મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા હાલ મુલુંડ સ્વ. જયાલક્ષ્મી ખાંતિલાલ મગનલાલ શેઠના સુપુત્ર અશોક ખાંતિલાલ શેઠ (ઉં. વ. ૬૧) તા. ૬-૧૦-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે વિનોદભાઇ, મનહર, જયંત, નરેશ, હંસાબેન ચંદ્રકાન્તભાઇ, હર્ષાબેન અશોકકુમારના બંધુ, નયનાબેન, ઇલાબેન, ભાવનાબેન તથા આરતીબેનના દિયર. તેજલ ગૌરવકુમાર, પ્રતીક, ઋષભ, ભાવિનના કાકા. તેમની સાદડી રવિવાર, તા. ૮-૧૦-૨૩ના ૩થી ૬. નિવાસસ્થાન: બી-૬૦૭, મણિભદ્ર ટાવર, ઇન્દ્રપ્રસ્થની બાજુમાં, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના સોહીલ રાંભીયા (ઉં.વ. ૩૮) ૫-૧૦ના અવસાન પામેલ છે. અમૃતબેન પ્રેમજી રાયશી રાંભીયાના પૌત્ર. જયાબેન ચંદ્રકાંતના પુત્ર. જીનલના ભાઇ. ડુમરા હાલે ખરગોન સુંદરબેન વિશનજી વેલજી નાગડાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચંદ્રકાંત રાંભીયા, ૫ સાગર કૃપા, ગુપ્તે રોડ, ડોંબીવલી (વે.).

વાંઢ હાલે શેરડીના કલ્યાણજી શીવજી બોરીચા (ઉં.વ. ૮૧) તા. ૬-૧૦ના અવસાન પામેલ છે. માતુશ્રી મક્કાબાઇ શીવજી ડાયાના પુત્ર. ખેતબાઇના પતિ. જયશ્રી, રાજેશ, ગીરીશના પિતા. નાંગલપુરના સુંદરબેન ખીમજી, રાયણના મુરજીના ભાઇ. શેરડીના મઠાબાઇ કરમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગીરીશ બોરીચા, ૨૦૧, ભવદીય સોસાયટી, ડી.એન.સી. રોડ, ડોંબીવલી (ઇ.).

વિઢના રાજેશ લખમશી આસારીયા નાગડા (ઉં.વ. ૫૮) તા. ૪-૧૦-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. પ્રેમીલાના પતિ. સ્વ. અંકિતા, સ્વ. જીનલ, સ્વ. દર્શનના પિતા. સ્વ. રતનબેન લખમશીના પુત્ર. સ્વ. શામજી, સ્વ. રમેશ, કિશોર, સ્વ. ગીરીશ, વિઢના ઝવેરબેન હીરાલાલ સાવલા, માપરના પ્રભાબેન મહેન્દ્ર મારૂના ભાઇ. કોઠારાના વાલબાઇ ખીમજી નાગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ નાગડા, એમ-૨૦૩, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.).

સણોસરાના માતુશ્રી ઝવેરબેન દામજી નાગડા (ઉં.વ. ૭૧) તા. ૬-૧૦-૨૩ના અવસાન થયેલ છે. દામજીભાઇ (મંગલ)ના ધર્મપત્ની. સ્વ. લક્ષ્મીબેન રવજીના પુત્રવધૂ. કોટડા (રોહા)ના સ્વ. વાલબાઇ આસુ ગાલાના સુપુત્રી. નયના (શર્મિલા), ભરત, હરેશ, ધર્મેન્દ્રના માતુશ્રી. કોટડા (રોહા)ના સ્વ. મણીબાઇ, સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ભાઇલાલ, સ્વ. રમેશ, સ્વ. હસમુખ, તારાચંદ, ધીરજ, મોટી ઉનડોઠના સ્વ. રસીલા અશોક, બાડાના ચેતના પ્રવિણના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભરત નાગડા, ૧૦૨, ચીરાગ બિલ્ડિંગ, સી-વિંગ, છેડા પાર્ક, આચોલે તળાવની બાજુમાં, આચોલે રોડ,
નાલાસોપારા (ઇ.).

ભુજપુર કાનાણી શેરીના અમૃતબેન (ચંચળબેન) દેઢીયા (ઉં.વ. ૭૪) તા. ૭-૧૦ના અરિહંતશરણ પામ્યા છે. પરમાબેન માલશી નરશીના પુત્રવધૂ. મગનલાલના ધર્મપત્ની. ભારાપરના બીના નરેન્દ્ર મોતા, લાયજાના દિપ્તી પ્રકાશ હરીયા, દિપકના માતૃશ્રી. વડાલાના ભાણબાઇ લખમશી નિસરના સુપુત્રી. પ્રેમજી (બાબુ) હરીલાલ, પ્રવિણ, ગુંદાલા મણીબેન ગાંગજી, પત્રી કુંવરબેન રામજીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. મગનલાલ માલશી દેઢીયા, ૩૨, ખાનભાઇ મેન્શન, આગરકર રોડ, ડોંબીવલી (ઇસ્ટ).

