જૈન મરણ
અમરેલી હાલ પોકલી સ્વ. હરિલાલ મંગળજી મહેતાના ધર્મપત્ની સવિતાબેન (ઉં.વ. ૮૫) સ્વ. દિપકભાઇ, અતુલ, હિમાંશુ તથા તૃપ્તિ રાજેશ બોઘાણીના માતુશ્રી. અલકા, પ્રીતિના સાસુ. સ્વ. જમનાદાસભાઈ, સ્વ. ભાઈલાલભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. લાભુબેન, સ્વ. લીલાબેન, સ્વ. જશુબેનના ભાભી. સ્વ. તારાચંદ વિઠ્ઠલદાસ ઝાટકીયાના દીકરી. ઋષભ, યશ, ડિમ્પલ, ચાંદની, રૂતિકા, મિતિકાના દાદી, તા. ૧/૮/૨૪, ગુરૂવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૪/૮/૨૪ના ૧૦ થી ૧૨ : શ્રી હાલારી વીસા ઓસવાળ સમાજ, દાદા સાહેબ ફાલકેરોડ, દાદર (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના જીજ્ઞેશ દેઢીયા (ઉં.વ. ૪૯) તા. ૩૦-૭-૨૪ના અવસાન પામેલ છે. ભદ્રા શાંતિલાલના પુત્ર. દિપ્તીના પતિ. ખુશી, કૃપાના પિતા. ફાલ્ગુની, કુંજલના ભાઇ. નવલ વસનજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: દિપ્તી શાહ, ૧૫૦૪, રાખી ટાવર, કાર્ટર રોડ ૩, બોરીવલી (ઈસ્ટ).
ભોજાયના પ્રભાબેન રતનશી ગડા (ઉં.વ. ૭૧) તા. ૩૧-૭ના અવસાન પામેલ છે. કંકુબેન દેવરાજ ઘેલાના પુત્રવધૂ. સ્વ. રતનશીના પત્ની. લીના, હિતેશ, નીલેશના માતુશ્રી. ગઢશીશા ખેતબાઇ ચાંપશી વેરશીના સુપુત્રી. ખુશાલ, જયંતી, પ્રેમા, ઉષાના બેન. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. : ૩.૩૦ થી ૫.
ભોરારાના શ્રી નવિનચંદ્ર કાનજી દેઢીયા (ઉં.વ. ૭૩) તા. ૩૧-૭-૨૪ના અવસાન પામેલ છે. નેણબાઇ પદમશીના પૌત્ર. લાખાપરના પુંજા દેવશીના દોહીત્ર. કેસરબેન કાનજીના પુત્ર. સરલા, હસમુખ, નરેન્દ્ર, જયેશના ભાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨.૦૦ થી ૩.૩૦.
લુણી હાલે પનવેલના કેસરબેન કરમશી ધરોડ (ઉં.વ. ૯૨) તા. ૧-૮-૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. દેવકાંબેન રામજી ભારમલના પુત્રવધૂ. તે સ્વ. કરમશીભાઇના ધર્મપત્ની. લુણીના સ્વ. મમીબાઇ ઘેલા આણંદના સુપુત્રી. તે સ્વ. રમીલા, દીલીપ, ધીરજ, ઉષા, મીનાના માતુશ્રી. લુણીના હીરજીભાઇ, કુંદરોડીના ઝવેરબેન પ્રેમજી, સ્વ. વસંત, સ્વ. કલ્યાણજીભાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દીલીપ ધરોડ, ગીતાંજલી સોસાયટી, એ-૩, લોખંડીપાડા, સિવિલ કોર્ટ પાછળ, પનવેલ-૪૧૦૨૦૬.
કોડાયના શ્રીમતી ધરા રોનક દેઢિયા (ઉં.વ. ૩૦) તા. ૨૧-૭-૨૪ના ટોરેન્ટો કેનેડામાં અવસાન પામેલ છે. પ્રીતિબેન સુનિલના પુત્રવધૂ. રોનકના જીવનસંગીની. જામનગર દીનાબેન દિપકભાઈ રમણીકલાલ શાહના પુત્રી. બાલાસિનોર અવની વિશાલકુમાર મોદી, સુરેન્દ્રનગર ધ્વનિ પાર્થકુમાર ગોસલીયાના બેન. પ્રા. શ્રી માટુંગા ક.મૂ.શ્ર્વે. જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા.૩ થી ૫.
