મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ. વિનુભાઈ કાંતિલાલ નેમચંદ શાહના ધર્મપત્ની ગં.સ્વ. ઈંદિરાબેન (ઉં. વ. ૮૪) ૨૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. મિહિરભાઈ, મીનલબેન, અસ્મિતાબેન-નીતીનકુમાર, કાશ્મીરાબેન-જીનેશકુમારના માતુશ્રી. સ્વ. યશોતમીબેન અનંતરાયના ભત્રીજાવહુ. સ્વ. પંકજભાઈ, હીનાબેન, સ્વ. જયાબેન, સ્વ. ઈંદુબેન, સ્વ. ભાનુબેન, સ્વ. રસીલાબેન, સ્વ. ઉષાબેન, સ્વ. કલાબેનના ભાભી. સાવરકુંડલાવાળા હાલ ભાવનગર સ્વ. જયંતીલાલ રતીલાલ સલોનની દીકરી. વીતરાગ, એકતા, જૈનમ, ખુશ્બુ, સાગર, ભવ્યા, વૈભવી, વિરાજના દાદી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કાજાવદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વસંતબેન અનંતરાય લાખાણીના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૯) તે રેખાબેનના પતિ. તે ભક્તી અમીત, ભાવના રાજેશકુમાર, રીના જલ્પેશકુમાર તથા પીના એજસકુમારના પિતાશ્રી. મોનીષ, પરીન, ધ્રુવ, સોફીયા, સમીરના દાદા/નાના. કુમુદબેન જીતેન્દ્રકુમાર, સુરેખા રમેશકુમાર, રમેશભાઈ, હરેશભાઈ, પ્રકાશભાઈના ભાઈ. જેસર નિવાસી સ્વ. બાબુલાલ રામચંદ ગાંધીના જમાઈ રવિવાર, ૨૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) રહેઠાણ: અમીત મહેન્દ્રભાઈ લાખાણી, ૧૮/૫ જયલક્ષ્મી, એમ.જી. રોડ, ઘાટકોપર (વેસ્ટ).

સુરત વીસા ઓસવાલ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જ્ઞાતિ જૈન
પ્રશાંતભાઇ મેઘકુમારભાઇ ઝવેરી (ઉં. વ. ૬૫) તા. ૨૭-૭-૨૪ના શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબહેન મેઘકુમાર ઝવેરીના સુપુત્ર. પ્રીતીબહેનના પતિ. રિદ્ધિશના પિતાશ્રી. મોનાલીના સસરા. તૃપ્તિબેન આશિષભાઇના મોટાભાઇ. સ્વ. રમીલાબેન બાબુલાલ શાહ (સુરત)ના જમાઇ. વીરાંગ, ધનશ્રીના મામા. લૌકિક વ્યવહાર બંધ છે.

સ્થાનક વાસી જૈન
પોરબંદર નિવાસી હાલ કાંદીવલી (વેસ્ટ), હર્ષીત (ઉં. વ. ૬૪) તે સ્વ. સુશીલા, બ્રીજલાલ શેઠના સુપુત્ર. સૌ. હિનાના પતિ. ચિંતનના પિતા. તે અવનીન્દ્ર, સ્વ. દેવેન, ઉમેશના ભાઇ. તે સ્વ. મહેન્દ્રભાઇ પાનાચંદ ભણશાળીના જમાઇ. તા. ૨૯-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. બી-૪૦૩, રૂબી એપાર્ટમેન્ટ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).

સંબંધિત લેખો

સોરઠ વિશા શ્રીમાળી જૈન
ઘંટીયા નિવાસી હાલ ડોંબિવલી સ્વ. ચીમનલાલ ખુશાલચંદ ધ્રુવના ધર્મપત્ની હસુમતીબેન ધ્રુવ (ઉં. વ. ૭૫) તે રૂપા કેતનકુમાર રામાણી, દર્શના નિમિષભાઇ દફતરી, રીમા પરેશભાઇ દોશી તથા હેતલના માતુશ્રી. સ્વ.હિંમતભાઇ, હરસુખભાઇ, સુરેશભાઇ, સ્વ. હરકુંવરબેન શેઠ, સ્વ. લીલાવંતીબેન મહેતા, મંગળાબેન પારેખના ભાઇના ધર્મપત્ની, પિયરપક્ષે ભોરગામડા નિવાસી સ્વ. લીલાધર વિઠ્ઠલજી મહેતાના સુપુત્રી. માનવ દોશી, હર્ષ દફતરી, હર્ષ રામાણીના નાની તા. ૨૮-૭-૨૪ના રવિવારના અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