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ, હાલ કાંદિવલી સ્વ. જયસુખલાલ દોષીના સુપુત્ર શ્રી નલિનભાઈ દોષી (ઉં.વ. ૭૮) તે બુધવાર, ૪/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિબેન (ઈન્દુ)ના પતિ. જયેશ, પ્રિતેશ, કિંજલના પિતા. રોહિણી, સૂર્યકાંતી, સંદીપકુમારના સસરા. આરુષિ, તનુજ, વિહાન, પ્રયાન, મિવાનના દાદા-નાના. તે સ્વ. પ્રફુલભાઈ હકીમચંદ દેસાઈ (મોરબી નિવાસી)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જયેશ દોશી ઈ-૫૦૪, વસંત ઐશ્ર્વર્યા સોસાયટી, ઈરાનીવાડી રોડ નં. ૨, કાંદિવલી (વેસ્ટ).

ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત, હાલ બોરીવલી, નીરુબેન શાહ (રાજા) (ઉં.વ. ૭૮) તે સ્વ. પ્રવીણચંદ્ર સુંદરલાલ શાહના પત્ની. તે મનીષ, શૈલેષ, કેતકી, ભાવેશાના માતા. તે મમતા, રેશ્મા, અલ્પેશ અને અતુલના સાસુ. તે પલક, શ્રેયા, પાર્શ્ર્વ, પ્રેક્ષા, સલોની, આયુષી, જેનીલ, ચિંતનના દાદી. તે સ્વ. રતિલાલ શાહની દીકરી, તા. ૬/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાંદલના દડવા, હાલ અંધેરી, કમલેશભાઇ શેઠ (ઉં.વ. ૬૩) ગુરુવાર, તા. ૫-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હસુમતીબેન વલ્લભદાસ શેઠના પુત્ર. તે ગ્રીષ્માના પિતા. તે વિરાગ કુમારના સસરા તથા સ્વ. ઉર્મિલાબેન નરેન્દ્ર કુમાર ઉદાણી તથા જયશ્રીબેન ધીરીશકુમારના ભાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૮-૧૦-૨૩ના ૩ થી ૫. વાલિયા બેંકવેટ હોલ, કોસમો કોલેજ, નિયર વાલિયા કોલેજ, વરસોવા પોલીસ સ્ટેશનની બાજુમાં, ડી.એન. નગર, અંધેરી-વેસ્ટ.

અમદાવાદ દશા શ્રીમાળી દેરાવાસી જૈન
અમદાવાદ નિવાસી પ્રકાશ સ્વરૂપચંદ શાહના ધર્મપત્ની અ.સૌ. સોનલબેન (ઉં.વ. ૬૨), હાલ અમેરિકા, તા. ૩-૧૦-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. અમરતલાલ કાલિદાસ શાહની સુપુત્રી. મનોજ, કીર્તિદા, પલ્લવીની બહેન. તેજસ, ઋષભના મમ્મી. જયશ્રીબેન, નરેન્દ્રભાઈ, લીનાબેન, કલ્પનાબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.

રાધનપુરી જૈન
શ્રી રાધનપુર, હાલ મીરા રોડ સ્વ. કિર્તીલાલ હીરાલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રકલાબેન શાહ (ઉં.વ. ૮૩), તા. ૬-૧૦-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ શ્રીમતી સેજલબેન સંજયભાઈ ઠાકર, શ્રી અમિતભાઈ અને શ્રીમતી મિતલબેન દેવાંગભાઈ પાલનના મમ્મી. તે સ્વ. રમેશભાઈ, સ્વ. ધીરજભાઈ, સ્વ. વિમળાબેન તથા સ્વ. કિરીટભાઈના ભાભી. તે સ્વ. તારાચંદ સવાઈચંદ શાહના દીકરી તથા ક્રિષ્ના, કરિશ્મા, કિંજલ તથા પાર્થના નાની અને દૈવ્ય, અવ્યાનના પરનાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કાજાવદર, હાલ ઘાટકોપર શાહ નેમચંદ વિરચંદના સુપુત્ર ચિ. અરવિંદભાઈ (ઉં.વ. ૮૩), શનિવાર, તા. ૭-૧૦-૨૩ના અવસાન પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. દર્શના, હિના, અમીતના પિતાશ્રી. રાજનભાઈ, આશિષભાઈ તથા તેજલના સસરા. કિર્તીભાઈ, નગીનભાઈ, ભરતભાઈ, ઈંદિરાબેન તથા પૂર્ણિમાબેનના મોટાભાઈ. તળાજા નિવાસી શાહ ફતેચંદ જગજીવનદાસના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૧૦-૨૩ને સોમવારના ૧૦ થી ૧૧.૩૦, સ્થળ- લાયન્સ કમ્યુનીટી હોલ, ગરોડીયાનગર, ઘાટકોપર-ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અગતરાય, હાલ ભાયંદર સ્વ. જયાગૌરી અંદરજી મીઠાણીના પુત્રવધૂ તથા સ્વ. અશોકભાઇના પત્ની કૌશિકાબેન (ઉં. વ. ૭૦) તા. ૪-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જીજ્ઞેશભાઇના માતુશ્રી. સુજાતાબેનના સાસુ. નલીનભાઇ, દેવેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, જશવંતભાઇ અને મીનાબેન પ્રદીપભાઇ દામાણીના ભાઇની પત્ની. સ્વ. ઠાકોરલાલ ઝવેરચંદ શાહના સુપુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?