જૈન મરણ
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
દિહોર નિવાસી હાલ ડોમ્બિવલી કુંવરજી બેચરદાસ શાહના સુપુત્ર નવીનચંદ્ર શાહ (ઉં. વ. ૮૫) અવસાન પામેલ છે. તે કુસુમબેનના પતિ. પરેશ, રાકેશ, વર્ષા દિનેશકુમાર, ફાલ્ગુની રાજેશકુમારના પિતાશ્રી. કલ્પનાના સસરા. સ્વ. મનસુખલાલ, સ્વ. કુસુમબેન, સ્વ. ગુણીબેનના ભાઇ. તથા સાસરા પક્ષે મનસુખલાલ લાલચંદ શાહ કોળીયાકવાળાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ચુડા નિવાસી હાલ દાદર મેહુલભાઇ શાહ (ઉં. વ. ૫૧) તા. ૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદરાય મણીલાલ શાહ અને ગુણીબેન શાહના સુપુત્ર. તે શીતલના પતિ.અક્ષી અને ધીલનના પિતા. સ્વ. કાંતાબેન પોપટભાઇ, પ્રવીણભાઇ, સ્વ. મહાવીરભાઇ, સ્વ. પ્રભાબેન અને ડો. દલસુખભાઇ ચૌધરીના ભત્રીજા. સ્વ. નવીનભાઇ શાંતિલાલ બાબરીયા અને વીણાબેન નવીનભાઇ બાબરીયાના જમાઇ. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
જામનગર વિશા ઓશવાલ જૈન
સ્વ. પ્રાણલાલ છોટાલાલ શાહના સુપુત્ર સ્વ. કિશોર પ્રાણલાલ શાહના ધર્મપત્ની મીનાબેન (ઉં. વ. ૭૦) તા. ૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દર્શિત તથા મેઘનાના માતુશ્રી. નિકીતા તથા ચિંતનના સાસુમા. નલીનીબેન, રાજેન્દ્રભાઇ, ભરતભાઇ, ભદ્રેશભાઇ, વિપુલભાઇના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન
કચ્છ ગામ ભુજ હાલ વિરાર અ. સૌ. નીતાબેન રાજેશભાઇ ઝવેરી (ઉં. વ. ૬૧) બુધવાર તા. ૩૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેન ચુનીલાલ ઝવેરીના પુત્રવધુ. પૂજાના માતુશ્રી. સ્વ. સુશીલાબેન શાંતિલાલ વસાના સુપુત્રી. (ગામ-માંડવી) અનિલભાઇ વસા તથા સ્વ. કમલેશ વસાના બેન. સ્વ. ઉર્મિલાબેન, સ્વ. કલ્પનાબેન, પ્રતિમાબેન, છાયાબેન, ભરતભાઇના ભાભી. મીનાબેન ભરતભાઇ ઝવેરીના જેઠાણી. લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
ફોફળીયાવાડો, વખતજીની શેરીના સ્વ. કુમુદચંદ્ર શાહના ધર્મપત્ની ચંદ્રકળાબેન (ઉં. વ. ૮૨) હાલ ગોરેગામ તે સ્વ. હિરાબેન જયંતીલાલ શાહના સુપુત્રી. આશીત, ફીરોઝ, નિમીષાના માતા. અમીના-પરાગી-જીગ્નેશકુમારના સાસુ. ધ્રુવિનના દાદી. ભવ્યના નાની તા. ૦૨-૦૮-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના અ.સૌ. કોકીલા ગાલા (ઉં. વ. ૬૫) તા. ૨-૮ના અવસાન પામ્યા છે. જેતબાઇ કુંવરજી કાનજી ગાલાના પુત્રવધૂ. રમેશના ધર્મપત્ની. આરતી, મયંકના માતુશ્રી. કારાઘોઘા ઝવેરબેન કાનજી નાનજી છેડાના પુત્રી. વસંત, નવિન, મધુ, અશોકના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રમેશ ગાલા, બી-૮, આઇડીયલ ટાવર, શંખેશ્ર્વરનગર, આચોલે રોડ, નાલાસોપારા (પૂર્વ).
બિદડાના શ્રી કલ્યાણજી વોરા (કે.કે. શાહ) (ઉં. વ. ૮૨) ૨-૮-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કલાના પતિ. માતુશ્રી હીરબાઈ કુંવરજી દેવજીના પુત્ર. સ્વ. નિર્મળા, નૂતન, સુધા, લક્ષ્મીચંદના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીચંદ વોરા, રૂમ નંબર ૧, ગ્રાઉન્ડ ફ્લોર, લીલાશ્રય બિલ્ડીંગ, ગણેશ પેઠ લેન, સ્ટાર મોલની બાજુમાં, દાદર વેસ્ટ, મુંબઈ.
કાંડાગરાના ઉષા લાલજી ગાલા ઉં. વ. ૫૯) તા. ૧-૮-૨૪ ના રોજ સંથારો સીંઝેલ છે. રતનબેન રાયશીના પુત્રવધૂ. સ્વ. જગદીશના ધર્મપત્ની. રિધ્ધિના માતુશ્રી. મણીબેન લાલજીની પુત્રી. ભરત વીણા, બિદડાના તરૂલતા સુર્યકાંતના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. : સુર્યકાંત ફુરીયા, ૪, નીલ કિરણ, ગુપ્તા કમ્પાઉન્ડ, વી.પી. રોડ, મુલુંડ (વે), મું-૮૦.
બગડાના નયના રમેશ દેઢીયા (ઉં. વ. ૬૭) તા. ૨-૮-૨૪ના અવસાન પામ્યા છે. સોનબાઇ લાલજીના પુત્રવધુ. રમેશભાઇના પત્ની. સં.પ. મુનિશ્રી ગુણવલ્લભસાગરજી મ.સા., સા.શ્રી તિર્થંકરગુણાશ્રી મ.સા., રીચાના માતાજી. ના. ભાડીયાના નાનબાઇ દામજી નાથાના સુપુત્રી. મધુબેન, રમેશ, ગીરીશ, મુકેશના બેન. પ્રાર્થનાને બદલે ગુણાંજલી સભા રાખેલ છે. ટા. ૯.૩૦ થી ૧૧.૩૦. ઠે. શ્રી સર્વોદય ગુરૂ દરબાર, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, સેક્ટર નં. ૨૯, વાશી, નવી મુંબઇ.
લાખાપુરના ચેતન દામજી શેઠીયા (ઉં. વ. ૬૩)તા.૧-૮-૨૪ ના અવસાન પામ્યા છે. સાકરબેન દામજીના પુત્ર. પારૂલ (બંટી)ના પતિ. નિકુંજ, હિમાંશુના પિતા. નવીનાળ પલ્લવી પ્રફુલ વોરા, ભોરારા દિપીકા વિનોદ દેઢિયાના ભાઈ. મેરાઉ અમૃતબેન ઉમરશી ગંગરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચેતન દામજી શેઠીયા. મોંઢા, પરલી, વૈજનાથ, જિલ્લો બીડ, મહારાષ્ટ્ર, ૪૩૧૫૧૫.
કોડાયના સરલા લાલન (ઉં. વ. ૭૪) તા. ૧-૮-૨૦૨૪ના અવસાન પામેલ છે. હીતેશ, જીતુ, છાયાના માતુશ્રી. રતીલાલના પત્ની. નેણબાઇ ચાંપશી કેશવજીના પુત્રવધુ. પુનડીના પાનબાઇ ખીમજી નંદુના પુત્રી. લખમશી, ચંચલબેન, વસનજી, ભાનુબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીતુ લાલન, ૧૦૪, સાંઇ એપાર્ટમેન્ટ, શાંતિનગર, વાગલે ઇસ્ટેટ, થાણા (વેસ્ટ).
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ મલાડ પ્રમોદભાઈ કાંતિલાલ શાહ (ઉં. વ.૭૭) તે ૨/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઉર્મિલાબેનના પતિ. તુષાર તથા નેહાના પિતા. બીના તથા રાકેશકુમારના સસરા. સુરેશભાઈ, બિપીનભાઈ, અશ્ર્વિનભાઇ, સ્વ.તરણિકાબેનના ભાઈ, વિજેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, મીનાક્ષીબેન, પ્રિયાબેન, રીનાબેનના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૧૨૦૧, ન્યુ બેલેવ્યૂહ રાજસ્થાન સોસાયટી, હાજી બાપુ રોડ, મલાડ ઈસ્ટ.