મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટી રાજસ્થળીવાળા હાલ મુલુંડ સ્વ. વેલચંદ છગનલાલ મહેતાના સુપુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૭૦) તે બિનાબેનના પતિ. શ્રેણિકના પિતાશ્રી. કિંજલના સસરા. કિઆનના દાદા. સ્વ. મનસુખલાલ, જયસુખભાઇ તથા સ્વ. વસંતબેન ઓધવજી, સ્વ. તારાબહેન હરજીવનદાસ, કળાબહેન મનસુખલાલના ભાઇ. સ્વ.જયંતીલાલ ડાહ્યાલાલ લાખાણી, દિહોરવાળા હાલ મુલુંડના જમાઇ તા. ૭-૬-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૩૦૩-૩૦૪, એ વિંગ, સુકેશ બિલ્ડિંગ વાલજી લધા રોડ, મુલુંડ (વેસ્ટ).

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
સાયલા નિવાસી સ્વ. શાંતાબેન મણિલાલ શાહના પુત્ર હાલ મુલુન્ડ ભરતભાઈ મણિલાલ શાહ (ઉં. વ. ૭૪) તે ૫/૬/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે રૂપાબેનના પતિ. માનસીના પિતા. સ્વ. પ્રતાપભાઈ, મહેશભાઈ, સ્વ. પુષ્પાબેન જે શાહ, સ્વ. મીનાક્ષીબેન એમ પારેખ, સ્વ.કુંદનબેન એ શાહ તથા કુસુમબેન એચ શેઠ ના ભાઈ. સ્વ. શાંતિલાલ દામાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જામનગર વિશા ઓસવાલ જૈન
સુધીરભાઈ નટવરલાલ શાહ (ઉં. વ. ૭૦) તા. ૮-૬-૨૦૨૪ શનિવારના અરિહંત શરણ પામેલ છે. તે નિર્મળાબેન નટવરલાલ શાહના પુત્ર. હર્ષાબેનના પતિ. મિહિર તથા રીમા કૃણાલ શાહના પિતા. મિતલબેન તથા કૃણાલભાઈના સસરા. દિતી તથા પ્રિષાના દાદા. શાહ લક્ષ્મીચંદ ફુલચંદ, જામનગરના જમાઇની ભાવયાત્રા તા. ૦૯-૦૬-૨૦૨૪ ના રવિવારે, બપોરે ૩ થી ૫, વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલે પારલે (વેસ્ટ).

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના કેયુર રમણીકલાલ સાવલા (ઉં. વ. ૩૭) તા. ૬-૬ના અવસાન પામેલ છે. પ્રભાબેન રમણીકલાલના પુત્ર. પ્રાચીના પતિ. નીકીતાના પિતા. જીગ્ના, સનીલના ભાઇ. હાઉસા નારાયણ ધોત્રેના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. નાનજીભાઇ સાવલા, નવનીતનગર, ઠ-૫૧૧, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.)

વાંઢના ડો. સુનીલ ડો. કુંવરજી શાહ (નંદુ) (ઉં. વ. ૪૫) તા. ૨૮-૫-૨૪ના અવસાન પામેલ છે. જૈની ડો. કુંવરજી ગાંગજીના પુત્ર. કીરીયાકીના પતિ. અલેનીના પિતા. ટીમ, રીના એરીકના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઉર્મીલાબેન કીર્તીભાઇ રાંભીયા, ૫૦૨-એ, રીહાન, આત્મારામ સાવંત માર્ગ, કાંદીવલી (ઇ.).

કપાયાના ચુનીલાલભાઇ ગોગરી (ઉં. વ. ૬૬) તા. ૪-૬-૨૪ અવસાન પામેલ છે. સ્વ. રતનબેન રામજીના પુત્ર. મેઘબાઇ સોજપાર ઉકેડાના પૌત્ર. ખીમજી, સ્વ. નેમજી, રાઘવજી, સ્વ. ભોગીલાલ, દેવચંદ, જયેશ, ગેલડા વિમળા પ્રેમજી, કપાયા લતા હરચખંદ, ડેપા ગં.સ્વ. લક્ષ્મી શાંતીલાલના ભાઇ. ભુજપુર સ્વ. મમીબાઇ શામજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. ખીમજી ગોગરી, ન્યુ બ્લોસમ, બી-૧૦૮, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ).

બાડાના ચંચળબેન છગનલાલ ગડા (ઉં. વ. ૮૧) તા. ૦૬-૦૬-૨૦૨૪ના અવસાન પામેલ છે. સ્વ. મઠાબાઈ દેવજી ગડાના પુત્રવધૂ. સ્વ. છગનલાલ દેવજી ગડાના પત્ની. મેરાઉના સ્વ. મકાબાઇ નરશી ડુંગરશી વીરાના દિકરી. સ્વ. તેજશી નરશી વીરા, ગોધરા સ્વ. દેવકાબેન દામજી રાંભિયા, બાડા સ્વ. ખેતબાઈ મુરજી ગોસર, બાયઠ સ્વ. તેજબાઈ ધનજી છેડાના બેન. જગદીશ, વીણા, સ્વ. પ્રેમીલા, હર્ષા, ઉષાના માતુર્શ્રી. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. જગદીશ ગડા, એ-૧૫, અનંત સ્મૃતિ, ટાટા પાવર લેન, હોટેલ અંબિકાની સામે, રામનગર, ડોંબીવલી (ઈ.).

સાડાઉના લીલાવંતી (બચુડી) પ્રેમજી શામજી ગાલા (ઉં. વ. ૮૫) તા. ૬ જૂનના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન શામજીના પુત્રવધૂ. પ્રેમજીના પત્ની. રાજેશના માતુશ્રી. મોખા મકાબાઈ પ્રેમજી નાંગશીના પુત્રી. મોખા વેલજી, પોપટ, વડાલા જખીબાઈ રતનશી, મણીબાઈ શિવજી, દેશલપુર પ્રભા મેઘજી, સાડાઉ કસ્તુર કલ્યાણજી, ગજોડ જયા નેમચંદના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. રાજેશ ગાલા, દીપ નિવાસ, ૨જી રાબોડી, થાણા (વે).

સમાઘોઘા (હાલે હૈદ્રાબાદ)ના અશ્ર્વિસ્ત્ર અમૃતલાલ ભેદા (ઉં. વ. ૫૭) તા. ૬-૬-૨૪ ના અવસાન પામ્યા છે. લીલાવંતી અમૃતલાલના પુત્ર. ચેતનાના પતિ. મૈત્રીના પિતા. જીતેન, છાયાના ભાઈ. નાની ખાખર (ચેન્નાઈ) નિર્મળાબેન વલ્લભજી શામજીના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker