જૈન મરણ
દશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ ખાર-મુંબઈ નિર્મળાબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. રમેશચંદ્ર જગમોહનદાસ શાહના ધર્મપત્ની. તે સ્વ. જયાબેન જગમોહનદાસ શાહના પુત્રવધૂ. તે ગૌતમ, ચેતનના માતુશ્રી. પારૂ ચેતન શાહના સાસુ-પૂજાના દાદી. તે સ્વ. પ્રભાબેન વસંતરાય દલાલના પુત્રી. તે સ્વ. અશ્ર્વિનભાઈ, હસમુખભાઈ, રજનીભાઈના બહેન. તે ભાનુબેન જયેન્દ્રલાલ, દિનાબેન અનંતરાય, નયનાબેન તથા ઠાકોરભાઈના ભાભી. હર્ષદાબેન ઠાકોરભાઈના જેઠાણી ૨૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
જામનગર હાલાર વિશાશ્રીમાળી જૈન
અલીયાબાળા નિવાસી મલાડ સ્વ. રંજનબેન તથા સ્વ. મનહરલાલ કેવળચંદ ફોફરીયાના પુત્ર કેતનભાઇ (ઉં.વ. ૫૬) તે બીનાબેનના પતિ. બીનોય તથા કાજોલના પિતા. નિયતિ તથા ધૈર્ય કુમારના સસરા. પ્રીશકાના દાદા. અજયભાઈ તથા નીતાબેન રૂપલકુમાર શેઠના મોટાભાઈ. તે શ્ર્વસુરપક્ષે વાંકાનેર નિવાસી સ્વ. ચંદ્રમણીબેન તથા જયસુખભાઇ શાંતિલાલ દોશી (હાલ ચેમ્બુર)ના જમાઈ. તા. ૨૯.૭.૨૪ સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧.૮.૨૪ના ૩.૩૦ થી ૫.૦૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ(ઉપાશ્રય), સેન્ટ્રલ બેંકની પાસે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ભાડલા નિવાસી હાલ કાંદિવલી સ્વ. હીરાબેન રસિકલાલ હરગોવિંદદાસ શાહના સુપુત્ર કેતનભાઈ (ઉં.વ. ૫૩) તે નિપાના પતિ. મોનિક, ધ્રુવીના પિતા. તે જયેશભાઈ – વર્ષા, શૈલેષભાઈ – વૈશાલી, રાજુબેન કિશોરકુમાર, જુલીબેન મનીષકુમારના ભાઇ. વઢવાણ નિવાસી હાલ મલાડ સ્વ. જ્યોત્સનાબેન અમૃતલાલ સંઘવીના જમાઈ. નેહા, મિતેશભાઇ, નિશા, કૌશિકભાઇના બનેવી, તા. ૩૦/૭/૨૪ને મંગળવારે અરિહંતશરણ પામેલ છે. હરગોવિંદદાસ ઉજમશી શાહ પરીવાર ભાડલાવાળા પ્રાર્થનાસભા: તા. ૨-૮-૨૪ને શુક્રવાર ૩.૩૦ – ૫.૩૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
વઢવાણ શહેર નિવાસી યોગેશ જનકરાય શાહ (માથકીયા)ના ધર્મપત્ની નયનાબેન (ઉં.વ. ૭૦) તા. ૩૦/૭/૨૪, મંગળવારના અરીહંતશરણ પામેલ છે. ધનલક્ષ્મીબેન મનુભાઈ ગોસ્વામીની સુપુત્રી. નરેન્દ્રગીરીના બહેન. પલ્લવી અને ખ્યાતીના મમ્મી. જયેન્દ્રકુમાર અને તેજસકુમારના સાસુ. મીના, હર્ષદ, પ્રકાશના ભાભી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બી-૩૦૧, રાધા અપાર્ટમેન્ટ, બી. એમ. સ્કુલની પાછળ, રાણી સતી માર્ગ, મલાડ (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી મુ. જૈન
ભાવનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. નરેશભાઈ આધવજી શાહના પત્ની તરલાબેન (ઉં.વ. ૮૨) તે અજયભાઈના મમ્મી. મનીષાના સાસુ. આર્યનના દાદી તથા જયંતિલાલ અંબાલાલ શાહના વેવાણ તા. ૩૦-૭-૨૪ને મંગળવારના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ. હેમરાજ નોંઘા ગુણશી ગડા (ઉં. વ. ૮૯) સોમવાર, ૨૯-૭-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. સંતોકબેન નોંઘાના સુપુત્ર. સ્વ. નવલબેનના પતિ. પચાણ, ભાવલ, ગુણવંતી, સંસારપક્ષે હેમકીર્તિશ્રીજી, હેમગીરાશ્રીજી મ.સા.ના પિતાશ્રી. જખુ, જયંતી, રસીલાના સસરા. વેલુભાઈના ભાઈ. ગાગોદરના સ્વ. દેવઈબેન/સ્વ. લાખઈબેન રૂપશી નિસરના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨-૮-૨૪ના ૧૦.૩૦ થી ૧૨. સ્થળ: શ્રી કરશન લધુભાઈ નિસર હોલ, જ્ઞાન મંદિર રોડ, દાદર-વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાજપરા (જેસર) નિવાસી હાલ મુલુંડ, સ્વ. સુરજબેન દલિચંદભાઈ મહેતાના સુપુત્ર અશ્ર્વિન મહેતા (ઉં.વ. ૬૫) મંગળવાર, તા. ૩૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. મહેન્દ્રભાઈ, ભાનુબેન, જયશ્રીબેનના ભાઈ. નિખિલ, ચિંતનના પિતાશ્રી. મમતા, વિશ્રુતીના સસરા. સસરા-પક્ષ ચત્રભુજભાઈ ભવાનભાઈ વરતેજ વાળાના જમાઈ. પિતૃવંદના શુક્રવાર, તા. ૨-૮-૨૪ના ૯.૩૦થી ૧૧.૩૦. સ્થળ: શ્રી જીવરાજ ભાણજી હોલ (અશોક હોલ), મેહુલ ટોકિઝ પાસે, મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ (મીરારોડ) રીટાબેન ગીરધરલાલ બાવીસી (ઉં.વ. ૭૩) તા. ૨૭-૭-૨૪ના અરહિંતશરણ પામેલ છે. તે ઈન્દુભાઈ લાભશંકર પંડયાના પુત્રી. ઊર્મિ, મનન, નયનના માતા. દિપેશકુમાર, પ્રેરણાના સાસુ. કશ્યપભાઈ, પારાશરભાઈ, જ્યોતિબેન, મીનાબેનના બેન. જીયાંશીના દાદીમા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા પોરવાલ જૈન
પેથાપુર નિવાસી હાલ-કરાડ ઉલ્હાસ કાંતિલાલ મહેતા (ઉં.વ. ૭૫) તા. ૨૬-૭-૨૪, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે નરેન્દ્રભાઈ, રાજેશભાઈ, સ્વ. અજયભાઈ, પ્રજ્ઞાબેન તુષારભાઈ શાહના ભાઈ. અસ્મીતાબેન મીતેનકુમાર શાહ, નીખિલાબેન અમીશકુમાર શાહ, જીગ્નેશભાઈના પિતાશ્રી. સ્વ. પલ્લવીબેન, સેજલબેનના સસરા. સ્વ. રમણલાલ સાકરચંદ શાહના જમાઈ તથા કુશ, જીયા, હર્ષિતા, અક્ષત, સર્વદા, આર્યાદાદા.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી, હાલ બોરીવલી, અંજુબેન અશ્ર્વિનભાઈ ચોકસી (ઉં.વ. ૭૧) તે સ્વ. અશ્ર્વિનભાઈના પત્ની. કલ્પેન અને સંગીતાના માતુશ્રી. પિન્કી અને પરાગકુમારનાં સાસુ. કૃણાલી, પાર્થકુમાર, વત્સલ, હર્રીં અને ભૂમિના દાદી. સ્વ. હિંમતલાલ ઉજમશીભાઈ ચોકસીના દીકરી. સ્વ. પુષ્પાબેન, સ્વ. વિનોદભાઈ, હંસાબેન, સ્વ. બિપિનભાઈ, નરેન્દ્રભાઈ તથા દક્ષાબેનનાં ભાભી તા. ૩૧-૭-૨૪નાં અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૩૦૧, નિલકંઠ, રોડ નં. ૭, દૌલતનગર, બોરીવલી (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના પ્રભાબેન જાદવજી છેડા (ઉં.વ. ૭૦) ૩૦-૭ના અવસાન પામેલ છે. પાનબાઇ (પુર્ણમાલાશ્રીજી) પ્રેમજી ટાંઇયાના પુત્રવધૂ. સ્વ. જાદવજીના પત્ની. નીતા, હીના, પલ્લવી, સ્વ. નિલેશના માતુશ્રી. કાંડાગરાના દેવકાંબેન તેજશી સોજપાર ગાલાના સુપુત્રી. નાનજી, હરખચંદ, ભોગીલાલ, અમૃત, સં.પ. જ્યોતિકલાશ્રીજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંજય ધરોડ, જી-૬૧૯, કમલાનગર, એમ.જી. રોડ, કાંદીવલી (વે.).
પુનડીના મોરારજી કાનજી મોતા (ઉં.વ. ૮૨) ૩૦-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કેસરબેન કાનજીના પુત્ર. સ્વ. અમૃતબેનના પતિ. સ્વ. વર્ષા, દિપેશ, નિતેશના પિતા. સ્વ. જયંતીલાલ, સુરેશ, નિર્મળાબેન નાગજીના ભાઇ. લાખાપરના સ્વ. લાછબાઇ માલસીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિતેશ મોતા, ઇ વિંગ, ૨૧૦, ગણેશ ગંગેશ્ર્વર કૃપા, પંચાયત બાવડી, ડોંબીવલી (ઇ.).
ગઢશીશાના મોરારજી શામજી દેઢીયા (ઉં.વ. ૮૮) તા. ૨૯-૭-૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઇ શામજી પચાણના પુત્ર. રતનબેનના પતિ. મધુ, અજય, ધીરેનના પિતા. મોહનલાલ, દેવચંદ, ચંચળબેન જીવરાજ, દેવકાબેન વસનજી, નવલબેન જગસીના ભાઇ. દેવપુરના મઠાબાઇ મેઘજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ. મોરારજી દેઢીયા, એ-૧૦૨, કે.કે. ઓધવ, નારાયણનગર, ઘાટકોપર (વે.).
મેરાઉના બાબુલાલ જેઠાભાઇ મામણીયા (ઉં.વ. ૯૦) તા. ૨૯/૭/૨૪ના અરિહંત શરણ પામેલ છે. મણીબેન જેઠાભાઇના સુપુત્ર. જયવંતીબેનના પતિ. વર્ષા, સુરેશ, મહેશના પિતા. જયંતીલાલ, કાંતીલાલ, હરખચંદ, ભોગીલાલ, રમણીક, ભગવતી, ઝવેરી, લક્ષ્મી, મંજુલાના ભાઇ. ગોધરા વેલબાઇ પાલણ વેરશીના જમાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪.૦૦ થી ૫.૩૦. નિ. મહેશ બાબુલાલ, ૭૦૧, જૈનમ, એમ.જી. રોડ, ઘાટકોપર (વે.).
મોખા હાલે કપાયાના ચંચળબેન ગણશી લાપસીયા (ઉં.વ. ૮૫) ૩૦-૭ના કાળધર્મ પામ્યા છે. ખીમઇબાઇ ભારમલના પુત્રવધૂ. સ્વ. ગણશીના ધર્મપત્ની. દક્ષા, વર્ષા, સ્વ. ચેતન, લતા, અરૂણાના માતુશ્રી. મોટા આસંબીયા પુરબાઇ રવજીના પુત્રી. બિદડા પાનબાઇ નાનજી, સ્વ. જાદવજી, સ્વ. પુષ્પાના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. વર્ષા ચંદ્રકાંત ગાલા, ૬૦૩, ઓમ ગંગા સો., સંતોષી માતા રોડ, કલ્યાણ (પ.).
ભુજપુરના સાકરબેન કાનજી દેઢિયા (ઉં.વ. ૮૮) તા. ૨૮-૭-૨૪ના અવસાન પામેલ છે. નાનબાઈ નેણશી ખીંશીના પુત્રવધૂ. કાનજીના પત્ની. મહેન્દ્ર, સ્વ. બકુલ, રીટા (અમી), નીતાના માતુશ્રી. બેરાજાના સ્વ. દેવકાબેન જીવરાજ વીરજીના પુત્રી. સ્વ. લક્ષ્મીચંદ, ડુંગરશી, હરીશ, સ્વ. ભાનુબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિ. નીતા નરેન્દ્ર ગાલા, રૂમ નં. ૨૦, અષ્ટવિનાયક સદન, શિવાજી નગર, વાગળે સ્ટેટ, થાણા-૪૦૦૬૦૪.
ઝાલાવાડ દશા શ્રીમાળી શ્ર્વે.મુ.પૂ. જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ કાંદિવલી વર્ષાબેન વસંતલાલ શેઠ (ઉં.વ. ૭૭) તે સ્વ. વસંતભાઈ ચંદુલાલ પોપટલાલ શેઠના ધર્મપત્ની તથા નયનાબેન, સ્વ. મહેન્દ્રભાઈ, ગીતાબેન, સ્વ. હસમુખભાઈ, પૂર્ણિમાબેન પ્રકાશભાઈ, સ્વ. નીતાબેન ધીરેનકુમાર લાઠીયાના ભાભી. તે શીતલ અલ્પેશ, બીજલ પરાગ, વૈશાલી મિતેષના માતૃશ્રી. મેધ, માનવ, નીતિ, યુગના દાદી તથા કોઠ ગાંગડ નિવાસી સ્વ. મોહનલાલ ધનજીભાઈ શાહના દિકરી તા. ૨૮/૭/૨૪ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. બન્ને પક્ષની ભાવયાત્રા તા. ૨/૮/૨૪ શુક્રવાર સવારે ૯.૩૦ થી ૧૨ વાગે શ્રી દામોદર વાડી, અશોક નગર, કાંદિવલી પૂર્વ મધ્યે રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
રાણપુર ભેસાણ નિવાસી હાલ ભાયંદર મહેન્દ્રકુમાર દલસુખલાલ કોરડીયાના ધર્મપત્ની અ. સૌ. નીલાબેન (ઉં.વ. ૬૨) તે ૨૯/૭/૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે જીજ્ઞેશ તથા જીગરના માતુશ્રી. કૃપાલી તથા અમિષાના સાસુ. ગીરીશભાઈ, રાજેશભાઈ, શૈલેષભાઇ, ચંદ્રિકા રશ્મિન શાહ તથા ભાવના રાજકુમાર ભાયાણીના ભાભી. પિયરપક્ષે ગોરધનદાસ દિપચંદ શાહ હાલ પાલીતાણાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૨/૮/૨૪ના રોજ ૧૦ થી ૧૨ કલાકે દેવ વાટિકા હોલ, ૬૦ ફિટ રોડ, ભાયંદર વેસ્ટ.