯.૨૪ના હૈદરાબાદ મધે અરિહંતશરણ પામ્યા છે. સ્વ.ભરત સંઘવીના ધર્મપત્ની. સ્વ.ધનગોરીબેન ચંદુલાલ નાનચંદ સંઘવીના પુત્રવધૂ. કવિત. તેજસના માતુશ્રી. દિપાલી. હેમાલીના સાસુ. સ્વ.ક્રિષ્ના ભુપેશભાઈ તથા સોનલબેન સંદીપભાઈ, ગીતાબેન જયેન્દ્રભાઈ, શીલાબેન બીપીનભાઈના ભાભી. ગામ મુન્દ્રા ધનગૌરીબેન મનસુખલાલ સંઘવીની સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
સુલાતનપુર નિવાસી હાલ કાંદિવલીના ગં.સ્વ.તારાબેન અમૃતલાલ દોશીના પુત્રવધૂ તથા નરેન્દ્રભાઈ દોશીના ધર્મપત્ની અ.સૌ કવિતાબેન દોશી (ઉં. વ. ૫૮) તે ૨૨/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જીગીષાના માતુશ્રી. પિયરપક્ષે સિંગાપુર નિવાસી ગં.સ્વ.ઇન્દીરાબેન જયસુખલાલ મડીયાની દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના અ.સૌ. પુષ્પાબેન સાવલા (સાડીવાલા) (ઉં. વ. ૭૮) અવસાન પામેલ છે. સ્વ. વેલબાઈ દેવરાજ વરજાંગના પુત્રવધૂ. ભાઈલાલના પત્ની. અનિષ (ટીનુ), દિપેશ (મીનુ)ના માતા. કોડાય સ્વ. માંકબાઈ નાનજી નથુ ગડાના સુપુત્રી. સ્વ. હિરજી, મુલચંદ, સ્વ. ઇંદીરાબેન (મણી)ના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાઈલાલ દેવરાજ સાવલા ૯૬/એ/૭ મોતીબાગ, પહેલે માળે, ગાંધી માર્કેટની બાજુમાં, સાયન-૨૨.
લાયજાના કાંતિલાલભાઈ ખીમજી તેજુકાયા (ગાલા) (ઉં. વ. ૯૦) તા. ૨૨-૯ના અવસાન પામેલ છે. વેજબાઈ તેજુ કાયાના પૌત્ર. વિમલાબેન ખીમજીના પુત્ર. હંસાબેનના પતિ. અલકાના પિતાશ્રી. પ્રમોદભાઈ, પ્રવીણભાઈ, નાની ખાખરના દૌલતબેન રમણીક મેકોની, ઊર્મિલાબેન શાંતિલાલ મેકોની, મોટી ખાખરના ચંદનબેન પ્રવીણ વિક્રમના ભાઈ. નાની ખાખરના રતનબેન નાગજી ગણપત મેકોનીના જમાઈ. પ્રાર્થના: યોગી સભાગૃહ, દાદર (સે.રે.). સાંજે ૪ થી ૫.૩૦ કલાકે. નિવાસ: કાંતીલાલભાઇ તેજુકાયા, ૫૪૫, તેજુકાયા પાર્ક, ડો. આંબેડકર રોડ, માટુંગા (ઈ) મુંબઈ-૧૯.
ગેલડાના માતુશ્રી ગુણવંતીબેન સૈયા (ઉં. વ. ૯૧) તા. ૨૨-૯-૨૪ના દેશમાં અવસાન પામેલ છે. તે સ્વ. ગાંગજી ગેલાભાઇ સૈયાના ધર્મપત્ની. કારાઘોઘાના સ્વ. જેસંગ હીરા વીરાના સુપુત્રી. રમેશ, જયવંતી, મુકેશ, પ્રવિણના માતુશ્રી. કારાઘોઘાના વીરજી, શામજી જેસંગ વીરા, કપાયાના દેવકાબેન પ્રેમજી મારૂના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન સંપર્ક આવકાર્ય. નિ. પ્રવિણ સૈયા, એ/૬, ૧૧૦૩, વિકાસ કોમ્પ્લેક્સ, કેસર મીલ, એલ.બી.એસ. રોડ, થાણા (વે.).
મોટી ખાખરના અ. સૌ. નયના છાડવા (ઉં. વ. ૪૯) ૨૧-૯ના અવસાન પામેલ છે. પુષ્પા મણીલાલના પુત્રવધુ. અનિલના પત્ની. પ્રભા પોપટલાલના પુત્રી. કોડાય લતા ભરત, જ્યોતિ મુકેશ, છસરા દક્ષા પૂર્વીશ, દિપ્તી નરેશ, નાસિક ડિમ્પલ અરૂણના બહેન. પ્રા.શ્રી વ. સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૨.૦૦ થી ૩.૩૦. ઠે. અનિલ છાડવા, સી/૨૧૨, સાઈ મંગલ, નારાયણ નગર, તુલીંજરોડ, નાલાસોપારા (ઈ).
વિસા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મીરારોડ મુંબઈ શ્રી ચંદ્રકાંત જયંતિલાલ બીલખીયા તે પ્રતિકભાઇ તથા અ.સૌ.નિરાલી આકાશકુમાર ઝાટકીયા ના પિતાશ્રી તથા અ.સૌ. ચાંદની ના સસરા તથા ભાવનગર નિવાસી સ્વ. ખાન્તિલાલ રતિલાલ શાહના જમાઈ તારીખ ૨૩- ૯- ૨૪ ના રોજ મીરા રોડ ખાતે અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તારીખ ૨૬- ૯ -૨૪ ને ગુરૂવારના સવારે ૧૦ થી ૧૨ કલાકે , સ્થળ : રાધાકૃષ્ણ બેન્કવેટ હોલ, કાસા ડેલા હોટલ પાછળ, અસ્મિતા સુપર માર્કેટ સામે, પૂનમ સાગર રોડ, મીરા રોડ, મુંબઈ ખાતે રાખેલ છે.
કાળધર્મ
શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયનાં તપચક્ર ચક્રવતી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના આજ્ઞાવર્તીની પ્રવર્તિની મહત્તરા પ.પૂ. સાધ્વીશ્રી ગુલાબશ્રીજી મ.સા., પ.પૂ. સાધ્વીશ્રી માણેકશ્રીજી મ.સા.ના શિષ્યા જિનશાસન રત્ના પ્રવર્તિની મહત્તરા મુખ્યા સાધ્વીશ્રી નપ.પૂ. સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ સાહેબજીથ ૮૫ વર્ષની ઉંમરે ૭૦ વર્ષનો દિક્ષા પર્યાય પાળી મંગળવાર, તા. ૨૪-૯-૨૪ના કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે માતુશ્રી પરમાબાઇ પ્રેમજી વિજપાર રાંભીયા કચ્છ ગામ : મોટા આસંબીયાવાલાની સુપુત્રી થાય.