નવગામ ભાવસાર જૈન
ભાવનગર નિવાસી હાલ બોરીવલી જીતેન્દ્રકુમાર ઘોઘારી (ઉં. વ. ૭૨) તે સ્વ.કંચનબેન તથા સ્વ.ભુપતરાય માણેકલાલ ઘોઘારીના પુત્ર. ઉષાબેનના પતિ. સ્મિતના પિતા. રીનાના સસરા. સ્વ.ભોગીલાલ લોલીયાના જમાઈ શુક્રવાર ૨૬/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પાલનપુરી સ્થા. જૈન
શાન્તાબેન નવીનચંદ્ર મહેતા (ઉં. વ. ૮૯) નવીનભાઈના પત્ની. શ્રેયસ, સીનાના માતા. અલકાના સાસુ. સ્વ.જયાબેન, સ્વ.રમેશભાઈ, સુરેશભાઈ, ઈન્દીરાબેનના ભાભી. સલોની, જુહી, અક્ષિત, ચિરાગ, મિતાંશ, દેવાંશના દાદી ૨૩/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. ઠે- બી/૪૬, વર્ધમાન કુટીર, શંકર લેન, કાંદિવલી વેસ્ટ.

ઝાલાવાડી વિશાશ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રા નિવાસી માકાવેલશીવાળા સ્વ.શાંતિલાલ લાલચંદ શાહના સુપુત્ર જીતેન્દ્ર શાહ (ઉં. વ. ૮૦) તા.૨૭-૦૭-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.ભરતભાઈ, સ્વ. કુમારભાઈ તથા ગિરીશભાઈ શાંતિલાલ શાહ, જ્યોત્સનાબેન દિનેશકુમાર, જ્યોતિબેન હસમુખલાલના ભાઈ. ગં.સ્વ.શોભનાબેન, ગં.સ્વ.ઈલાબેન અને હીનાબેનના જેઠ. મૌલિક, વિધિ, પિંકી ભાવિન કુમાર, હકકુ (ભાવિની) મનીષકુમારના ભઈજી, ખયાનના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
તલવાણાના મહેન્દ્ર લીલાધર દેઢીયા (ઉં. વ. ૬૫) તા. ૨૮-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન લીલાધરના સુપુત્ર. મધુના પતિ. ભાવીની (ટીના) મયુરના પિતા. સ્વ. રમણીક, સ્વ. હસમુખના ભાઇ. સ્વ. અમૃતબેન લખમશી (બાબુભાઇ)ના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. દેહ દાન કરેલ છે. ઠે. મધુ મહેન્દ્ર દેઢીયા, ડી-૬૦૨, નીલમનગર, બિ. ૬, મુલુંડ (ઇસ્ટ), મું. ૮૧.

બેરાજાના વસંતલાલ વીરજી સાલીયા (ઉં. વ. ૭૫) તા. ૨૮/૦૭/૨૦૨૪ અવસાન પામેલ છે. માતુશ્રી બુધ્ધિબાઈ વીરજી સાલીયાના સુપુત્ર. સ્વ. અમૃતબેનના પતિ. મિન્ટુ, અલ્પા, હેતલના પિતાશ્રી. બેરાજાના રૂક્ષ્મણી (ભચીબાઈ) પ્રેમજી ચના, દેશલપુર રતનબેન ગાંગજી પુંજાના ભાઈ. ભિંસરાના પાનબાઈ દામજી સાવલાના જમાઈ. પ્રા.શ્રી.વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરશન લઘુ નિસર હોલ, દાદર (વે), ટા ૪ થી ૫.૩૦.

બેરાજાના કાંતા કુંવરજી સાવલા (ઉં. વ. ૮૨) પુનામાં ૨૬-૭-૨૪ના દેહ પરીવર્તન કરેલ છે. દેવકાબાઇ દેવજી પ્રેમજીના પુત્રવધૂ. કુંવરજીના પત્ની. મો. ખાખરના કંકુબાઇ શામજીના પુત્રી. વિનોદ, મીના, અમરેશના માતુશ્રી. દેશલપુર પ્રમીલા રતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિવેક ગાલા, જી-૧૧૦૨, માર્વલ આઇડલ સ્પેશીયો, ઉંદ્રી, પુણે-૪૧૧૦૬૦.

નાના ભાડીયાના કલ્પના ભેદા (ઉં. વ. ૭૦) ૨૮-૭-૨૪ના અવસાન પામેલ છે. કમલાબેન નાનજીના પુત્રવધૂ. દિનેશના પત્ની. દિપાલી, અવનીના માતુશ્રી. વેરાવળના ચંદ્રમણી મનસુખલાલ દલાલના સુપુત્રી. ભુપેન્દ્ર, પ્રદિપ, દીલીપ, મનીષાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દીપાલી નિલેશ, ૩૦૧, ભાવના એવેન્યુ, લક્ષ્મણ મ્હાત્રે રોડ, દહીંસર (વે.) ૬૮.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button