નાના ભાડિયાના મોહનલાલ જેસંગ ગડા (નવખંડ) (ઉં.વ. ૭૯) ૧-૮-૨૪ના અવસાન પામ્યા છે. હીરબાઈ જેસંગ હીરજીના પુત્ર. રતનબેનના પતિ. રાહુલ, ભાવેશ, નીતાના પિતા. શામજી, લખમશી, હરખચંદ, હેમચંદ, કાંતિલાલ, મનસુખ, મનહર, નવિન, બિદડા જવેરબેન ખીમજી જખુ, નાગલપુર ચંદન કિશોર વિસનજી, ઈન્દુ હરીશ વિશનજીના ભાઈ. કાંડાગરા નેણબાઈ વેલજી મોણશીના જમાઈ. પ્રા : શ્રી વ. સ્થા. જૈન શ્રા.સં. : કરશન લધુભાઈ નિસર હોલ. ટા. ૪ થી ૫.૩૦.
ઝાલાવાડ વિશા શ્રીમાળી મૂ. પુ. જૈન
વઢવાણ નિવાસી હાલ મુંબઈ સ્વ. વિજયાબેન માણેકલાલ મણીલાલ શાહના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ. ૭૧) તે સ્વ. રાજુલાના પતિ તા. ૩૦-૭-૨૪ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. હર્ષિલ મોસમ, નીતીશકુમાર, મયૂરીના પિતાશ્રી. સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. હર્ષદભાઈ, હેમલતાબેન, ભાવનાબેનના ભાઈ. સ્વ. શાંતાબેન હસમુખભાઈ શાહના જમાઈ. રુહી, વિરતિ, જીવિકા, અનોખીના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૩૦૧, શ્રીજી પેલેસ, હેપી હોમ સોસાયટી, પ્લોટ નં ૨૨, જે. એસ. માર્ગ, દહીસર વેસ્ટ.
દશા પોરવાળ જૈન
પાટણ નિવાસી કપુર મહેતાનાં પાડાનાં પ્રદીપભાઇ શાહ (ઉં.વ. ૭૨)હાલ ગોરેગાંવ સ્વ. કલાવતીબેન લાભચંદ શાહનાં સુપુત્ર. દેવાંશીબેનનાં પતિ. હાર્દિકનાં પિતાશ્રી. બીપીનભાઈ, લીનાબેન નરેશભાઈ, પ્રકાશભાઈ, દેવાંગભાઈ અને વિપુલભાઈનાં ભાઈ. સ્વ. જયંતિલાલ દેવચંદ શાહનાં જમાઈ તા. ૧/૮/૨૪નાં અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપૂર નિવાસી જ્યોત્સ્નાબેન કીર્તિલાલ વોરા (ઉં.વ. ૭૭) તે તા. ૧/૮/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રાવતી કેસરીચંદ શાહના પુત્રી. રૂપલ, ટીનુ, જીજ્ઞા, મોહિનીના માતુશ્રી. ભાનુબેન હેમેન્દ્રભાઈના જેઠાણી. રાજુ, સુમિત, મેહુલ, તાદુલના સાસુ. જીતેન્દ્રભાઈ, નરેશભાઈ, કૈલાશબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલા શ્ર્વે. મુ પુ જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ મીરા રોડ મંજુલાબેન મૂળચંદ ગાંડાલાલ શાહના પુત્રવધૂ જાગૃતિબેન (ઉં.વ. ૬૨) તે મુકેશભાઈના ધર્મપત્ની. નીરવ તથા હિરવાના માતુશ્રી. નિધિ તથા શ્રેણિકકુમારના સાસુ. વિનયચંદ્ર જે શેઠ ભાવનગરના દીકરી. વર્ષા બિપીનકુમાર વોરા તથા દર્શિતના ભાભી, ૨૫/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની શ્રદ્ધાસુમન ૪/૮/૨૪ના ૯.૩૦ થી ૧૧. મીની પાર્ટી હોલ, સેક્ટર ૭, સ્વામિનારાયણ મંદિર સામે, શાંતિ નગર, મીરારોડ ઈસ્ટ.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
