જૈન મરણ
અંજાર નિવાસી સ્વ. વસંતભાઇ દયારામ મીરાણીનાં ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન, તે ગં.સ્વ. નર્મદાબેનના દેરાણી. લક્ષ્મીબેન, ગોદાવરીબેનના નણંદ. પિયરપક્ષે નવલબેન અભેચંદ ઘેલાણીના દીકરી. સ્વ. હીરાબેન, શાંતીલાલ નિહાલચંદભાઇ તથા રસિકભાઇનાં બેન, મંગળવાર, તા. ૨૭-૮-૨૪નાં અરિહંતશરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર અ.સૌ. સુનંદા શાહ (ઉં.વ. ૬૯) તા. ૨૮-૮-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે રમેશ પ્રભુદાસ શાહનાં ધર્મપત્ની. યાત્રિક, હર્ષિનના માતુશ્રી. હરેશ, અજીત, દક્ષા અશ્ર્વિન મહેતા, સુધા બિપિન પારેખના ભાભી. તે નેહા શાહ, નીતિ શાહનાં સાસુ. હર્ષા અને સ્મિતાનાં જેઠાણી. સ્વ. કુસુમબહેન નગીનદાસ બિલખીઆના દીકરી. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી તા. ૩૦-૮-૨૪ના શુક્રવારે લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈસ્ટ) ૪થી ૫.૩૦. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
ભરત શાહ (ઉં.વ. ૬૬) સ્વ. સવિતાબેન રસિકલાલ શાહના પુત્ર. સ્વ. જયેશ, જનક, સ્વ. શૈલેષ અને સ્વ. જયશ્રી દિનેશભાઈ સંઘવીના ભાઈ. જેશિકા અને રોનકના મામા. દેશનાના કાકા તા. ૨૭-૮-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: જનક આર. શાહ, બિલ્ડિંગ નં. ૨૦૬, ફ્લેટ નં. ૫૦૩, એમય બિલ્ડિંગ, આર.એન. નારકર રોડ, ઓડિયન સિનેમાની સામે, ઘાટકોપર (ઈ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ રવના સ્વ. મુરજી માડણ કારિયા (ઉં.વ. ૮૨) તા. ૨૭-૮-૨૪ના અવસાન પામેલ છે. કામલબેન રણમલના પૌત્ર. સતીબેન માડણના સુપુત્ર. વાલીબેનના પતિ. જયંતીલાલ, રસિક, નીલુ, મંજુ, હંસા, નીમુના પિતાશ્રી. નિર્મળા, અરુણા, સ્વ. ભીમશી, પ્રવિણ, વશનજી, રાજેશના સસરા. સ્વ. રાજીબેનના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૮-૨૪ ૩થી ૪.૩૦ શ્રી થાણા વર્ધમાન સ્થા. નૌકાવિહાર, થાણા. ચક્ષુદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના સ્વ. રતનબેન લધુભાઈ નરશી ગોસરના જમાઇ માંડવીના અરવિંદ છોટાલાલ જોશી (ઉં.વ. ૭૪) ૨૬-૮-૨૪ના અવસાન પામેલ છે, મંજુલાના પતિ. કોમલ ભાવના નીલમ પિયુષના પિતાશ્રી. માંડવીના સ્વ. મણીબેન છોટાલાલ જોશીના પુત્ર. પ્રાર્થના સભા તા. ૨૯-૮-૨૪ના સમય ૪ થી ૬ સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વે.). નિ. મંજુલા જોશી, રૂમ નંબર- ૪૦૧, શિવ સંકલ્પ એપાર્ટમેન્ટ, ખંડકર લેન, તિલક નગર, ડોમ્બીવલી (ઈસ્ટ).
ગુંદાલાના શ્રી હરિલાલ વીરજી ખીમજી સાવલા (ઉં.વ. ૬૭) તા. ૨૮-૮-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી સોનબાઈ ખીમજી (ગગુ જેઠા)ના પૌત્ર. માતુશ્રી મણીબાઈ વિરજી ખીમજીના સુપુત્ર. સ્વ. ચુનીલાલ, સ્વ. ભરત, સ્વ. દમયંતી, હેમલતા, જયશ્રીના ભાઈ. ગુંદાલાના માતુશ્રી મકાબાઈ હંસરાજ કોરશીના દોહીત્ર. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ: હરિલાલ સાવલા, ૧૩/૧૪, દેઢિયા નિવાસ, આર. આર. ટી રોડ, મુલુંડ વેસ્ટ.
ગુંદાલાના મગનલાલ ખીમજી શેઠીઆ (ઉં.વ. ૮૬) તા. ૨૭-૮-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઈ ખીમજીના પુત્ર. સાકરબેનના પતિ. અતુલ, જ્યોતિ, અનિલાના પિતા. જગશીના ભાઈ. મકાંબાઈ મેઘજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિવાસ: મગનલાલ ખીમજી શેઠીઆ. ડી-૭૬, છાડવા નગ૨, મેચ ફેકટરી લેન, કુર્લા (વે).
કોટડા (રોહા)ના લક્ષ્મીબેન મુરજી વીછીવોરા (ઉં.વ. ૭૮), તા. ૨૬-૮-૨૪ના અવસાન પામેલ છે. ખેતબાઈ ખીમજી ભૂલા વીછીવોરાના પુત્રવધૂ. મુરજી (મઠો)ના ધર્મપત્ની. પુષ્પા, હીરાલાલ, સુશીલા, દમયંતી, અરવિંદના માતુશ્રી. નરેડીના લીલબાઈ પ્રેમજી ગોવરના દીકરી. હીરાલાલ, કેશવજી, નાનજી, ઠાકરશી, ભોજાયના વિમલા પોપટલાલના બેન. (ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે) પ્રા: શ્રી વ.સ્થા. જૈન શ્રાવક સંઘ સંચાલિત કરસન લઘુ નિસર હોલ, દાદર વેસ્ટ, ટા: સાંજે ૪:૦૦ થી ૫:૩૦. નિ: અરવિંદ મુરજી, ૧૦૦૨, તુલસી, પી.કે રોડ, મુલુન્ડ (વે).
માકપટ કચ્છી ગુર્જર સમાજ જૈન
મનસુખલાલ શાહ (ઉં.વ. ૮૫) મંજલ (કચ્છ) હાલ મલાડ વસંતબેનના પતિ. સ્વ. દિવાળીબેન લાલજીભાઈ શાહના પુત્ર. સ્વ. ચાંદુબેન ખેંગારભાઈ શાહ (મંજલ)ના જમાઈ. સ્વ. દિવાળીબેન, સ્વ. અનોપચંદભાઈ, સ્વ. માનવંતીબેનના ભાઈ. સ્વ. વીટા, મધુ, ગિરીશ, દિનેશ, ભરત, પ્રકાશ, પારુલના પિતા. પ્રવીણ મહેતા, દીપા, ભાવના, રત્ના, તૃષ્ણા, મનોજ વોરાના સસરા, તા. ૨૭/૮/૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯/૮/૨૪ ગુરૂવારના ૩:૦૦ થી ૪:૩૦. કપોળ વાડી, રામચંદ્રલેન, મલાડ (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉના નિવાસી હાલ કાંદીવલી હિંમતલાલ અભેચંદ વાસાના સુપુત્ર રજનીકાન્ત વાસા (રાજુભાઈ) (ઉં.વ. ૬૯) તા. ૨૮-૮-૨૪ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેન (ભાનુબેન)ના પતિ. ડીમ્પલ તથા કીંજલ હર્ષલકુમાર શાહ, નૈષવાળાના પિતાશ્રી. સ્વ. જીતેન્દ્રભાઈ તથા નિલમબેન કનૈયાલાલ દોશી (અમદાવાદ)ના ભાઈ. ચિરાગ તથા ભાવિકા નિમેષ મહેતા, પીંકી પરાગકુમાર શાહના કાકા. પિયરપક્ષે વૃજલાલ લલ્લુભાઈ શાહ, બાવળાવાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રાજુભાઈ હિંમતલાલ વાસા, બી-૧૯, વર્ધમાન કુટીર, શંકરલેન, કાંદિવલી-વેસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
નાગનેશ નિવાસી હાલ-મીરારોડ નીતિનભાઈ (જોબાલિયા) (ઉં.વ. ૭૬) તે સ્વ. રશ્મીબેન (ટીણા)ના પતિ. સ્વ. મંગળાબેન દલીચંદ મુલુકચંદ શાહના પુત્ર. સ્વ. સિધ્ધાર્થભાઈના ભાઈ. કુનાલ અને હેમાંગ (બીટ્ટુ)ના પિતા. પાર્શ્ર્વ, રિધાન તથા રીયાનના દાદા. લખતર નિવાસી હાલ-અંધેરી સ્વ. મનસુખલાલ હીરાચંદ શાહના જમાઈ મંગળવાર, તા. ૨૭-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.