જૈન મરણ
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી સ્વ. વિમળાબેન જયંતીલાલ ભોગીલાલ સીરિયાના સુપુત્ર અરવિંદભાઈ (ઉં.વ. ૭૮) તેઓશ્રી પ્રમોદભાઈ, ચંદ્રકાંતભાઈ, નીપુણાબેન હેમંતકુમાર શાહ, પ.પૂ.સા.મ. કીર્તનપ્રજ્ઞાશ્રીજીના સંસારીભાઈ બુધવાર, તા. ૧૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ૨૧૧-એ, સુરતવાલા બિલ્ડિંગ, રાજારામ મોહનરાય રોડ, પ્રાર્થનાસમાજ, બીજે માળે, રૂમ-નં. ૨૩, મુંબઈ-૪૦૦૦૦૪.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
જતના ખેરવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન અંબાલાલ શાહના સુપુત્ર અભયભાઈ (બાબુભાઈ) (ઉં.વ. ૭૧) તા. ૯-૭-૨૪. મંગળવારના અરિહંતશરણ પામેલા છે. તે કોકિલાબેનના પતિ. સોનુ અને જેનીના પિતા. તે ટીનાના સસરા. સ્વ. અશ્ર્વિનભાઈ (લાલુભાઈ), રાજેશભાઈ, સ્વ. અરુણાબેન રમેશચંદ્ર ડગલી, ઉમાબેન રમેશકુમાર શાહ, દીનાબેન ચંદ્રકાંતભાઈ શાહ, રીટાબેન ભરતભાઈ મણિયારના ભાઈ. સતીષભાઈ ભાઈદાસાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટી પાનેલી નિવાસી હાલ મલાડ મંજુલાબેન યશવંતરાય પોપટલાલ શેઠના પુત્ર. અસ્મીનભાઈ (ઉં.વ. ૬૧) તા. ૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે વૈશાલીબેનના પતિ. નિયંત્રી સાગરકુમાર પટેલ તથા ભાવિ રાહુલકુમાર આહુજાના પિતા. હેમંતભાઈના મોટાભાઈ. અમરાપુર નિવાસી પ્રવીણચંદ્ર રામજીભાઈ મડિયાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના ૪.૦૦થી ૫.૩૦. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન (મોટા ઉપાશ્રય) પાંચમે માળે, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના મા. નાનબાઇ લાલજી શાહ/ગોગરી (ઉં.વ. ૯૨) ૮-૭-૨૪ના અવસાન પામ્યા છે. ભાણબાઇ ખીંયશીના પુત્રવધૂ. લાલજીના પત્ની. કસ્તુર, મણીલાલ, ભાવના (મુલી)ના માતુશ્રી. બિદડા નેણબાઇ મઠુના પુત્રી. વિશનજી, શાંતિ, નવીનાર ભાણબાઇ કેશવજી, તુંબડી ધનવંતી હરીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કસ્તુર શાહ, એ/૪, આશા સદન, પુષ્પ વિહાર હોટલ સામે, ગારોડીયાનગર, ઘાટકોપર (ઇ.).
ટોડાના રતનબેન દેઢિયા (ઉં.વ. ૯૧) ૮-૭-૨૪ના અવસાન પામેલ છે. દેમીબાઈ શીવજીના પુત્રવધૂ. ખીમજીના પત્ની. શાંતિલાલ, નરેન્દ્રના માતુશ્રી. વાંકી દેવકાબાઈ પ્રેમજી માણેકના દિકરી. કાંતિલાલ, ખેતબાઈ, મણીબાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. નિ. નરેન્દ્ર દેઢિયા, ૫૦૩, ત્રિદેવ, ભક્તિ માર્ગ, મુલુંડ (વે).
રાયણના તલકશી લાલજી નંદુ (ઉં.વ. ૮૯) તા. ૯-૭ના અવસાન પામેલ છે. દેવકાબેન લાલજી દેવજીના પુત્ર. લીલાવંતીના પતિ. દિપાના પિતા. જખુભાઇ, ભવાનજી, ટેકચંદ, મોરારજી, ડો. વેલજી, નેણબાઇ ભાણજી, નાની ખાખરના લક્ષ્મીબેન છગનલાલના ભાઇ. રાયણના સાકરબેન ભાણજી આણંદના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦.
સાડાઉના જાદવજી ગાલા (ઉં.વ. ૭૮) તા. ૮-૭ના અવસાન પામેલ છે. સ્વ. પુરબાઇ લાલજી મેઘજીના સુપુત્ર. ચંચળના પતિ. કલ્પેશ, મનિષના પિતા. પત્રીના નિર્મળા જગદીશના ભાઇ. પ્રાગપુરના નાનબાઇ પાસુ માલશી ખીમસીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચંચળબેન ગાલા, ૩ જય રશ્મી ભુવન, શંકરલેન, કાંદીવલી (પ.).
બાડાના કુસુમ છાડવા (ઉં.વ. ૭૭) ૪-૭-૨૪ના અવસાન પામેલ છે. ટોકરશી (બાપુ) છાડવાના ધર્મપત્ની. ઉદયપુરના અચલરાજ ભભુતરાજ જૈનના પુત્રી. સ્વ. મણીબેન રામજી છાડવાના પુત્રવધૂ. ચંદ્રશેખર, સ્વ. અશોક, આશા, પ્રીતી, સ્વ. ચંદ્રકાંતના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. નિ. ટોકરશી છાડવા, બીલ્ડીંગ નંબર, ૧-એ વિંગ, ૮૦૫ રૂમ નંબર, ક્રાંતિજ્યોત બીલ્ડીંગ, પંતનગર પોલીસ સ્ટેશનની સામે, ઘાટકોપર (પૂર્વ).
ભોરારાના પ્રવિણ ભાણજી દેઢિયા (ઉં.વ. ૭૪) તા. ૮-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. લાછબાઈ ભાણજીના સુપુત્ર. સુશીલાના પતિ. શીતલ, ભાવિની, હેતલના પિતાશ્રી. નવીન, પ્રભાવતી, પુષ્પા, શશીકલાના ભાઈ. લક્ષ્મીબેન નાગજીના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. પ્રવિણ ભાણજી દેઢિયા, બી-૨૦૧, અનુપમ પ્રભા, અમરશી રોડ, મલાડ (વે.).
ઘોઘારી જૈન
જેસર નિવાસી હાલ વિરાર શાંતિલાલ રામચદ શેઠના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૬૯) તે તા. ૯-૭-૨૪ને મંગળવારના અવસાન પામેલ છે. તે કુંદનબેનના પતિ. ચૈતાલી, મિતેશ, સોહીલના પિતાશ્રી. રાજેશકુમાર, પ્રીતિ, ઝંખનાના સસરા. સ્વ. નીતિનભાઈ, સ્વ. શરદભાઈ, હર્ષાબેન અશ્ર્વિનકુમાર, મીનાબેન પ્રવિણચંદ્રના ભાઈ. પિયરપક્ષે દહાણુ નિવાસી પુષ્પાબેન જયંતીલાલ અમૃતલાલ શાહના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. – જીતેન્દ્રભાઈ શાંતિલાલ શેઠ નારાયણ ભુવન, ત્રીજા માળે, જીવદાની રોડ, વિરાર ઈસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ધારગણી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. ચંપકલાલ પ્રાણજીવન વડાલિયાના ધર્મપત્ની સુશીલાબેન (ઉં.વ. ૭૪) તા. ૮/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચિ. નિધિના માતોશ્રી. સ્વ. કાંતાબેન ધીરજલાલ વડાલિયાના દેરાણી. રેખાબેન દિનેશભાઈ વડાલિયા, અનીતાબેન ધનવંતરાય વડાલિયા, સ્વ. જયશ્રીબેન પ્રદુમન વડાલિયાના જેઠાણી. સ્વ. લતાબેન ગુણવંતરાય દોશીના ભાભી. પિયરપક્ષે બાબુલાલ શ્યામલાલ સુગંધી (બુરાનપુર વાળા)ના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ ડોમ્બિવલી નટવરલાલ ચંપકલાલ શાહ (ઉં.વ. ૭૮) તા. ૩.૭.૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે રંજનબેનના પતિ. ઇન્દિરાબેન, સ્વ. અશોકભાઈ, સ્વ. હરેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, મુકેશભાઈના ભાઈ. સ્વ. ચારુબેનના જેઠ. તે ધર્મેન્દ્ર, ધ્રુવલ, કિંજલ દર્શનકુમાર, ગુંજા આશિષકુમારના પિતા. વૈશાલી, લબ્ધી, ધ્રુવલના સસરા. શ્ર્વસુરપક્ષ મનસુખલાલ પરમાણંદદાસ શાહના જમાઈ (વાવેરા) તેમના આત્મશ્રેયાર્થે તા. ૧૨.૭.૨૪ શુક્રવાર અઢાર પાપસ્થાનક સંવેદના ૯.૦૦ થી ૧૨.૦૦. શ્રી શ્રેયસ કર પાશ્ર્વભક્તિ શ્ર્વે.મૂ.પૂ. જૈન સંઘ, પાંડુરંગ વાડી, ડોમ્બિવલી ઇસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ વાલકેશ્ર્વર ભદ્રકાન્તભાઈ રતિલાલ ગટીયા શાહ (ઉં.વ. ૯૩) તા. ૯-૭-૨૪ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે તારાબેનના પતિ. કિરણ, જયેશ, વિજય, પલ્લવીના પિતા. નયના, રશ્મી, સંગીતા, નરેશકુમારના સસરા. અંકિત, રાહુલ, બીજલ, મલય, સોનમ, વરૂણના દાદા. નવનીતભાઈ, ચંદ્રકાન્તભાઈ, ભાનુબેનના ભાઈ. અમૃતલાલ રાયચંદ દોશીના જમાઈ. લૌકિક વ્યવહાર
બંધ છે.