અકોલા નિવાસી હાલ મુલુંડ રંજનબેન મહેતા (ફિફાદ)ના પુત્રવધૂ, પંકજભાઈ જગજીવનદાસ મહેતાના ધર્મપત્ની અ.સૌ. બીનાબેન (ઉં.વ. ૫૯), મોશાળપક્ષ વિનોદબેન કાંતિલાલ શેઠ (હૈદરાબાદ)ની દિકરી. બીજલબેન, ટીનાબેન, લબ્ધિબેનના મમ્મી. હિતેશભાઈ, રાકેશભાઈના ભાભી તથા ઈલાબેન, સ્વાતિબેનના જેઠાણી.મંગળવાર, તા. ૩૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઈના સ્વ. મનસુખ સાવલા (ઉં.વ. ૫૮) બુધવાર, તા. ૩૧-૭-૨૪ના અરિહંતશરણ થયેલ છે. જેવીબેન રામજી ભીમશી સાવલાના સુપુત્ર. નીલાવંતીના પતિ. નિશા, હેમાંગી, અંકિતાના પિતાશ્રી. નિમેશ, હિતેશ, દીપકના સસરા. મોતીલાલ, સ્વ. ચંદુલાલ, સ્વ. નવિન, નાગશી, સ્વ. દિવાળી, ખેતઈના ભાઈ. સુવઈના ગં.સ્વ. મોંઘીબેન થાવરના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩-૮-૨૪ સવારે ૧૦.૩૦થી ૧૨ પ્રા. સ્થળ:શ્રી થાણા વર્ધમાન સ્થા. નૌકાવિહારની સામે, થાણા.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ઘાણીથરના સ્વ. વાલીબેન અવચર ગડા (ઉં.વ. ૭૫) ગુરુવાર, તા. ૧-૮-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ભચીબેન અવચરના પુત્રવધૂ. સ્વ. ભારમલના ધર્મપત્ની. કિરીટ, મુકેશ, સ્વ. પરેશના માતુશ્રી. પુષ્પા, ગં.સ્વ. વર્ષના સાસુ. સ્વ. ગુંજર, દિવ્યા, સિદ્ધિ, રિહાનના દાદી. ગાગોદરના સ્વ. મીણાબેન નોંઘા શાહના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: ૭૧૪, પાનબાઈ નગર, નાલાસોપારા (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચલાળા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સુશિલાબેન બાબુભાઇ મહેતાના પુત્ર અશ્ર્વિનભાઇ (ઉં. વ. ૭૩) ગુરુવાર તા. ૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રફુલાબેનના પતિ. કિંજલ અને કુણાલના પિતાશ્રી. હિરેન તથા સ્મિતાબેનના ભાઇ. કાનન તથા હિરલના સસરા. સ્વ. ધીરજલાલ દુર્લભદાસ શેઠ (સાવરકુંડલા)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી ઝાલાવાડી શ્ર્વેતાંબર સ્થાનકવાસી જૈન
નાગનેશ નિવાસી હાલ મીરા રોડ હેમાંગ શાહ (જોબાલીયા) (ઉં. વ. ૪૨) તે નીતિન દલીચંદ શાહ (જોબાલીયા) અને સ્વ. રશ્મિ શાહ (જોબાલીયા ઝાલાવાડ નગર) ના સુપુત્ર. તે નીક્કી શાહ (ધર્મપત્ની) તે કુણાલ શાહના ભાઇ. પૂર્વિ કુણાલ શાહના દિયર. ચિ. વ્હીધાન, વ્હીહાનના પિતા તા. ૧ ઓગસ્ટ, ૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા નિવાસ સ્થાને રાખેલ છે. રવિવાર, તા. ૪ ઓગસ્ટ ૧૧થી ૧. ઠે. યુફોરિયા હોલ, જીસીસી હોટેલ પ્રાઇવેટ લિમિટેડ, ૯૨/૧, ઓફ મીરા ભાયંદર રોડ, મીરા રોડ (ઇસ્ટ), થાણા-૪૦૧૧૦૭.