જૈન મરણ
લજાઈ મોરબી નિવાસી હાલમાં ભાયંદર સ્વ.ગિરધરલાલ ઝવેરચંદ દેસાઈના પત્ની ગુણવંતી ગુરૂવાર ૧૯/૦૯/૨૪ના અરિહંતશરણ પામેલા છે. નયનાબેન ધનરાજ મલડકર, મુકેશ, તૃપ્તિબેન મુકેશ દામાણીના માતૃશ્રી સ્વર્ગીય પદ્મની મુકેશ દેસાઈના સાસુ. વવાણીયા નિવાસી સ્વર્ગીય ચુનીલાલ બેચરલાલ દોશીના દીકરી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ મુંબઇ લોહાર ચાલ વિમલાબેન પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૮૪) તા. ૨૦-૯-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રવીણભાઇ અંબાલાલ શાહના પત્ની તથા ભાવેશભાઇના માતા. રીપલબેનના સાસુ. તથા અનોખી, કિર્તનના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૨૦/૪૮, લુહાર ચાલ, જય મહલ બિલ્ડિંગ, ૪થે માળે, રૂમ નં. ૬, મુંબઇ-૪૦૦૦૦૨.
ઘોઘારી વિશા ઓસવાળ જૈન
મહુવા નિવાસી હાલ મલાડ શ્રીમતી હીનાબેન (ઉં.વ.૬૧) તે સ્વ.હેમંતભાઈ મનહરલાલ શાહના ધર્મપત્ની. ચિ.મૌલિક તથા ચિ.મેઘાના માતુશ્રી. વિશાખા તથા વિશાલકુમાર સોનીના સાસુ. હંસાબેન મનહરલાલ કાંતિલાલના મોટાપુત્રવધૂ. હરેશ શીલા, સંજય નીલમ તથા ચંદ્રેશના ભાભી. પિયરપક્ષે સ્વ.કુસુમબેન ચંદ્રકાંત ચત્રભુજ શાહના પુત્રી. ૧૭/૦૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તા.૨૨/૦૯/૨૪ રવિવારના ૩ થી ૫. દયાનંદ પ્રાઇમરી સ્કૂલ હૉલ. લિબર્ટી ગાર્ડન ક્રોસ રોડ નંબર ૧, ત્રિમૂર્તિ ટાવરની સામે. મલાડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.રેણુકાબેન હર્ષદભાઈ દોશીના પુત્રવધૂ અ.સૌ.મીરા (ઉં.વ.૪૮) તે નિલેશ દોશીના ધર્મપત્ની. રીયાના માતુશ્રી. માધવીબેન કિરીટભાઈ મકાતીના દીકરી. માલતી ભૂપેશ મહેતા, બીજલ નિલેશ દેસાઈના ભાભી. જીજ્ઞેશ તથા શ્રુતિ ચિરાગ પારેખના બહેન. ૧૮/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૧/૯/૨૪ના ૫ થી ૭. ભાનુશાલી વાડી, ત્રીજે માળે, ઈશ્ર્વરા પરમેશ્ર્વરા બેન્કવેટ હોલ, તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કારાઘોઘા (ભુજ)ના રંજન/ચંદ્રીકા કલ્યાણજી શેઠીયાના પુત્રી જાગૃતિ અશોક ગુંસાઇ (ઉં.વ. ૫૧) તા. ૧૩-૯-૨૪ના અવસાન પામેલ છે. અશોકના પત્ની. બેલા, તેજલના બેન. ભાવિન, સુમિત, ઉર્વી, માનસીના માતા. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : ચંદ્રીકા શેઠીયા, ૧૬૦૩-બે વ્યુ, વૈદ્યવાડી, ઠાકુરદ્વાર, ગીરગાવ, મુંબઇ-૨.
બિદડાના અશોક દેવજી દેઢીયા (ઉ.વ. ૭૫) તા.૧૯-૯-૨૪ના રોજ અવસાન પામેલ છે. લક્ષ્મીબેન દેવજી રામજીના પુત્ર. જ્યોતિબેનના પતિ. મોનીશ, રિશિતાના પિતા. કોડાયના ચંચળબેન મુરજી ઉમરશી સાવલાના જમાઈ. (પ્રાર્થના રાખેલ નથી). ઠે. મોનીશ શાહ ૧૨૩/૧ ભક્તિ યોગ સો. પૌડ રોડ, પુણે – ૩૮.
કચ્છ વાગડ સાત ચોવીસી જૈન
લાકડીયાના હાલ સાયન. સ્વ. જોટા ઊજમશી જીવરાજના ધર્મપત્ની ઊર્મિલાબેન (ઉં.વ. ૯૦) તે ચન્દ્રકાંતભાઈ – દીપકભાઈ – અતુલભાઇ – સ્વ. હેમલતાબેન સુભાષચંદ્ર ખંડોર તથા સરોજબેન ગુણવંતરાય મેહતાના માતુશ્રી. મિલાપ -પ્રતીક – સ્મિત – સેજલ મીલન ભાયાણી – પૂજા – તથાં ભૂમિકાના દાદીમા. લાકડીયાના કેશવજી ભગવાનજી કૂબડીયાના દિકરી ગુરૂવાર, તા.૧૯/૦૯/૨૪ના દેવગત થયેલ છે. પ્રાર્થના સભા શનિવાર ૨૧/૦૯/૨૪ના માનવ સેવા સંઘ, સાયન. ૧૦ થી ૧૧.૩૦.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. ભગવાનદાસ કેશવજી શેઠના પુત્ર પ્રતાપરાય (ઉં.વ. ૮૫) તા.૧૯.૦૯.૨૪ના ગુરૂવાર અરિહંતશરણ પામેલ છે. તે રમાબેનના પતિ. નિકુંજ અને પરાગના પિતા. બિના અને રૂપાલીના સસરા. કેતુલ, મિત અને પ્રિયાંશના દાદા. સ્વ. નગીનભાઈ, સ્વ.તરૂણભાઈ, સ્વ.જશીબેન મંગળદાસ ગાંધી, સ્વ.કળાબેન નવીનચંદ્ર શાહ, સ્વ.નિર્મળાબેન મણીલાલ સંઘવીના ભાઈ, સ્વ. કેશવલાલ નાનચંદ દોશી વરલવાળા હાલ માટુંગા/મુલુંડના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ચુડા નિવાસી હાલ વિરાર ધવલ કોઠારી (ઉં.વ. ૩૬) તે આશાબેન ત્થા મહેશકુમાર લલ્લુભાઈ કાળીદાસ કોઠારીના પુત્ર, પ્રતિક ત્થા સાગરના ભાઈ. સ્નેહાના દિયર. આયુષી ત્થા વિવાનના કાકા. તા. ૧૭-૯-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ત્થા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.