જૈન મરણ
ગામ ભચાઉના લક્ષ્મીબેન લખમશી મેઘજી ફુરીયાના સુપુત્ર સુરેશ (ઉં. વ. ૬૭) શુક્રવાર તા. ૨૬-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. અમૃતબેનના પતિ. ફાલ્ગુનીના પિતાશ્રી. તે સંજય જખુભાઇ ગાલાના સસરા. વંશના નાના. સ્વ. પુનશી, દામજી, સ્વ. પદમશી, સ્વ. અમૃતબેન, સ્વ. રૂક્ષ્મણીબેન, કાંતાબેનના ભાઇ. મોંઘીબેન પોપટલાલ વિસરીયાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૯.૭.૨૪ના ૩.૩૦થી ૫. ઠે. પ્યુપીલ સ્કૂલ, એસ. વી. રોડ, ખાર (વેસ્ટ).
દશા શ્રીમાળી જૈન
કાનાતળાવ નિવાસી હાલ વસઇ મંજુલાબેન શાંતિલાલ અજમેરા (ઉં. વ. ૯૪) સ્વ. શાંતિલાલ પોપટલાલ અજમેરાના ધર્મપત્ની. રમેશચંદ્ર, સુરેશભાઇ, રાજેશભાઇ, મનોજભાઇ, ધર્મેન્દ્રભાઇ તથા ઉષાબેન હસમુખરાય ચોવટીયા, સ્વ. જયશ્રીબેન પ્રફુલકુમાર ગાંધીના માતુશ્રી. તે જયંતીલાલ, નથુભાઇ પોપટભાઇ અજમેરાના નાનાભાઇના પત્ની. તે સ્વ. લીલમબેન, શીલાબેન, કલ્પનાબેન, પ્રતિમાબેન, કાજલબેનની સાસુ. તે પિયર પક્ષે છગનલાલ સોમજી અંબાણીના પુત્રી. તા. ૨૮-૭-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૭-૨૪ના મંગળવારના ૩થી ૫, રાખેલ છે. ઠે. દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર વસઇ (વેસ્ટ).
વિશા પોરવાડ ૭૧ જૈન
ચુંવાળા-ડાંગરવા (દેવડાવાળા) હાલ વિલેપાર્લા સ્વ. સુમતીલાલ માણિકલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. શકુંતલાબેન (ઉં. વ. ૮૩) તા. ૨૭-૭-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિમા, નીતીન, શૈલેષના માતુશ્રી. સંજયકુમાર તથા સેજલના સાસુ. ધ્રુમિલ, કિશીતાના દાદી. પિયર પક્ષે અમૃતલાલ દિપચંદ શાહ વાડાવાળા (પૂના)ની દીકરી. તે મહેશભાઇ, સ્વ. રમેશભાઇ, અશોકભાઇ, સ્વ. રસિલાબેન, સ્વ. કલાબેનના બહેન. મહાપૂજન આજે બપોરે ૩થી ૫. ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલેપાર્લા (ઇસ્ટ)માં, લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ચૂડા નિવાસી હાલ મલાડ સ્વ. લીલાબેન નાગરદાસ ગોસલીયાના સુપુત્ર શશીકાંતભાઇના ધર્મપત્ની અ. સૌ. નલીનીબેન (નયના) (ઉં.વ.૭૭), શનિવાર, તા. ૨૭-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જતીન, હીના રાજેશ શાહ, દીપા દેવેન ડેલીવાળાના માતુશ્રી. તે સ્વ. ચિત્રલેખાબેન જશવંતરાય ગોસલીયાના જેઠાણી. પિયર પક્ષે સ્વ. વિમળાબેન જયંતીલાલ શાહની સુપુત્રી. બા. બ્ર. હર્ષિદાબાઇ મા. સ્વ. મહેન્દ્રભાઇ, ભારતીબેન, વર્ષાબેન, જયશ્રીબેન, નીતાબેન, રાજુલબેનના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મૂ. પૂ. જૈન
શિયાણી નિવાસી હાલ મલાડ, ઉષાબેન ચંપકલાલ વોરાના પૌત્ર તથા નીપા જયેશભાઇ વોરાના સુપુત્ર. ધ્રુવીલ જયેશ વોરા (ઉં. વ. ૨૧) તા. ૨૬-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પલક, યશ્ર્વિ, પરમના ભાઇ, નિશા જીજ્ઞેશભાઇ વોરા, મીતા નીલેશભાઇ શાહ અને નિપા નિલેશભાઇ કામદારના ભત્રીજા. મોસાળ પક્ષે મહેશભાઇ અજમેરાના દોહિત્ર. પ્રાર્થનસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના વિમળાબેન વિશનજી વીરજી લાપસીયા (ઉં.વ.૮૨) તા. ૨૫ના અરિહંતશરણ પામેલ છે. રતનબેન વીરજીના પુત્રવધુ. વિસનજી વીરજીના ધર્મપત્ની. સરલા, ટેકચંદ, ધર્મેન્દ્ર, બીનાના માતુશ્રી. કોડાય મણીબાઇ મેઘજી શીવજીના સુપુત્રી. ઉર્મીલા, સ્વ. નેમચંદ, મંજુલાના બેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨.૦૦ થી ૩.૩૦. નિ. વિમળા લાપસીયા, ૯/૧૦, ગુલ વિલા, સાવરકર રોડ, માહીમ (વે.) ૧૬.
નાગ્રેચાના શ્રી હરખચંદ ભાણજી સાવલા (ઉં.વ.૭૩) તા. ૨૫-૭-૨૪ ના રોજ અવસાન પામેલ છે. રાણબાઈ ભાણજીના પુત્ર. ભારતીબેનના પતિ. અલ્પા, પૂર્વી, ટીનાના પિતા. રતનશી, મુલચંદ, લક્ષ્મીચંદ, પુરબાઈ, દેવકાંબેનના ભાઈ. ચંચળબેન જીવરાજના જમાઈ. પ્રાર્થના : શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. જૈ.સં. ની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે).
ટાઈમ : સાંજે ૪ થી ૫.૩૦.