જૈન મરણ
અચલગચ્છીય પ.પૂ.સાધ્વી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. કાળધર્મ પામ્યા છે
શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના આજ્ઞાવર્તીની પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચારુલતા શ્રીજી મહારાજના પ્રશિષ્યા પ. પૂ. સાધ્વી શ્રી ચારુપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પ. પૂ. સાધ્વી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ (ઉં. વ.૬૬) સંયમ જીવનના ૪૨ મા વર્ષે તા. ૨૨-૦૯-૨૪ના રોજ સવારના ૯.૩૦ કલાકે વડોદરા મુકામે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કાળધર્મ પામેલ છે, સંસારપક્ષે માતુશ્રી ધનગોરીબેન અમિતભાઈ રાઠોડ, જામનગરના સુપુત્રી થાય.
રાધનપુર જૈન તીર્થ
શ્રી દિનેશ પનાલાલ મસાલિયા. (ઉં . વ.૮૦) તેઓ શ્રી પન્નાબેનના પતિ. રાજ અને સેજલના પિતાજી. નીકી અને કુણાલના સસરાજી, ચંદ્રેશભાઇના ભાઈ, જયંતીલાલ જમનાલાલ શાહના જમાઈ. શિવાની, દિવ્યેશ , આયુષી, આયુષ, શ્રેયા દૃષ્ટિ, જનમ, માહિરના દાદાજી. તા. ૨૧/૯/૨૦૨૪ ના રોજ અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ નિવાસી હાલ કાંદિવલી હર્ષદરાય દામજીભાઇ વારૈયાના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૭૪) નિકેશ, રીતેશના માતુશ્રી. અવનીબેન, અંકિતાના સાસુ. અંશ-અમીષ, અને આયુશીના દાદી. પિયરપક્ષે સ્વ. તારાબેન વિનયચંદ સંઘવી (ભાવનગર)ના પુત્રી. તા. ૨૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે.
દેરાવાસી જૈન
મૂળ નિવાસી પેથાપુર હાલ જુહુ મુંબઇ વસ્તુપાલ ચીમનલાલ મહેતા તા. ૨૦-૯-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અરૂણાબેનના પતિ. તે સ્વાતિબેન, શ્રુતિબેન, શિલ્પાબેનના પિતા. તે સ્વ. મહાવીરભાઇ, સ્વ. વિક્રમભાઇ, અશોકભાઇ, જયપ્રકાશભાઇ, ઇન્દુબેન, ભારતીબેનના ભાઇ. તે મુકેશભાઇ, પરેશભાઇ, સંજયભાઇના સસરા. તે બિજોય, યશેશ, આલોક, અંકુર, તન્વીના નાના. પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. વિલેપાર્લે મેડિકલ કલબ, સંત જ્ઞાનેશ્ર્વર માર્ગ, ચંદન સિનેમાની પાછળ, જુહુ સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ મલાડ મુંબઇના ચંપકલાલ કાશીદાસ મહેતા (ઉં.વ.૮૧) તે રેખાબેનના પતિ. તે વૈશાલી ડિમ્પેશ દોશી, કાજલ હેતલકુમાર દોશી, ધારિણી દીપેશ શાહના પિતાશ્રી. સાહિલ, પ્રિન્કલ, લબ્ધિ, માહિના નાનાજી. તે સ્વ. પ્રભુદાસ અમરચંદ સંઘવીના જમાઇ. તથા મંજુલાબેન, નીરૂબેન, ભરતભાઇના ભાઇ. રવિવાર, તા.૨૨-૯-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સંઘવી ગંભીરદાસ હઠીચંદના ધર્મપત્ની ચંદ્રાવતી (ઉં. વ. ૯૦) તા. ૨૧-૯-૨૪ના શનિવારના સ્વર્ગવાસ પામેલ છે. તે કિર્તી, ગિરીશ, હર્ષદ, મહેશના માતુશ્રી. ઉષા, જયોત્સના, મીના, સ્વાતિના સાસુ. નેહા, બીજલના મોટા સાસુ. નીશાંત, જીગર, ધ્રવ, ધ્રુતી રાહુલકુમાર, બેલા રાજનકુમાર, બીજલ ધર્મેશકુમાર, પૂર્વી કુણાલકુમાર, બીના ચિંતનકુમાર, કેન્ની અંક્તિકુમારના દાદી. પિયર પક્ષ: ઉમરાળાવાળા સ્વ. વિનયચંદ જેચંદ દોશી, ચંદ્રકાન્ત, જશીબેન વેણીલાલ મહેતા, મંજુલાબેન કાંતિલાલ શાહ, કુસુમબેન મણિલાલ વાસા, હિરાબેન ભુપતરાય મહેતાના મોટાબેન. લૌકિક વ્યવહાર – સાદડી રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી, હાલ મુંબઈ/કલકત્તા, શ્રી જયંતિલાલ વીરચંદ વોરા શુક્રવાર તા. ૨૦.૦૯.૨૦૨૪ ના અરિહંત શરણ પામેલ છે. તે વસંતબેન ના પતિ, અમૃતલાલભાઈ, શાંતાબેન તથા જયાબેન ના ભાઈ, અમૃતલાલભાઈ, મનસુખભાઈ, સ્વ. ચીમનભાઈ, મનહરભાઈ તથા મંછાબેન ના બનેવી, અશોક તથા ધર્મેન્દ્ર ના પિતા, નીતાબેન તથા પ્રજ્ઞાબેન ના સસરા, નમિતા, રાજવી, પૂજા અને ધૈર્ય ના દાદા. તેમની પ્રાર્થના સભા મંગળવાર તા. ૨૪.૦૯.૨૦૨૪ ના પાવન ધામ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ ખાતે સવારે ૧૦:૦૦ થી ૧૨.૦૦ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
છસરાના સૌ. ભાનુબેન કાનજી વોરા (ઉ. ૭૮)તા. ૨૦-૯ ના અરિહંત શરણ પામેલ છે. હીરબાઈ મઠુ પાંચારીયાના પુત્રવધૂ. સાડાઉ મણીબેન પ્રેમજી દના ગાલાના પુત્રી. કાનજીભાઈના પત્ની. બીપીન, રીના, સ્વ. રીટા, જીતેનના માતુશ્રી. સાડાઉ લક્ષ્મીચંદ, નાનજી, મનસુખ, મંજુલા, હંસાના બહેન. પ્રા. યોગી સભાગૃહ, સ્ટેશન રોડ, દાદર (ઇ). ટા. ૪ થી ૫.૩૦. નિ. કાનજી વોરા, ૧બી /૭૧, રૂસ્તમજી રીજન્સી, જે. એસ. રોડ, દહીંસર (વે).
હાલાપુર (ડોંબીવલી)ના અ.સૌ. હેમલતાબેન લીલાધર ગડા (ઉ.વ. ૬૬) તા. ૨૦-૦૯-૨૪ના અવસાન પામેલ છે. મા. નાથબાઇ ગાંગજી આસારીયાના પુત્રવધૂ. લીલાધરના ધર્મપત્ની. પ્રીતી, હીરેન, પિયુષ, ધવલના માતુશ્રી. દેવપુર મા. કેસરબેન ખીમજી પાસુના સુપુત્રી. સ્વ. પ્રભા, ગીરીશ, પ્રકાશ, દક્ષાના બેન. પ્રા. શુભ મંગલ હોલ, એવરેસ્ટ શોપીંગ સેન્ટર, ભાજી માર્કેટ, ડોંબીવલી (ઇ.) ટા. ૩ થી ૪.૩૦. ઠે. લીલાધર ગડા, ૧/૮, નિર્મલા નિવાસ, ડી.એન.સી. સ્કુલની પાછળ, ડોંબીવલી (ઇ.)
લાડુઆ શ્રીમાળી દેરાવાસી જૈન
ભરૂચ નિવાસી, હાલ વિલેપાર્લે મુંબઈ, મંજુલા નરેન્દ્ર શાહ( પિયર પલસાણા પારડી), (ઉં.વ.૯૦), તે સ્વ. નરેન્દ્ર મોહનલાલ શાહના પત્ની, મયંક, વૈશાલીના માતા, સુગંધાના સાસુ. સ્વ. સુરેન્દ્ર ફકીરભાઈ જોશીના બેન, સરોજના નણંદ, સ્વ. રમણલાલ, સ્વ. જયા, સ્વ. કુસુમ, કુંદન, રસીલા, ઈલાના ભાભી, સ્વ. વિણાના દેરાણી. તા. ૧૬.૯.૨૪ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ થોરીયારી હાલે લાકડીયાના સ્વ. પ્રેમજી રતનશી ફરીયા ઉં.વ.૫૯ શનિવાર તા.૨૧.૦૯.૨૦૨૪ના અવસાન પામેલ છે. સ્વ.જમનાબેન તેજશીના પૌત્ર, સ્વ. વેજીબેન રતનશીના સુપુત્ર, નયનાના પતિ, અંકિતા, બ્ર્ાિજલ, ૠષભના પિતાશ્રી, ચિરાગ, કેવલના સસરા, ચિ. જીશા, જીશીવના નાના. વિશા, વેલુ, પાર્વતી, દામજી, મણીલાલ, પ્રવીણ, જયંતી, સ્વ.ડાઈના ભાઈ. મોંઘીબેન ભોજરાજ ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૩.૦૯.૨૦૨૪ના રોજ સમય. ૧૦.૩૦ થી ૧૨ કલાકે , સ્થળ. શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ,થાણા, ઠે.જૈનાચાર્ય અજરામરજી ચૌક, નૌકા વિહારની સામે, થાણા-વેસ્ટ.