મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
સ્વ. રમેશચંદ્ર હરગોવિંદદાસ ધોળકીયાના ધર્મપત્ની મૃદુલાબેન (બેબીબેન) (ઉં.વ. ૮૧) તે ઉરણવાલા સ્વ. શાંતાબેન જમનાદાસ લક્ષ્મીચંદ શાહના દીકરી. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. કિરણભાઈ, ધીમંતભાઈ, સ્વ. દક્ષાબેન, મીનાબેનના બહેન તા. ૧૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. જયંતીલાલ ડાઘા (ઉં.વ. ૬૨) તા. ૧૦-૮-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. તે સ્વ. આસઈબેન રાયશી મોમાયાના પુત્ર. મંજુલાબેનના પતિ. વિધી, હિતના પિતાજી. રોનક, ચાર્મીના સસરા. હિરજી, કાનજી, ભગવાનજી, દેવજી, હિમા, વિમળા, ચિદ્રશા શ્રી જી.મ.સા.ના સંસારી ભાઈ. સ્વ. ગંગાબેન ભારમલ પેથા નિસરના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. એફ-૨, યોજના સી. એચ. એસ. નટવર નગર, રોડ નં. ૫, જોગેશ્ર્વરી ઈસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાળગોન નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રભાબેન બાબુલાલ ફૂલચંદ શાહના સુપુત્ર. કિશોરભાઇના ધર્મપત્ની અ. સૌ. અંજનાબેન (ઉં. વ. ૬૮) સોમવાર, તા. ૧૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અક્ષય-પૂર્વી, મનાલી જયકુમાર ગાલાના માતુશ્રી. નીવ, રીશીના દાદી. તે મુકેશ-મહીપત, અનસુયાબેન, સૂરજબેન, પૂ. સા. નયદર્શનાશ્રીજીના ભાભી. તે શેઠશ્રી મનસુખલાલ નાનચંદ દોશી દેપલાવાળાના દીકરી. માતૃવંદના ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના ૩થી ૫. ઠે. ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, હીંગવાળાલેન ઉપાશ્રયની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ).

જામનગર વિશા શ્રીમાળી જૈન
સ્વ. રસવંતીબેન – સ્વ. ઈશ્ર્વરલાલ પોપટલાલ શેઠના પુત્ર સુનિલભાઈ (ઉં.વ. ૬૭) તા. ૧૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કિરણબેનના પતિ. નિધિ સંદીપ મહેશ્ર્વરીના પિતા. મીના પ્રફુલભાઈ મહેતાના ભાઈ. ભાવિકના મામા. સ્વ. રતીલાલભાઈ ચુનીલાલભાઈ મહેતાના જમાઈ ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના ૩.૩૦ થી ૪.૩૦ પ્રભુભક્તિ રાખેલ છે. સ્થળ: અમુલખ અમીચંદ હાઈસ્કૂલ, રફી એહમદ કીડવાઈ રોડ, એસ. એન. ડી. ટી. કોલેજની બાજુમાં, માટુંગા સેન્ટ્રલ.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગારિયાધર નિવાસી હાલ વસઈ રોડ રમેશભાઈ પ્રેમચંદ જાગાણી (ઉં.વ. ૭૭) તા. ૧૨-૮-૨૪, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે લત્તાબેનના પતિ. ફાલ્ગુની, વિશાલ, ચૈતાલીના પિતા. પ્રવિણકુમાર, પુનમના સસરા. સ્વ. હસમુખ, સ્વ. પ્રવિણ, સ્વ. પંકજના ભાઈ. રમણિકલાલ મગનલાલ પારેખના જમાઈ. ક્રિતિકા, સાચી, નમ્રના નાના. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.)

