મરણ નોંધ

જૈન મરણ

જેતપુર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. કુમુદબેન અને સ્વ. ઈશ્ર્વરલાલ મગનલાલ પારેખના પુત્રવધૂ તથા સ્વ. સુરેન્દ્રના ધર્મપત્ની ગં.સ્વ. તનમનબેન (ઉં. વ. ૭૯) તે પ્રફુલ્લભાઈ, સ્વ. દીલીપભાઈ, નીતિનભાઈ અને સ્વ. અશોકભાઈના ભાભી. મલ્લિકાબેન, દીનાબેન, સ્વ. કલ્પનાબેનના જેઠાણી. સ્વ. લલિતાબેન અને સ્વ. વિઠ્ઠલભાઈ ડાહ્યાભાઈ મીસ્ત્રીના પુત્રી સોમવાર ૯-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડિયા સ્વ. વેલજી રણશી ભીમશી શાહ (ઉં.વ. ૮૬) સોમવાર, તા. ૯-૯-૨૪ મુંબઈ ગોરેગાંવ મધે અવસાન પામેલ છે. સ્વ. તેજીબેન રણશીના સુપુત્ર, જશુબેનના પતિ. ખેતશી, સ્વ. વિમળા, રમિલા, જયશ્રી, ડિમ્પલના પિતાશ્રી. સ્વ. લાલજી, જયંતિ, દિનેશ, ધવલના સસરા. પાર્થ, મનિષ, પુંગાશ, હિતેશ્રી, ડૉ. વિધિના નાના. ગામ સામખીયારીના સ્વ. ડાઈબેન પુનરાજ તેજશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: બી/૨૦૧, સ્નેહદિપ સોસાયટી, એમ.જી. રોડ, ગોરેગાંવ-(વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ-મુલુંડ લીલાવંતીબેન મનસુખલાલ નાનચંદ દોશીના પુત્ર રમેશચંદ્ર (ઉં.વ.૮૫) તા. ૩-૯-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ તથા દેવાંગ, દર્શના, ભાવિકા, સેજલના પિતાશ્રી. શિલ્પા, મુકેશકુમાર, પરાગકુમાર, સંદીપકુમારના સસરાજી. સ્વ. સુરેશભાઈ, સ્વ. ચંદ્રાબેન પ્રવિણચંદ્ર મહેતા, અનિલભાઈના ભાઈ, હઠીચંદ દેવચંદ મહેતા (નોધણવદર)ના જમાઈ. આત્મશ્રેયાર્થે ૧૮ પાપસ્થાનકની સ્તુતિ સંવેદના રાખેલ છે. તા. ૧૩-૯-૨૪, શુક્રવારના ૧૦.૩૦થી ૧૨.૩૦ સ્થળ: સમૃદ્ધિ હોલ, મદનમોહન માલવિયા રોડ, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, મુલુંડ (વે).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
જસપરા નિવાસી હાલ ભાંડુપ, રજનીકાંત અમૃતલાલ શાહની ધર્મપત્ની હસુમતીબેન (ઉં. વ. ૮૦) તા. ૧૧-૯-૨૪ બુધવારના અવસાન પામ્યા છે. તે સંજય અને રાજશ્રીના માતુશ્રી. રમેશકુમાર અને એકતાના સાસુ. જિનય, નિરવ અને જીતના દાદીમા. પિયર પક્ષે દાઠાવાળા અનંતરાય ચત્રભુજ સલોતના દીકરી. અને જસુભાઈની બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ સ્થાન: ૨/ડી/૩૦૫, કુકરેજા કોમ્પ્લેક્ષ, ભાંડુપ, મુંબઈ.
દશાશ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી સ્વ. વિજયાબેન મનસુખલાલ શાહના સુપુત્ર ઉપેન્દ્રભાઈ હાલ કાંદીવલી (ઉં. વ. ૭૮) તે સરલાબેનના પતિ. તે તેજસ-રેખા, ચેતના-વિરલના પિતા. સ્વ. કનુભાઈ-નિર્મળાબેન, સ્વ. રમેશભાઈ-ચારૂબેન, સ્વ. મહેશભાઈ-પ્રિતીબેન, પીયૂષભાઈ-નિશાબેન, સ્વ. જશુબેન અજમેરા, શારદાબેન મહેતા, ચંદ્રાબેન ભાયાણી, સરોજબેન સરવૈયાના ભાઈ. હીયા અને વિરતીના દાદા તા. ૧૧-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર ૧૩-૯-૨૪ના ૩.૩૦ થી ૫.૩૦ પાવનધામ, મહાવીર નગર, કાંદીવલી (વેસ્ટ). ચક્ષુદાન કરેલ છે.
દશા શ્રીમાળી સ્થા.જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. સમરથબેન નરભેરામ બાવીસીના પુત્રવધૂ, હિંમતલાલ નરભેરામ બાવીસીના ધર્મપત્ની રંજનબેન બાવીસી (ઉં. વ. ૮૬) ૯-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે.
તે સ્વ. અતુલભાઈ, દિપકભાઈ, ચારૂબેન જયેશભાઈ ગોહેલના માતુશ્રી. સોનલબેન, હિનાબેનના સાસુ. ઝાબીયા હાર્દિક બાવીસી, નેહા સિધ્ધાર્થ બાવીસી, કુસુમબેન મગનલાલ બાવીસીના ભાભી. પિયર પક્ષે સ્વ. પ્રેમચંદ મોરારજી પારેખના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. પ્લોટ નં. ૪૭, ગારોડીયા નગર, ૭ વિકાસ, ઘાટકોપર.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર ઝવેરલાલ નેમચંદ દોશીના પુત્ર લક્ષ્મીકાંત દોશી (બટુકભાઈ) (ઉં. વ. ૭૯) ૧૦-૯-૨૪ મંગળવાર અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રંજનબેનના પતિ. અલ્પા, દીપા, ભાવિકાના પિતા. રાકેશ, ચેતન, કૃણાલના સસરા. ભારતી, ઈલા, વૃણ, હરીશ, જાગૃતીના ભાઈ. તે પ્રભુલાલ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થા. જૈન
ચોટિલા નિવાસી હાલ પૂના, સુશીલાબેન અને સ્વ. ચંપકલાલ દેવચંદ શાહના પુત્ર વિક્રમભાઈ (ઉં. વ. ૬૦) તે નિપાબેનના પતિ. ગુંજન તથા હરશીવના પિતા. તે સ્વ. ચેતનભાઈ, સ્વ. અનિતાબેન હેમંતભાઈ શાહના ભાઈ. તે પુષ્પાબેન અને દિનેશચંદ્ર જમનાદાસ મહેતાના જમાઈ. તે ચંદ્રેશભાઈ દિનેશચંદ્ર મહેતાના બનેવી ૯-૯-૨૪ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર ૧૩-૯-૨૪, ૪ થી ૬. જલારામ હોલ, જુહુ વિલેપાર્લા, મુંબઈ-૪૯.
સોરઠ વિસા શ્રીમાળી જૈન
વર્ધા નિવાસી (ઘાટકોપર) ન્યાલચંદ માણેકચંદ મહેતા (ઉં. વ. ૮૯) તે જયશ્રીબેનના પતિ. રવિવાર, તા. ૮-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભરત, હિતેશ નીતા અને રાજેશ્રીના પિતા. દક્ષાબેન, પ્રિતીબેનના સસરાજી. વૈભવ, મૌસમી, કાજલ, કોમલ, વાહીના દાદા. તે સ્વ. ગુલાબચંદ લીલાધર મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૩-૯-૨૪ ૧૦ થી ૧૨ સ્થળ: ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ.
દશા શ્રીમાળી મૂ. પૂ. જૈન
માળિયા નિવાસી હાલ ગુલાલવાડી, મુંબઈ, જીતુભાઈ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની અ. સૌ. રંજનબેન (રૂપાબેન) (ઉં. વ. ૭૫) ૧૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અર્ચના ભુપેનકુમાર મહેતાના માતુશ્રી. કુ. પરીના નાનીમા. તે જગદીશભાઈ તથા રાજેશભાઈ શાંતિલાલ મહેતા, કલ્પના નિમિષકુમાર મહેતા, ગીતાબેન, કિનાબેનના ભાભી. તે સ્વ. મણિલાલ રણછોડદાસ શાહના સુપુત્રી. તે કીર્તિભાઈ, આશાબેન જયેશકુમાર શાહ, બકુલભાઈના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુર હાલે વલસાડના શ્રી મનીષ પ્રેમજી છેડા (ઉં.વ. ૫૪) તા. ૯-૯-૨૪ના દેહત્યાગ કરેલ છે. કુંવરબેન પ્રેમજી છેડાના સુપુત્ર. પ્રીતીના પતિ. મધુભાઈ (યોગેશ), રાજેશના ભાઈ. નાના ભાડિયાના કસ્તુરબેન દેવચંદ રવજી નંદુના જમાઇ. નિ.: મનીષ છેડા, નિરાંત બંગલો, પાલી હીલ-૩, એમ. રોડ, તીથલ રોડ, વલસાડ-૩૯૬૦૦૧.
સાભરાઇના હરખચંદ શીવજી હરીયા (ઉં.વ. ૭૩) તા. ૮-૯ના દેશમાં અવસાન પામેલ છે. જેઠીબાઈ શીવજીના પુત્ર. દમયંતીના પતિ. જતીન, મીત્તલના પિતા. દીનેશ, ઝવેર, મંજુલા, જ્યોતિ, ચંદન, સંગીતાના ભાઈ. નાનબાઈ ડુંગરશીના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. : ૨થી ૩.૩૦.
વિંઝાણના હાલે માટુંગા (સે.રે.)ના અ.સૌ. પ્રભાબેન હેમચંદ શીવજી ગડા (આદોનીવાળા) (ઉં.વ. ૭૫) તા. ૯-૯-૨૪ના અવસાન પામેલ છે. લઘીબાઇ શીવજી દેવજી ગડાના પુત્રવધૂ. મોટી વરંડીના હિરાબેન દામજી જીવરાજ નાગડા (હૈદ્રાબાદવાળા)ના સુપુત્રી. હેમચંદ શીવજી ગડાના ધર્મપત્ની. રાહુલ, કૌશિક, વિભાના માતુશ્રી. પ્રાર્થના સભા રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ. હેમચંદ ગડા, એ/૪, ૨જે માળે, નટરાજ બિલ્ડીંગ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે.રે.) મું. ૧૯.
નવાવાસના મણીલાલ ખીમજી વોરા (ઉં.વ. ૭૬) તા. ૧૦-૯-૨૪ના ભુજ મધે અવસાન પામ્યા છે. દેવકાબેન ખીમજી જેઠાના સુપુત્ર. તારાબેનના પતિ. દિપ્તી, દીક્ષા, ભક્તિના પિતાશ્રી. ગાંગજી, ટોકરશી, ધીરજ, લાયજાના કસ્તુરબેન પ્રેમજી પાલણ, દેવપુરના પ્રેમીલા કાંતિલાલ ગોવિંદજીના ભાઈ. દેવપુરના જેઠીબાઈ ગાંગજી સુંદરજીના જમાઈ. પ્રા: શ્રી વ. સ્થા. જૈન શ્રા.સં. કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૪ થી ૫.૩૦. નિ. મણીલાલ કે. વોરા : સી-૬૦૧, ભવાની કોમ્પલેક્સ, ભવાની શંકર રોડ, દાદર-વેસ્ટ.
નારાણપુરના માતુશ્રી ઝવેરબેન પ્રેમજી કારાણી (ઉં.વ. ૮૯) તા. ૧-૯-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. જેઠીબાઈ વેલજી માલસીના પુત્રવધૂ. પ્રેમજી વેલજીના ધર્મપત્ની. રમેશ, મુકેશ, વિલાસ, દિપકના માતુશ્રી. નારાણપુરના ભચીબાઈ વાલજી નેણશી વોરાના સુપુત્રી. ખીમજીભાઈ, આણંદજીભાઈ, સાભરાઈના માલબાઈ વીરજી મેઘજી, ખારૂઆના ભાણબાઈ ડુંગરશી લીલાધર, કોટડાના સુશીલા શામજી વેલજીના બેન. પ્રાર્થના: હાલારી વાડી રણજીત સ્ટુડીયોની સામે, દાદર-ઈસ્ટ, ટા. ૩.૩૦ થી ૫. (વેલે પાર્કીંગ છે.) નિ. મુકેશ પ્રેમજી કારાણી : બી-૧૦૦૪, રાહેજા રેસીડેન્સી, એમ.જી. કોમ્પલેક્ષ, સે-૧૪, વાશી (નવી મુંબઈ)
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભદ્રાવળ નિવાસી હાલ કાંદિવલી સ્વ. રંભાબેન તથા સ્વ. અમૃતલાલ જેઠાલાલ શાહના પુત્ર બટુકલાલ શાહ (ઉં.વ. ૮૨) ૧૦/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હીરાબેનના પતિ. હેમંત, કિન્નરીના પિતા. વૈશાલી, ભાવેશકુમારના સસરા. પરમાણંદદાસ, સ્વ. ભુપતભાઇ, સ્વ. ભગુભાઈના ભાઈ. સાસરાપક્ષે કેરીયાવાળા સ્વ. રતિલાલ દલિચંદ શાહના જમાઈ. ભાવયાત્રા ૧૨/૯/૨૪ના ૧૦ થી ૧૨. ઠઠ્ઠાઈ ભાટિયા વાડી, હોલ નં ૫, શંકર ગલ્લી, કાંદિવલી વેસ્ટ. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
ઝાલાવાડી શ્ર્વે. મુ. પુ. જૈન
બોટાદ નિવાસી હાલ મલાડ સ્વ. મંગલાબેન મણીલાલ શાહના પુત્ર અજીતભાઇ શાહ (ઉ. વ. ૮૦) તે અરુણાબેનના પતિ. હેમલ-હેમાલી, જીજ્ઞા-શૈલેષકુમાર તથા સમીર-નિહારીકાના પિતા. વિજયભાઈ- સુર્યાબેન, સ્વ. શરદભાઈ-સ્વ. સોનલબેન, પ્રફુલાબેન-સ્વ. રમેશભાઈ, સ્વ. રમેશભાઈ- સ્વ. જ્યોતીબેન તથા પ્રકાશભાઈ-જયાબેનના મોટાભાઈ. શ્ર્વસુરપક્ષે સ્વ. નરેન્દ્રભાઈ, જીતેંદ્રભાઈ પોપટલાલ શેઠ, કનકબેન, રેખાબેન તથા જયશ્રીબેનના બનેવી. તા. ૧૦-૯-૨૪ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૨-૯-૨૪ના ૪ થી ૬. સ્થળ: વિશ્ર્વ લાડ પરિષદ બેન્ક્વેટ, મહેતા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ પાસે, આયોજન નગર, લિબર્ટી ગાર્ડન ક્રોસ રોડ નં. ૪, મલાડ-વેસ્ટ.
ઝાલાવાડી જૈન
ઝીંઝુવાડાના વતની હાલ મુંબઈ શાન્તાબેન વિરપાલ હકમચંદ વોરાના સુપુત્ર સ્વ. દિનેશભાઈના ધર્મપત્ની ભાનુમતી દિ. વોરા, તેઓ પ્રિતી તથા મુકેશના માતુશ્રી. કમલેશભાઈ બેલા તથા રિદ્ધિના સાસુશ્રી. ગુણવંતીબેન વિનુભાઈ, કલ્પનાબેન બિપીનભાઈ તથા મંઞુલાબેન વલ્લભદાસ બાવીસીના ભાભીશ્રી. સ્વ. મરઘાબેન રતીલાલ અમીચંદ ધ્રુવના દિકરી મંગળવારે તા. ૧૦-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે. એ-૩૦૫, ગ્રાઉન્ડ ફ્લોર, ૫૬, વેસ્ટ કો.ઓ.હા. સો. વિલેપાર્લા વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ખુંટવડા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતીલાલ અમૃતલાલ દોશી (ગુંદરવાળા)ના ધર્મપત્ની હસુમતીબેન (ઉં. વ. ૮૦) તે કળાબેન રસિકલાલ શેઠ, ધીરજલાલના ભાભી. દિપ્તી અશોકકુમાર વડાલિયા, રૂપા મનીષકુમાર શાહ, ડિમ્પલ તેજસકુમાર સંઘવી અને જીગ્નેશના માતુશ્રી. અમીના સાસુ. પિયરપક્ષે રાળગોણ (મહુવા) નિવાસી હાલ ડોમ્બીવલી મગનલાલ ગોરધનદાસ દોશીના દિકરી. બુધવાર, તા. ૧૧-૯-૨૪ના અવસાન પામેલ છે. માતૃવંદનાવલી તા. ૧૩-૯-૨૪ શુક્રવાર ૧૦.૦૦ થી ૧૨.૦૦. ઠે. જોલી જીમખાના, જાસમીન બેન્કવેટ હોલ, વિદ્યાવિહાર વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button