ગોડવાલ ઓસવાલ જૈન
રાની નિવાસી હાલ બોરીવલી સ્વ.શુકનરાજ કુંદનમલજી હિંગળના ધર્મપત્ની સ્વ.લલીતાબેન (ઉં. વ. ૭૭) તે સ્વ.પતાશીબાઈ મુલતાન મલજીના પુત્રી. સુનિતા પ્રદીપજી પટની, અનિતા હસમુખજી મહેતા, નીતા લલિતજી ચંડાલિયા, શ્ર્વેતા મનોજજી રાઠોડના માતુશ્રી. સોહનરાજ મૂલતન મલજીના બહેન. બંને પક્ષની ભાવયાત્રા તા.૧૪/૮/૨૪ના ૧૧ થી ૧. વર્ધમાન સ્થા જૈન સંઘ, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયાના રૂપલ દિનેશ દેઢીયા (ઉં. વ. ૫૫) તા. ૧૦-૮-૨૪ના અવસાન પામેલ છે. ગં.સ્વ. હરખવંતી ગાંગજી પુંજા દેઢીયાના પુત્રવધુ. દિનેશના પત્ની. નિરૂબેન મગનલાલ વોરા ગામ મધરવડા હાલે કાંદીવલીના સુપુત્રી. વિનોદ, સાધના, ભાવનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : દિનેશ ગાંગજી દેઢીયા, ૭૦૧, યશોધામ, સમતા કોલોની, ઘાટકોપર (ઇસ્ટ).

પત્રીના પાનબાઈ નાનજી છેડા (ઉં. વ. ૮૮) તા. ૧૧-૮-૨૪ના રોજ ૧૯મા ઉપવાસે સંથારો સીજેલ છે. માતુશ્રી મોંઘીબાઈ હંસરાજ મોણસી છેડાના પુત્રવધુ. સ્વ. નાનજીના પત્ની. અરૂણાના માતૃશ્રી. લાખાપુર માતુશ્રી ભાણબાઇ દેવજી ખેતશી સાવલાના સુપુત્રી. લાખાપુર સ્વ. ઉમરશી, પ્રાગપુર માતુશ્રી લક્ષ્મીબેન મેઘજી ગાલા, સમાઘોઘા માતુશ્રી ઉર્મિલાબેન નાગજી ભેદાના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિવાસ : વડીલ વંદના પાર્ટ ૧, ગુંદાલા, કચ્છ-૩૭૦૪૧૦.

પ્રતાપુરના દિલીપ વસનજી વીરા (ઉં. વ. ૬૧) તા. ૧૨-૮-૨૪ ના અવસાન પામેલ છે. વેલબાઈ વશનજીના પુત્ર. સરલાના પતિ. જેકી, ચાર્મીના પિતા. જયંતિલાલ, જયેન્દ્ર, વનીતા, નલીની, હંસાના ભાઈ. મોખા મણીબેન દામજી નરશી લાપસીયાના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા. ૨ થી ૩.૩૦. નિ : દિલીપ વસનજી વીરા, બી/૩, ૧૦૧, સાધના બિલ્ડીંગ, શ્રી મહાલક્ષ્મી સોસાયટી, વીરા દેસાઈ રોડ, અંધેરી (વે).

નરેડીના નિર્મળાબેન મણીલાલ નાગડા (ઉં. વ. ૭૬) તા. ૧૨-૮-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન જીવરાજના પુત્રવધુ. મણીલાલના પત્ની. પ્રવીણ, જયેશ, પ્રતીભા, શશીકલાના માતુશ્રી. ગઢશીશાના મમ્મીબેન મોહનલાલ દેઢિયાની પુત્રી. જેઠાલાલ, ધીરજલાલ, સાકરબેનના બેન. પ્રા. શ્રી વ. સ્થા.જૈ.શ્રા.સંઘ, દાદર (વે) સંચાલિત કરસન લધુ નિસર હોલમાં સાંજે ૪ થી ૫.૩૦. નિ. જયેશ મણીલાલ નાગડા, પદ્માવતી કોમ્પલેક્ષ, બિ. નં. ૪, એ/૦૦૩, અંબરનાથ (ઈ)-૪૨૧૫૦૧.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે